For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન બ્લડિંગના ૧૧ કારણ

By Karnal Hetalbahen
|

જ્યારે ચિંતા કરવા જેવા લક્ષણ જોવા મળે છે તો પ્રેગ્નેન્સી પીરીયડ ડરામણો અને દુખદ હોય છે. સવારે તી વખતે દુખાવો, સ્તનમાં અને પગમાં સોજા અને સાઈટિકા જેવી અન્ય સમસ્યાઓ આ સમયે ખાસ કરીને હેરાન કરે છે. આ ઉપરાંત પણ સૌથી ડરામણી વસ્તુ જે ઘણી મહિલાઓમાં થાય છે તે છે બ્લડિંગ.

તો પણ ર્ડોક્ટર કહે છે કે તેના ઘણા કારણો હોઈ શકે છે, તે ગમે તેટલી ગંભીર જ કેમ ના હોય પણ જરૂરી નથી કે દરેક વખતે તે બાળક માટે ખતરનાક જ હોય. અમે તમને જણાવી રહ્યા છીએ પ્રેગ્નેન્સી દરમિયાનના ૧૧ મુખ્ય કારણ અને તેમાં બાળક પર થનાર પ્રભાવ વિશે. અમે તમને જણાવી રહ્યા છીએ પ્રેગ્નેન્સી દરમિયાનના ૧૧ મુખ્ય કારણ અને તેમાં બાળક પર થનાર પ્રભાવ....

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે પ્રેગ્નેન્સી દરમિયાન બ્લડિંગ એક સામન્ય વાત છે. ર્ડોક્ટર્સ ના જણાવ્યા મુજબ પ્રેગ્નેન્સીના પહેલા ત્રણ મહીનામાં બ્લડિંગ તો ૪૦ પ્રતિશત મહિલાઓમાં થાય છે. પરંતુ આ બ્લડનો રંગ, ગાઢાપણું અને તેની માત્રા પરથી ખબર પડે છે કે સમસ્યા કેટલી ગંભીર છે. ર્ડાક રેડ અને બ્રાઉન બ્લડિંગનો મતલબ છે કે તે જૂનું બ્લડિંગ છે, તેનો પ્રેગ્નેન્સી સાથે કોઈ સંબંધ નથી. આ સામાન્ય રૂપથી જોઈ શકાય છે. અને તે ચિંનાજનક વાત નથી. ચમકદાર રેડ બ્લડનો મતલબ એ છે કે તે ફ્રેશ બ્લડ છે અને તેની માત્રા પર નિર્ભર કરે છે કે તે પ્રેગ્નેન્સી પર શું અસર કરશે.

ઈમ્પલાંટેશન બ્લીડિંગ

ઈમ્પલાંટેશન બ્લીડિંગ

આ પણ સામાન્ય છે જ્યારે ફળદ્વુપ અંડા ગર્ભાશયની પરતને લાગે છે ત્યારે આ અમુક વખત થાય છે. આ બ્લીડિંગ ખાસ કરીને ગર્ભધારણના ૧૦ થી ૧૪ દિવસ પછી થાય છે.

સમયથી પહેલા પ્રસવ

સમયથી પહેલા પ્રસવ

તેને પ્રી ટર્મ લેબોર પણ કહે છે આ બોડી બાળક જલદી થવાના પણ સંકેત આપે છે. (ખાસ કરીને તે ૨૦માં અઠવાડિયા અને ડિલીવરીથી ૩ અઠવાડિયા પહેલા થાય છે.

સંક્રમણ

સંક્રમણ

ગર્ભાશય અને વેજીના પર ઈન્ફેક્શન એસટીડીના કારણે થાય છે. ગોનોરેહા (સુજાક) અને હપ્સ જેવી સમસ્યાઓ ડિલીવરીના સમયે બાળકમાં થાય છે. ધ્યાન રહે કે તમારા ર્ડોક્ટરને આ સ્થિતિની જાણ રહે તેથી ફેલાવાને રોકી શકાય.

સર્વિકલ પોલિપ્સ

સર્વિકલ પોલિપ્સ

ખાસ કરીને પૌલ્વિક તપાસ દરમિયાન તેની જાણ થઈ જાય છે. એસ્ટ્રોજન લેવલમાં વૃદ્ધિ, સોજા ગર્ભાશય નળીમાં બંધ રક્ત વાહિનીઓની વધારેના કારણે થાય છે. પોલિપ્સ બાળક માટે ખતરારૂપ નથી. એક સામન્ય ઈલાજથી તે સારુ થઈ જાય છે. તેનાથી શરૂઆતમાં બ્લડિંગ થઈ શકે છે પરંતુ વધારે રહે તો પહેલા ત્રણ મહીના પછી ગર્ભપાત પણ થઈ શકે છે.

