બાળકોને એકલા સુવડાવવાની ૧૨ ખૂબ સારી રીતો

Subscribe to Boldsky

જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તેની સુવાની રીત એકદમ અલગ હોય છે પણ જ્યારે તે મોટું થઈ જાય છે ત્યારે તેના સુવાની આદતોમાં ઘણું પરિવર્તન આવી જાય છે. તેને તમારા પ્રેમ અને આપણાપણું વધારે જોઈતું હોય છે અને એટલા માટે તમારા માટે બાળકે સુવડાવવું એક મોટો ટાસ્ક બની જાય છે.

આ આર્ટિકલમાં અમે તમને બાળકને સુવડાવવાની ૧૨ રીતો બતાવીશું જેને ધ્યાનમાં રાખીને તમે બાળકને સુવડાવવાનો પ્રયત્ન કરી શકો છો. તો આવો જાણીએ.

1. સારી જગ્યા

જ્યારે બાળક મોટુ થઈ જાય છે ત્યારે તેને દરેક જગ્યાએ ઉંઘ નથી આવતી. તેમના માટે એક સ્થાન કે એક રૂમ નક્કી કરી દો અને તેમા સારામાં સારી જગ્યા પર તેમની પથારી કરી અને પછી ત્યાં સુવડાવો.

2. સાચો સમય

બાળકને દરેક સમયે સુવાડવાનો પ્રયત્ન ના કરો. તેને સમય પર જ સુવાડો, કેમકે તે રાતમાં જાગીને હેરાન ન થાય.

3. રૂટીન સેટ કરી દો

બાળકને સુવડાવવાનું રૂટીન સેટ કરી દો કે બપોરે તે કેટલું ઉંઘશે અને રાત્રે કેટલું ઉંઘશે. તેનાથી તેની આદતમાં તે સમયે ઉંઘ આવવાની શરૂઆત થઈ જશે.

4. આરામદાયક કપડાં

બાળકને ફીટ કપડાં ના પહેરાવો. સુવાના સમયે આરામદાયક અને ખુલ્લા કપડાં પહેરાવો. રાતના સમયે નાઈટસૂટ પહેરાવીને સુવડાવો.

5. પેટ ભરેલું રાખો

બાળક ભૂખ્યું હોય તો પણ ઉંઘતુ નથી. તેને ખાવાનું આપો, પછી જ સુવાડો, તે પૂરો સમય સારી ઉંઘ લેશે.

6. નાક સાફ કરી દો

નાના બાળકોને નાક સાફ કરીને જ તેમને સુવડાવો. તેનાથી તેમનું નાક બંધ નહી થાય અને ના તો તેમને શ્વાસ લેવામાં તકલીફ પડશે.

7. શાંત વાતાવરણ

બાળકને જ્યાં પણ સુવડાવો, ત્યાંનું વાતાવરણ શાંત હોવું જોઈએ. વધારે અવાજથી પણ બાળક ઉંઘી શકતા નથી.

8. આછો પ્રકાશ

બાળકને એકદમ ગાઢ અંધારામાં ના સુવડાવો. તેમને આછા પ્રકાશમાં સુવાડો તેથી તે ડરે નહી.

9. તેમને સુરક્ષા આપો

બાળકને ધાબળો ઓઢવા આપો અને તેના માથામાં હાથ ફેરવો, તેથી તેમને એવું લાગે કે તમે તેમની પાસે જ છો.

10. એલર્જીવાળી વસ્તુઓને રૂમમાંથી દૂર કરો.

જો તમારા બાળકને ધૂળ કે પછી અન્ય બીજી કોઈ વસ્તુંની એલર્જી હોય તો તે વસ્તુને ત્યાંથી હટાવી લો.

11. યોગ્ય તાપમાન

જ્યાં બાળકને સુવડાવો, તેનું તાપમાન યોગ્ય હોવું જોઈએ જેથી બાળકની ઉંઘમાં કોઈ પરેશાની ના આવે.

12. બાળકોને આરામ

બાળકને સુવડાવતાં પહેલા હળવી મસાજ કરી દો, જેથી તે સારી રીતે ઉંઘી લઈ શકે.

English summary
How to let baby sleep alone? In order to help your child learn how to sleep on his own, offer your child lots of cuddles and love at daytime. Try to get a good bedtime routine by making the lights low with deadpan silence. Don’t ever approach with a single method on baby sleeping.
Please Wait while comments are loading...