For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કયા કારણોથી પ્રસવ દરમિયાન થઇ જાય છે માતાનું મૃત્યુ

By Lekhaka
|

જિંદગીમાં કેટલીક એવી ક્ષણ આવે છે જે તમારી ખુશીઓને ગમમાં ફેરવી દે છે. જેના લીધે નકારાત્મક ભાવનાત્મક ઉતાર ચઢાવ આવવા લાગે છે. એક એવી જ સ્થિતિ હોય છે જ્યારે બાળકને જન્મ આપતી વખતે માતાનું મૃત્યુ થઇ જાય છે.

આ સ્થિતિ ખૂબ જ હદયને હચમચાવી દેનાર હોય છે કારણ કે એકબીજા જોયા પહેલાં જ નવજાત બાળક પોતાની માતાને ગુમાવી દે છે અને બાળકને માતા વિના મોટું થવુ પડે છે.

જ્યારે બાળકને જન્મ આપતી વખતે માતાનું મૃત્યું થઇ જાય છે તો તેને માતૃક મૃત્યુ કહેવામાં આવે છે. માતૃક મૃત્યુ પરિવાર માટે દુખદાયી ઘટના હોય છે. માતૃક મૃત્યુના કેટલાક કિસ્સામાં જો સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ છે તો નવજાત બાળકના મૃત્યુની સંભાવના પણ છે.

અન્ય મેડિકલ પ્રક્રિયાની માફક બાળકના જન્મની પ્રક્રિયામાં પણ જટિલતાઓ આવી શકે છે. આખરે સાવધાની વર્તવી ખૂબ જ જરૂરી છે. આવો માતૃક મૃત્યુના કેટલાક સામાન્ય કારણો વિશે જાણીએ.

Causes For Maternal Death

1. હાઇપરટેંશન (હાઇ બ્લડપ્રેશર)
માતૃક મૃત્યુનું સૌથી સામાન્ય કારણ હાઇપરટેંશન અથવા હાઇ બ્લડપ્રેશર છે. જો બાળકના જન્મ પહેલાં જ માતાને હાઇ બ્લ્ડપ્રેશરની સમસ્યા છે તો પ્રસવ પીડા દરમિયાન આ વધુ વધી જાય છે. જેના લીધે ગર્ભાશયમાં સંકોચનના કારણે ખૂબ જ વધુ બ્લડિંગ અથવા હાર્ટએટેકથી માતાનું મૃત્યું થઇ શકે છે. જો બાળકને જન્મ આપનારી માતાને હાઇપરટેંશનની સમસ્યા છે તો ખૂબ સાવધાની રાખવાની જરૂર છે.

2. અબ્સ્ટેટ્રિકલ હીમરેજ (પ્રસૂતિ સમયે રક્ત સ્ત્રાવ)
અબ્સ્ટેટ્રિકલ હીમરેજ એક ઇમરજન્સી ચિકિત્સા સ્થિતિ છે જેના લીધે બાળકને જન્મ આપતી વખતે માતાનું મૃત્યું થઇ શકે છે. આ સ્થિતિમાં પ્રસવ બાદ મહિલાને આંતરિક રીતે ખૂબ જ રક્તસ્ત્રાવ થાય છે. જો ડોક્ટર બ્લિડિંગને રોકી શકતા નથી અથવા તાત્કાલિક મેડિકલ ચિકિત્સા મળતી નથી તો વધુ રક્ત સ્ત્રાવના લીધે ઓર્ગન ફેલ થવા લાગે છે જેના લીધે માતાનું મૃત્યુ થઇ જાય છે.

3. ગર્ભાશયનું ફાટવું
માતૃક મૃત્યુંનું એક અન્ય કારણ સામાન્ય કારણ ગર્ભાશયનું ફાટવું છે. પ્રસવ પીડાના સમયે યોનિમાંથી બાળકને બહાર કાઢતી વખતે મહિલાના ગર્ભાશયમાં વધુ સંકુચન હોય છે. કેટલાક કિસ્સામાં તો આ સંકોચન એટલું તીવ્ર હોય છે કે ગર્ભાશય ફાટી જાય છે જેના લીધે ખૂબ જ બ્લડિંગ થવાથી મૃત્યું થઇ જાય છે.

English summary
Have a look at some of the most common causes for maternal death here.
Story first published: Wednesday, February 15, 2017, 9:45 [IST]
X
Desktop Bottom Promotion