ગર્ભપાત

ગર્ભપાત

તેનું સૌથી મુખ્ય કારણ પહેલા ત્રણ મહિનાના ગુણ સૂત્રોનું અસંતુલન છે. તેના ઉપરાંત પણ આનુવાંશિક અસમાન્યતાઓ, સંક્રમણ, દવાનું રિએક્શન, હોર્મોનલ પ્રભાવ, અને સંરચનાત્મક અને રોગ પ્રતિકારક અસામાન્યતાઓ વગેરે પણ તેનું કારણ બને છે. તેને રોકવા માટેનો ઉપાય કે પૂર્વઅનુમાન લગાવવું સંભવ નથી પરંતુ બ્લડિંગના સમયે બેડ રેસ્ટ અને સંભોગ ના કરવાની સલાહ આપવામાં આવે છે. તેના ઉપરાંત પણ બ્લડ કેવું નીકળે છે તે ધ્યાન આપો. વધારે દુખાવો, ચક્કર આવવા વગેરે પણ તેના લક્ષણ છે.

પ્લેસેંટા પ્રેવિઆ

પ્લેસેંટા પ્રેવિઆ

ત્રીજા મહિનામાં બ્લડિંગનું આ મુખ્ય કારણ છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે પ્લેસેંટા ગર્ભાશયની નીચેના ભાગમાં વધે છે અને સર્વિકલ કેનાલને કવર કરી લે છે. આ સમયે મહિલાને બેડ રેસ્ટ કરવા, સંભોગ ના કરવા માટે અને વજનદાર કામ ના કરાવાની સલાહ આપવામાં આવે છે. જો આ સમસ્યા પ્રેગ્નેન્સી પહેલા ઠીક ના થાય તો પછી ઓપરેશન જ કરવું પડે છે.

પ્લેસેંટલ અબ્રપ્શન

પ્લેસેંટલ અબ્રપ્શન

૧ પ્રતિશત પ્રેગ્નેન્સીના કિસ્સામાં પ્લેસેંટા ગર્ભાશયની દિવાલથી જુદી થઈ જાય છે અને પ્લેસેંટા અને ગર્ભાશયની વચ્ચે બ્લડ ભેગું થઈ જાય છે. તેના પર જલદી ધ્યાન આપવું જરૂરી છે નહી તો ઓક્સીજન અને બ્લડ ના મળવાના કારણે બાળકનુ અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. તેમાં માંનુ લોહી વહી જવાનો પણ ડર રહે છે.

ગર્ભાશયને નુકશાન થવું

ગર્ભાશયને નુકશાન થવું

જો પહેલાના કોઈ ઓપરેશનના કારણે માંસપેશિયાં કમજોર હોય છે તો પ્રેગ્નેન્સીના દરમિયાન બાળક માંના પેટમાં જતું રહે છે જે વધુ જોખમી સ્થિતી છે. આવી પરિસ્થિતીમાં માં અને બાળકને બચાવવા માટે તરત જ ઓપરેશન કરવું પડે છે.

એક્ટોપિક પ્રેગ્નેન્સી

એક્ટોપિક પ્રેગ્નેન્સી

આ સ્થિતિમાં ગર્ભાશયની બહાર ફેલોપિન ટ્યૂબમાં એક અપરિપક્વ ભ્રૂણ પેદા થાય છે. જો તે નિરતંર વધતો રહે તો ટ્યૂબ ફાટી પણ શકે છે. માં ના માટે આ સ્થિતી ખૂબ જ ખતરનાક હોય છે.

મોલર પ્રેગ્નેન્સી

મોલર પ્રેગ્નેન્સી

આ એક દુર્લભ સ્થિતી છે. તેમાં ફળદ્વુપ અંડા બાળકની જેમ નહી પણ એક તલ કે મસ્સાના રૂપમાં ડેવલપ થાય છે. તે જીવને પેદા કરનાર પ્રેગ્નેન્સી ના હોવાના કારણે પણ તેમાં પ્રેગ્નેન્સી જેવા જ લક્ષણો દેખાઈ આવે છે.

વાસા પ્રેવિઆ

વાસા પ્રેવિઆ

આ પણ એક દુર્લભ સ્થિતિ છે તેમાં વધતા બાળકની નાભિ કે નાળ કે પ્લેસેંટાની રુધીર વાહિનીયો બર્થ કેનાલને ક્રોસ કરી નાંખે છે. આ ખતરનાક સ્થિતી છે કેમ કે આ વધેલી રુધીર વાહીનીઓ બાળકમાં બ્લડિંગનું કારણ બની શકે છે અને ઓક્સીજન સપ્લાઈને પણ રોકી શકે છે. પ્લેસેંટા પ્રેવિઆની જેમ આમાં પણ ઓપરેશન જ કરવું પડે છે.

આ સ્થિતીમાં પ્રસવના સમયે આ રુધિર વાહીનીઓ ટૂટી જાય છે જેનાથી લોહી નીકળવા માંડે છે જે માં અને બાળક બન્ને માટે ખતરનાક છે.

English summary
As thrilling as pregnancy is, it also comes with a lot of worrisome symptoms. Extreme morning sickness, painfully swollen breasts and feet, and sciatica are all par for the course.
Story first published: Monday, February 6, 2017, 8:57 [IST]
X
Desktop Bottom Promotion