શીખો: બાળકોના કમ્પ્યૂટર અને ટેબલેટમાં આ રીતે બ્લોક કરો એડલ્ટ સાઇટ્સ!

Posted By:

આજ કાલના મોર્ડન સમાજમાં બાળકોને ટેકનોલોજીથી દૂર રાખવા અસક્ય છે. આવનારો યુગ ટેકનોલોજીનો છે અને તે યુગમાં તમારા બાળકને આગળ રાખવા માટે તેમને કમ્પ્યૂટર અને ટેબલેટ જેવી વસ્તુઓ આપવી જરૂરી બની જાય છે. પણ કમ્પ્યૂર પર તેવી અનેક વસ્તુઓ છે જે તમારા બાળકના ભણતરમાં ઉપયોગી સાબિત થાય છે. અને જે તમારા બાળકને જ્ઞાન સાથે ગમ્મત આપવામાં મદદ કરે છે.

હજારો વર્ષો પહેલા પણ હતી આવી એડવાન્સ ટેકનોલોજી

પણ સાથે જ કેટલીક તેવી વસ્તુઓ પણ ઇન્ટરનેટ પર ખુલ્લે આમ અને સરળતાથી મળી જાય છે જે તમારા બાળકના કુમળા મન પર ખોટી અસર કરે છે. ત્યારે માતા-પિતા તરીકે કેવી રીતે તમારા બાળકને સેફ ટેકનોલોજીથી માહિતગાર કરવો તે ચિંતા દરેક માતા-પિતાને રહે છે. ત્યારે આજે અમે તમને કેટલીક ટિપ્સ આપવાના છીએ. જે તમારા બાળકના કમ્પ્યૂટર કે ટેબલેટને વધુ સેફ માધ્યમ બનાવશે. તો વાંચો આ આર્ટીકલ અને તમારા જેવા જ અન્ય માતા-પિતાને તેની લિંક શેયર કરવાનું ના ભૂલતા....

સેફ સર્ચ
  

સેફ સર્ચ

એડલ્ટ સાઇટ અને ચિત્રને બ્લોક કરવા માટે સેફસર્ચ તમારી મદદ કરી શકે છે. આ દ્વારા તમે ગૂગલ સર્ચ પર તમામ કટેન્ટ બ્લોક કરી શકો છો જે તમે નથી ઇચ્છતા કે તમારા બાળકો દેખે.

મોઝિલા, ફાયરફોક્સમાં કરો આમ
  

મોઝિલા, ફાયરફોક્સમાં કરો આમ

ફાયરફોક્સ તમને તેવી સાઇટ બ્લોક કરવામાં મદદ કરે છે જે તમે તમારા બાળકોને ના બતાવી શકો. તમે આ એડઓન્સ દ્વારા કરી શકો છો.

ઇન્ટરનેટ એક્સપ્લોરર
  

ઇન્ટરનેટ એક્સપ્લોરર

જો તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર પર એડલ્ટ અને હિંસક કન્ટેન્ટ બ્લોક કરવા ઇચ્છો છો તો સૌથી પહેલા ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરી ટૂલ્સમાં જઇને ઇન્ટરનેટ ઓપ્શનમાં જઇને કન્ટેન્ટ એડવાઇઝર અનએબલ કરીને તમે રેટિંગ ટેબનો પ્રયોગ કરો.

માઇક્રોસોફ્ટ ફેમીલી સેફ્ટી
  

માઇક્રોસોફ્ટ ફેમીલી સેફ્ટી

માઇક્રોસોફ્ટ ફેમીલી સેફ્ટી એક ફ્રી પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર છે. જે વિન્ડોઝનો મહત્વપૂર્ણ ભાગ પણ છે. આ એક પાવરફૂલ પ્રોગ્રામ છે જે વિન્ડોઝ સાથે એન્ટીગ્રેટ છે. અને તે દ્વારા તમે તે કન્ટેન્ટને બ્લોક કરી શકો છો જેને તમે બાળકોને નથી બતાવવા માંગતા.

ફેમીલી શીલ્ડ સોફ્ટવેર
  

ફેમીલી શીલ્ડ સોફ્ટવેર

જો તમે સરળ ઉપાય ઇચ્છો છો તો તમારા બાળકના કમ્પ્યૂટરમાં ફેમીલી શિલ્ડ સોફ્ટવેરને ઇનસ્ટોલ કરો.

Story first published: Monday, May 30, 2016, 15:29 [IST]
English summary

શીખો: બાળકોના કમ્પ્યૂટર અને ટેબલેટમાં આ રીતે બ્લોક કરો એડલ્ટ સાઇટ્સ!

Block adult content sites from your kids PC and keep them safe.
Please Wait while comments are loading...
X