For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાળકની ત્વચાની દેખભાળ

By Karnal Hetalbahen
|

બાળકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ અને કોમળ હોય છે. આજકાલ બજારમાં મળનાર કઠોર સાબુ અને તેલ, બાળકની ત્વચાને નુકશાન પંહોચાડી શકે છે એટલા માટે દરેક માં ચિંતીત રહે છે. બાળકની ત્વચાને નમી પ્રદાન કરીને તમે તેમની ત્વચાની યોગ્ય રીતે દેખભાળ કરી શકો છો. આજે અમે બાળકની ત્વચાની દેખભાળ કરવાની યોગ્ય રીતો વિશે વાત કરીશું.

બાળકની ત્વચાની દેખભાળ

આવી રીતે કરો દેખભાળ

૧. આ નાની ઉંમરમાં બાળક ચાલતા-ફરતા શીખે છે, જેનાથી તેમની ત્વચા ગંદી થાય છે અને જખ્મ પણ વધારે લાગે છે. એટલે તમારે તેમની ત્વચાની સફાઈનું પૂરું ધ્યાન રાખવું જોઈએ.

૨. તેમને નવડાવતા પહેલા શરીરની બેબી ઓઈલથી માલિશ જરૂર કરો. ત્વચાને હમેંશા નમી આપતા રહે કેમ કે સાબુના કારણે બાળકની ત્વચા સૂકી થઈ જાય છે.

૩. બાળકને નવડાવતા પહેલા ટુવાલ વગેરે યાદ કરીને પાસે જ રાખી લો. બાળકને ક્યારેય પણ નવડાવતી વખતે એકલું ના મૂકો. તેના પર હમેંશા ધ્યાન આપતા રહો અને નાહવાના સમયને આનંદદાયક બનાવો કેમકે ઘણા બાળકોને નાહવાનું બિલકુલ પસંદ નથી હોતું.

૪. એ જ સાબુ પસંદ કરો જેમાં પ્રાકૃતિક તેલ મળુલું હોય. આ સાબુથી બાળકની ત્વચા સૂકી નહીં થાય અને તે હમેંશા નરમ રહેશે.

૫. નવડાવ્યા પછી બાળકના શરીર પર હમેશા તેલ લગાવો. ઈચ્છો તો બજારવાળું તેલ ના લગાવીને ઓલિવ ઓઈલ કે પછી બદામનું તેલ લગાવી લો.

૬. નવડાવ્યા પછી ત્વચાને ટુવાલથી લૂછો અને પાવડર લગાવો. બાળકને કોઈ સંક્રમણ ના થાય તેના માટે ટુવાલને અઠવાડિયામાં એક વાર જરૂર ધોવો.

૭. ડાઈપરના કારણે રેશ ન પડે, તેના માટે બાળકને તે જગ્યા પર વધુ પ્રમાણમાં પાવડર લગાવો.

૮. બાળકના કપડાં હમેંશા સૂતરાઉ જ હોવા જોઈએ કેમ કે તે સ્કીન ફ્રેંડલી હોય છે અને પરસેવાને પૂરી રીતે શોષી લે છે અને જ્યારે પણ કપડાં ધોવો તો ગરમ પાણીનો જ ઉપયોગ કરો.

૯. જ્યારે પણ તમે તમારા બાળકને બહાર તડકાંમાં લઈ જઈ રહ્યા હોય તો તેને ઢીલાં કપડાં પહેરાવો અને તડકાથી બચાવો. થોડો તડકો તમારા બાળકને વિટામીન ડી આપી શકે છે પરંતુ વધારે તડકાથી બાળકની સ્કીન ટેન થઈ શકે છે.

English summary
Take a look at tips to maintain toddler skin care.Follow these toddler skin care tips to maintain hygiene and cleanliness.
Story first published: Monday, February 6, 2017, 8:36 [IST]
X
Desktop Bottom Promotion