બાળકોને “શિસ્ત” શીખવવી સરળ છે, બસ ટ્રાય કરો આ 7 વાતો

Posted By:

ઉપરનું ટાઇટલ વાંચીને દરેક માતા-પિતાને થતું હશે કે આ આર્ટીકલ લખનાર, શું બોલે છે તેનું તેમને ભાન નથી! કારણ કે બાળકોમાં શિસ્ત લાવતા લાવતા અનેક માં-બપ અશિસ્ત થઇ ચૂક્યા છે. તે વાત તો સાચી છે કે બાળકમાં શિસ્ત લાવવું સરળ નથી. પણ શિસ્ત જરૂરી છે. બાળકો માટે પણ અને તેમના જીવન ધડતર માટે પણ.

પણ આ બધી ડાહી વાતો જેટલી બોલવી સરળ છે તેટલી કરવી નહીં. અને તે માટે જ તો આ આર્ટીકલ લઇને આવ્યા છીએ. જેમાં બાળકોને કેવી રીતે ડિસિપ્લિન શીખવવો તે અંગેની કેટલીક સરળ ટિપ્સ અમે તમને આપવાના છીએ. જે જરૂરથી તમને એક સારા માતા-પિતા બનવામાં મદદ કરશે. અને ધણાં ખરા અંશે તમારો તનાવ દૂર કરશે. અને હા જો તમને આ આર્ટીકલ ગમે તો તેને તમારા મિત્રોમાં શેયર કરવાનું ના ભૂલતા. કોને ખબર ક્યાં વાલીને તેની સૌથી વધુ જરૂર હોય.....

ટિપ્સ 1
  

ટિપ્સ 1

એક રૂટિન બનાવો અને તેને ફોલો કરો. જેમાં બાળકનો ખાવાનો ટાઇમ, ટીવી જોવાનો ટાઇમ, ભણવાનો ટાઇમ નક્કી કરો. અને પછી તે પ્રમાણે મોટાભાગે વસ્તુઓને ફોલો કરો. તમારા બાળક ખબર પડવી જોઇએ કે અમુક નિયમોમાં વાદવિવાદ નહીં ચાલે તેને કરવા જ પડશે.

ટિપ્સ 2
  

ટિપ્સ 2

તમે જ્યારે પણ બહાર જાવ તમારા બાળકની જરૂરિયાતોનું ધ્યાન રાખો. તેના માટે પાણી, ખાવાનું લેતા જાવ. તેથી જ્યારે તેને જરૂર પડે તમે તે વસ્તુઓ આપી શકો. આમ કરવાથી બજાર વચ્ચે તમારા બાળકની ખોટી માંગણીઓ બંધ થશે.

ના પાડતા શીખો
  

ના પાડતા શીખો

હા પાડવાની જેમ જ ના પાડતા શીખો. તમે તેને જ્યારે ના પાડો છો કોઇ વાત માટે ત્યારે તેને તેનું કારણ સમજાવો, જરૂરી લાગે તો બીજો ઓપશન આપો. અને જલ્દીથી કોઇ વસ્તુ તરત ના આપો.

ખબર પાડો
  

ખબર પાડો

તમારા બાળકની અંદર તે સમજણ વિકસાવો કે દરેક વખતે બધું જ મળી જાય તેવું જરૂરી નથી હોતું. અને રડવાથી કે જિદ્દ કરવાથી મળી જશે તેવો ટ્રેન્ડ તો બિલકુલ સેટ ના જ કરતા.

મારવું સમસ્યાનો અંત નથી
  

મારવું સમસ્યાનો અંત નથી

બાળકને મારવાથી કદાચ શોર્ટ ટર્મ ઉકેલ આવી જાય પણ તેનું નુક્શાન એટલું મોટું છે કે મા-બાપ તરીકે હાથ ઉગામવો કોઇ પણ ક્ષણે યોગ્ય નથી જ. તમને લાગે વાત વણસી રહી છે. તો ના પાડી પોતાની જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો.

ટીપ્સ 6
  

ટીપ્સ 6

કંઇક પણ થશે તો તમે તેની સાથે જ તે વિશ્વાસ પેદા કરાવો. અને આ વિશ્વાસ તેના સારા અને ખરાબ બન્ને ટાઇમ માટે અપવાજો. ખોટું કરવા બદલે લડો. પણ સાથે જ તેને તે સમજવો કે તે એકલો નથી. આમ કરવાથી બાળકની અંદર પોતાના માટે વિશ્વાસ ઊભો થશે.

ટિપ્સ 7
  

ટિપ્સ 7

તે જો રડે, ચીસો પાડે, ચીડિયા કરે ત્યારે પ્રયાસ કરો કે તમે શાંત રહો. કારણ કે તે ટાઇમે જો તમે પણ ગુસ્સે થઇ જશો તો તમારા અને તેમાં ફરક શું રહેશે. વળી તમારો અવાજ પણ શાંત રાખો. અને તેમને થોડીક સ્પેસ આપો. તેમને કહો તું શાંત થશે ત્યારે વાત કરીશું.

English summary

બાળકોને “શિસ્ત” શીખવવી સરળ છે, બસ ટ્રાય કરો આ 7 વાતો

While not all children are difficult to deal with, some kids develop a behaviour of throwing constant tantrums, right from an early age.
Please Wait while comments are loading...
X