For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સાવધાન! આપનું વ્યક્તિત્વ દર્શાવે છે આપના પગરખા

|

[લાઇફસ્ટાઇલ] ક્યારેક ડ્રેસના મેચિંગના હિસાબે તો ક્યારેક પોતાની પસંદના હિસાબે, અથવા તો ક્યારેક ફેશન પ્રમાણે અથવા તો ક્યારેક મિત્રોની પસંદગીથી આપ આપના સૂઝ ખરીદતા હોવ છો. આજના યુવાનો પોતાના ફુટવિયરને લઇને ઘણા સજાગ હોય છે. તેમની પાસે ફુટવિયરના સારા કલેક્શન હોય છે. કેટલાંક લોકો અલગ-અલગ ડિઝાઇન પહેરવાનું પસંદ કરે છે તો કેટલાંક લોકો એક પ્રકારની ડિઝાઇનના સૂઝ પહેરવાનો શોખ ધરાવતા હોય છે.

કહેવાય છે કે સૂઝ આપના વ્યક્તિત્વના ઘણા રાજ ખોલી નાખે છે. જર્નલ ઓફ રિસર્ચ ઇન પર્સનાલિટીના સર્વે અનુસાર લોકો દ્વારા પહેરવામાં આવતા સૂઝ તેમના વ્યક્તિત્વને દર્શાવે છે. આ સર્વેમાં 200 લોકોએ ભાગ લીધો અને તેની પર ફુટવિયરના હિસાબે તેમની પર્સનાલિટીનો અંદાજ લગાવવામાં આવ્યો.

આવો આપ પણ જુઓ કે આપના સૂઝ કયા પ્રકારના છે અને તેના દ્વારા જાણો આપનું વ્યક્તિત્વ...

હાઈ હીલ

હાઈ હીલ

મોટાભાગની યુવતીઓ હાઈ હીલ પહેરવી પસંદ કરે છે, પરંતુ આવી યુવતીઓ પણ છે જે તેમને રૂટીનમાં પણ પહેરવી પસંદ કરે છે, જેને તેઓ વધારે કંફર્ટેબલ અનુભવે છે. હાઈ હીલ પહેનનાર યુવતીઓનો આત્મવિશ્વાસ લેવલ ઊંચો હોય છે. તે નિડર અને સાહસી હોય છે.

ફ્લેટ સૂઝ

ફ્લેટ સૂઝ

ફ્લેટ સૂઝ પહેરનાર યુવતીઓ લાઇફમાં કંફર્ટ પસંદ કરે છે. માનવામાં આવે છે કે તેમના પગમાં થાક ઓછો લાગે છે. આ સૂઝ પહેરવાથી એવું માનવામાં આવે છે કે આપનું વ્યક્તિત્વ પારંપરિક પ્રકારનું છે. લોકો આપને એક શાંત અને ડરપોક યુવતીના રૂપમાં જુએ છે.

ઢીંચણ સુધીના સૂઝ

ઢીંચણ સુધીના સૂઝ

માનવામાં આવે છે કે ઘુંટણ સુધીના સૂઝ પહેરનાર યુવતીઓ કોઇપણ પ્રકારની ચર્ચામાં ખચકાયા વગર ભાગ લઇ શકે છે.

એંકલ બૂટ

એંકલ બૂટ

આને પહેરનાર યુવતીઓ ખૂબ જ મહત્વકાંક્ષી અને નિર્ધારિત સમય પર પોતાના કાર્યને પૂર્ણ કરવામાં વિશ્વાસ રાખનાર હોય છે. આ બૂટ પહેરનાર યુવતીઓની છબી એક એક ગુસ્સાળ યુવતી તરીકે માનવામાં આવે છે.

કાંવર્સ સૂઝ

કાંવર્સ સૂઝ

આ પ્રકારના સૂઝને પહેરનાર યુવતીઓ માટે માનવામાં આવે છે કે તેમના માટે જૂની વાતોને ભૂલાવી દેવી કોઇ દર્દ સમાન નથી.

રંગીન સૂઝ

રંગીન સૂઝ

આ પ્રકારના કલરફૂલ સૂઝ પહેરનાર લોકો ખૂબ જ ખુલ્લા વિચારના હોય છે. તેઓ મનમોજી વિચારના હોય છે.

સ્પોર્ટ્સ સૂઝ

સ્પોર્ટ્સ સૂઝ

જો આપ જોગિંગ પર ના જઇ રહ્યા હોવ અને તો પણ આ પ્રકારના સૂઝને દરેક સમયે પહેરતા હોવ તો આપ ખૂબ જ આળસુ છો.

ચપ્પલ

ચપ્પલ

ચપ્પલ પહેરનાર લોકો અંગે માનવામાં આવે છે કે તેઓ જીવન પ્રત્યે ખૂબ જ બેજવાબદાર છે અને અને દરેક વસ્તુને ખૂબ જ હળવાશથી લે છે.

સેંડલ

સેંડલ

જો આપે સેંડલ પહેરવું ગમતું હોય તો તેનો અર્થ એ છે કે આપ ખૂબ જ વધારે આત્મવિશ્વાસુ છો, કોઇના પણ ચડાવવામાં નહી આવનાર અને પ્રોફેશનલ ફીલ્ડમાં કામ કરનાર યુવતી છે.

ઓછી હીલવાળી હીલ

ઓછી હીલવાળી હીલ

ઓછી હીલ વાળા સૂઝ પહેરનારા લોકો અંગે માનવામાં આવે છે કે તેઓ ખુદને સારી રીતે સમજે છે અને ખુદમાં જ ખુશ છે.

વેજ હીલ

વેજ હીલ

આ પ્રકારના ફુટવિયર્સ તે યુવતીઓને ખૂબ જ પસંદ છે, જે પોતનો અંદાજ સૌથી અલગ રાખવા માંગે છે.

English summary
Of course, no one should be judged solely on his or her shoes, but a study published in the Journal of Research in Personality in 2012 showed that 90 percent of your personality may be communicated by your choice of footwear.
X
Desktop Bottom Promotion