આ 9 ચિન્હો બતાવે છે કે તમારા બાળકનું કોઇ કરી રહ્યું છે શોષણ!

કોઇ પણ મા-બાપ માટે તેવું વિચારવું પણ કષ્ટદાયક હોય છે કે કોઇ તેમના બાળકનું શારિરીક કે માનસિક રીતે શોષણ કરી રહ્યું છે. વળી બાળક માટે પણ તે એક તેવો અનુભવ હોય છે જે તેને ડરાવી મૂકે છે અને તે કોઇને પણ આ અંગે ધણીવાર કહી નથી શકતો. દુખની વાત તો એ છે ભારતમાં આજે પણ ખૂણે ખૂણે આવા કેસ થતા રહે છે પણ તેની સામે પોલિસ ફરિયાદ નથી થતી.

અને આજ કારણ છે કે આવા અપરાધીઓ આજે પણ કોઇને કોઇ રીતે પોતાનો શિકાર શોધતા રહે છે. ત્યારે જો કોઇ બાળક સ્કૂલમાં તમારા બાળકને બુલી કરતું કે હેરાન કરતું હોય કે પછી કોઇ દ્વારા બાળકનું શોષણ થતું હોય તો કેવી રીતે આ અંગે જાણશો? નીચે વાંચો કેવા કેવા ચિન્હો તમને કહી દે છે કે તમારા બાળકનું કોઇ રીતે શોષણ થઇ રહ્યું છે. વાંચો અહીં...

કોઇ વ્યક્તિ કે જગ્યા પ્રત્યે અણગમો

આમ અન્ય લોકો જોડે સારી રીતે અને ખુશીની વર્તન કરતું તમારું બાળક કોઇ વ્યક્તિ વિશેષ કે જગ્યાને લઇને અજીબ વર્તન કરે છે. કાં તો તેની જોડે ખુબ જ નકલી રીતે વર્તન કરે છે કે પછી ડરે છે.

રડવાનું

કોઇ પણ કારણ વગર અચાનક જ રડવા લાગવું. નાસી છૂટવી. જેમ કે કોઇ ડેકેર કો પછી સ્કૂલ કે કોઇ જગ્યાએ જવાની વાત માત્રથી તમારા બાળકનું રડવાનું શરૂ થઇ જાય તે નાખુશ થઇ જાય, જવાની ના પાડે. અને તમને આ વાતમાં કોઇ પ્રત્યક્ષ કારણ ના દેખાય.

શરીર પર નિશાન

જ્યારે તમારું બાળક ઘરે આવે ત્યારે તમારા બાળકના શરીર પર કોઇ અજીણ્યા કારણો ડાધા કે સ્ક્રેચ પડેલા હોય. અને તેવું વારંવાર બનતું હોય.

વર્તનમાં ફેરફાર

અચાનક જો તમે તમારા બાળકના વર્તનમાં આવેગ કે ગુસ્સો દેખો કે પછી તેનું વર્તન વારંવાર કોઇ જ ઠોસ કારણ વગર બદલાતું રહે.

આવા કારણો

તે હંમેશાના ડરેલું રહે, સૂઇ ના શકે, ખાવાનું ઓછું થઇ જાય અને અચાનક જ તે અન્ય બાળકો કે પછી પોતાની કોઇ ગમતી વસ્તુ માટે કરીને પ્રોટેક્ટિવ થઇ જાય. આ બતાવે છે કે તેનું કોઇ રીતે શોષણ થઇ રહ્યું છે.

એકલા રહેવું

જો તમારા બાળકને અચાનક જ વધુ સમય સુધી એકલા રહેવું ગમવા લાગે. તે એકલો રહેવા લાગે અને કોઇની પણ જોડે ભળવાથી દૂરી બનાવી દે.

શારિરીક પીડા

શારિરીક શોષણ જે બાળકોનું થાય છે તેમના જનનાંગોમાંથી લોહી પડે છે અને તેમના ત્યાં વધુ ખણાજ આવે છે કે લાગે છે. વળી તે ચાલવામાં અને અન્ય સામાન્ય શારીરિક કાર્યોમાં પણ અક્ષમતા અનુભવે છે.

સેક્સ વિષે જાણકારી

અચાનક જ આ બાળકો સેક્સ અને શરીરસુખ વિષે જાણવા અંગે વધુ ઇચ્છા બતાવવા લાગે છે. અને તે આવા વિષયોમાં વધુ રસ લેવા લાગે છે.

હંમેશા એલર્ટ

જે બાળકો શોષણનો ભોગ બને છે તે હંમેશા એલર્ટ રહે છે. અને કોણ આવ્યું કોણ ક્યાં જઇ રહ્યું છે તેને લઇને તે ખૂબ જ ચકોર રહે છે. વળી તે જ્યારે આવું કરતા હોય છે ત્યાં તે ખૂબ જ ડરેલા હોય છે જે બતાવે છે કે આ બાળકો સાથે કંઇક અધિટત થઇ રહ્યું છે. જેને કહેતા તે ડરે છે.

English summary

આ 9 ચિન્હો બતાવે છે કે તમારા બાળકનું કોઇ કરી રહ્યું છે શોષણ!

It is difficult for us to even think of someone deliberately hurting a kid and yet every year cases of child abuse have been on the rise.
Please Wait while comments are loading...
X