કપડાંના ડાયપરનો ઉપયોગ કરવાનાં 10 ફાયદાઓ

Subscribe to Boldsky

ભારતમાં હંમેશાથી જ શિશુઓ માટે કાપડનાં ડાયપરનો ઉપયોગ થતો રહ્યો છે. અહીં સુધી કે આજે પણ ગામડાઓમાં તેનો ઉપયોગ થાય છે, પરંતુ શહેરની ભાગદોડમાં આજે કોઈની પાસે એટલો સમય નથી. તેથી આજે લોકો એવા સામાનનો ઉપયોગ કરે છે કે જે ઉપયોગ કરી ફેંકી શકાય.

તેનો સૌથી મોટો દાખલો છે ડાયપર કે જે બજારમાં રેડીમેડ મળે છે. તે સરળતાથી પહેરાવી શકાય છે અને ઉપયોગ કર્યા બાદ ફેંકી દેવાય છે. તેમાં કોઈ શંકા નથી કે તે ખૂબ આરામદાયક છે.

પરંતુ શું આપ જાણો છો કે કપડામાંથી બનેલા ડાયપર નાનકડા શિશુઓ માટે વધુ આરામદાયક હોય છે અને સાથે જ આપનાં ખિસ્સા ઉપર પણ વધુ અસર નથી પડતી? આ ડાયપર જોવામાં ભલે આટલા સ્ટાઇલિશ ન લાગે, પરંતુ તે ખૂબ સુવિધાજનક છે. આવો જાણીએ કપડામાંથી બનેલા ડાયપરનાં 10 ફાયદાઓ-

રૅશેમાંથી છુટકારો

ડિસપૉઝેબલ ડાયપર પહેરવાથી બાળકોમાં અનેક વખત રૅશેસની મુશ્કેલી જોવા મળે છે. બીજી બાજુ કપડાનાં ડાયપર ઉપયોગ કરવાથી આવુ નથી થતું. કપડાનાં ડાયપર સુતરનાં કાપડામાંથી બનેલા હોય છે કે જે નરમ હોય છે. સાથે જ ભીનું થતા જ તેને બદલી દેવામાં આવે છે.

પૉટી ટ્રેનિંગ

કપડાંનાં ડાયપર ઉપયોગ કરવાથી નાના બાળકોને સારી રીતે પૉટી ટ્રેનિંગ મળી જાય છે. જે બાળકો કપડાનાં ડાયપર પહેરે છે, તેમે આ ડાયપર ભીનું થતા જ જાણ થઈ જાય છે કે તેમને પૉટી જવું છે.

પૈસાની બચત

જે માતા-પિતા કપડાનાં ડાયપરનો ઉપયોગ કરે છે, તેઓ વધુ પૈસા બચાવે છે, પરંતુ જેઓ ડિસપૉઝેબલ ડાયપરનો ઉપયોગ કરે છે, તેમને પોતાના ખિસ્સામાંથી વધુ પૈસા ઢીલા કરવા પડે છે, કારણ કે તે એક વખત ખરાબ થઈ જાય, તો ફરીથી ઉપયોગ નથી કરી શકાતાં.

સેંસેટિવ સ્કિન

નાના બાળકોની ત્વચા ખૂબ નાજુક હોય છે. તેથી તેમને કોઈ પણ પ્રકારનાં રૈશેસ કે ખંજવાળથી બચાવીને રાખવાં જોઇએ. તેના માટે આપે કપડાંના ડાયપરનો ઉપયોગ કરવું જોઇએ. તે સરળતાથી બાળકને પહેરાવી શકાય છે અને કોઈ પણ જાતની એલર્જીનો પણ ભય નથી.

પુનઃ ઉપયોગ યોગ્ય

શું આપ જાણો છો કે કાપડનાં ડાયપર ફરીથી ઉપયોગ કરી શકાય છે અને આપ તેમને ત્યાં સુધી વાપરી શકો છો કે જ્યાં સુધી તે સમ્પૂર્ણપણએ ખરાબ ન થઈ જાય.

નો કેમિકલ

માતા-પિતાએ કપડાના ડાયપરનો એટલા માટે ઉપયોગ કરવો જોઇએ, કારણ કે તેમાં કોઈ પણ જાતનું કોઈ કેમિકલ નથી હોતું કે જે આપનાં બાળકની ત્વચા માટે હાનિકારક હોય.

લાઇટ વેટ

કપડાંના ડાયપર નરમ કાપડમાંથી બનેલા હોય છે. એટલું જ નહીં, ડિસપૉઝેબલ ડાયપરની સરખામણીમાં વજનમાં હળવા હોય છે. કપડાંના ડાયપર કૉટન, ફલાલૅન તથા ટેરીનાં હોઈ શકે છે.

દુર્ગંધ

ડિસપૉઝેબલ ડાયપર જ્યારે યૂઝ થઈ ચુક્યા હોય છે, ત્યારે ઉતાર્યા બાદ ખૂબ જ ગંધ મારે છે, પરંતુ આવું કાપડનાં ડાયપર સાથે નથી થતું.

હૅલ્થ ઇશ્યુઝ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડિસપૉઝેબલ ડાયપર બનાવવામાં જે કેમિકલનો ઉપયોગ થાય છે, તે મિર્ગી કે દમાની બીમારી તરફ પણ ધપાવી શકે છે. તેથી બાળકોને આવી શ્વાસ સંબંધી સમસ્યાઓમાંથી બચાવવા માટે જેટલું શક્ય હોય, કાપડના ડાયપરનો ઉપયોગ કરો.

આરામદાયક

સુતરનાં કાપડનાં ડાયપરનો ઉપયોગ કરવાનો સૌથી સારો ફાયદો એ છે કે તે જલ્દીથી સુકાઈ જાય છે. તેનાથી બાળકને રૅશેસની ફરિયાદ નથી થતી.

Story first published: Saturday, October 1, 2016, 10:46 [IST]
English summary
Here are some of the benefits of cloth diapers for babies as compared to disposable ones
Please Wait while comments are loading...