For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રડતું બાળક શાંત થઈ જશે, જો તેના પગો પર દબાવશો આ 2 પૉઇંટ્સ

By Lekhaka
|

જો આપ નવા-નવા માતા-પિતા બન્યા છો અને રડતા બાળકને ચુપ કરાવતા આપ રાત્રે જાગતાં તેમજ થકવી દેનાર રાત્રિઓમાંથી પસાર થઈ રહ્યાં હશો, બરાબર છે ને ? ખેર, આપનાં બાળકનાં પગો પર કેટલાક એવા પૉઇંટ્સ હોય છે કે જેમને દબાવી આપ પોતાનાં બાળકનું રડવું બંધ કરાવી શકો છો.

હવે આપને આશ્ચર્ય થશે કે કઈ રીતે આપ પોતાનાં બાળકનાં પગો પર કેટલાક પૉઇંટ્સ દબાવી તેમને શાંત કરાવી શકો છો અને તેનું રડવું બંધ કરાવી શકો છો ?

how to make your baby stop crying

હકીકતમાં આપ શંકા કરી રહ્યાં હશો કે શું આ રીત હકીકતમાં કામ કરે છે કે નહીં, કેમ ? ખેર, તેને રિફ્લેક્સોલૉજી કહેવામાં આવે છે કે જે હીલિંગની એક પ્રાચીન પદ્ધતિ છે કે જેનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે.

તેનો પ્રારંભ ચાઇનીઝ લોકોએ કર્યો હતો. રિફ્લેક્સોલૉજીમાં શરીરનાં કેટલાક પૉઇંટ્સ પર પ્રેસર આપવામાં આવે છે અને તેમને દબાવવામાં આવે છે કે જેથી કેટલાક લક્ષણો અને બીમારીઓ દૂર કરી શકાય છે.

જ્યારે કેટલાક પૉઇંસ્ટને નિયમિત રીતે દબાવવામાં આવે છે, ત્યારે શરીરમાં હકારાત્મક પરિવર્તનો થાય છે અને આ રીતે તકલીફ ઓછી થાય છે. તો જો આપ પોતાનાં બાળકનું રડવું બંધ કરાવવા માંગો છો, તો તેના પગો પર બે પૉઇંટ્સ દબાવો.

બાળકો કેમ રડે છે ?
જેવું કે આપણે જાણીએ છીએ કે જ્યારે બાળકો નાના હોય છે, ત્યારે કમ સે કમ ત્યાં સુધી કે જ્યાં સુધી તેઓ બોલવા નથી લાગતાં, ત્યાં સુધી તેઓ પોતાના માતા-પિતાને વાત નથી કરી શકતાં અને તેમને એ નથી જણાવી શકતાં કે તેમને કયા પ્રકારની તકલીફ ક અસુવિધા અનુભવાઈ રહી છે. જ્યારે બાળકો ભૂખ્યા, થાકેલા, બીમાર હોય અથવા તેમને સ્વચ્છ કરવાની જરૂર હોય, ત્યારે રડે છે. શરૂ-શરૂમાં માતા-પિતાને એ જાણવું બહુ કઠિન થઈ પડે છે કે બાળક સાથે શું ખોટું થઈ રહ્યું છે અને તેઓ કેમ સતત રડી રહ્યાં છો.

સામાન્યત: જ્યારે બાળકને કોઇક એવી તકલીફ હોય છે કે જે માતા-પિતાને જણાતી નથી; જેમ કે માથાનો દુઃખાવો, પેટનો દુઃખાવો, ઉબકા વગેરે, ત્યારે તેઓ રડવા લાગે છે અને માતા-પિતા તેને સમજી નથી શકતાં.

રિફ્લેક્સોલૉજી કઈ રીતે સહાયક છે ?
જો આપનું બાળક સતત અથવા એક કલાકથી રડી રહ્યું છે, તો શક્ય છે કે ગૅસ્ટ્રિટિસનાં કારણે તેનાં પેટમાં દુઃખાવો હોય અથવા શરદી કે સાઇનસનાં કારણે તેનાં માથામાં દુઃખાવો હોય.

પોતાનાં બાળકનાં પગોની આંગળીઓને ધીમે-ધીમે દબાવી (દરેક આંગળી લગભગ 3 મિનિટ સુધી) આપ તેના માથાનો દુઃખાવો ઓછો કરી શકો છો. તેવી જ રીતે બાળકનાં પગનાં મધ્ય ભાગની બરાબર નીચે દબાવાથી બાળકને ગૅસનાં કારણે થતા દુઃખાવામાંથી આરામ મળે છે. જ્યારે દુઃખાવો ઓછો થઈ જાય છે, તો બાળકને આરામ મળે છે અને તેનું રડવું બંધ થઈ જા છે. જોકે જો આમ છતાં સમસ્યા જળવાઈ રહે, તો તબીબની સલાહ લો.

English summary
If you want to stop your baby from crying excessively, there are 2 key points on the feet that you must press!
Story first published: Friday, February 10, 2017, 9:54 [IST]
X
Desktop Bottom Promotion