આવો જાણીએ, બોસને વગર ચમચાગીરીએ કેવી રીતે રાખશો ખુશ

Subscribe to Boldsky

તમારા દિવસનો અડધાથી પણ વધારે સમય ઓફિસમાં વીતે છે, તો એવામાં જરૂરી છે કે તમારા બોસ સાથે બનાવીને રાખ્યું જાય. જો બોસ તમારા પર ગુસ્સે રહેતા હોય કે પછી ચીડાતા હોય તો ઓફિસમાં પણ તમારું જીવવું મુશ્કેલ થઈ શકે છે.

તમારા બોસ, ઓફિસનો સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે કેમકે તમારી બઢતી તેના જ હાથમાં છે. એવામાં તમારા બોસ કે તમારા સિનીયરને ખુશ કરવાનું હુનર આવડવું જ જોઇએ. તેના માટે અમે તમને તેમની ચમચાગીરી કરવાનું નથી કહી રહ્યા પરંતુ તેમનાથી તમારો સંબંધ મજબૂત બનાવવાનું કહી રહ્યા છીએ.

બોસની સાથે સંબંધ મજબૂત કરીને તમે વર્ક પ્લેસ પર શાંતિથી કામ કરી જ શકશો સાથે જ તમારી બઢતી પણ આસમાને પહોંચશે. તો આવો જાણીએ પોતાના બોસ સાથે સારો સંબંધ કેવી રીતે સ્થાપિત કરશો.

તેમની ચિંતા તમારી પણ ચિંતા છે

તમારી જેમ જ તમારા બોસ પાસે પણ કામ પૂરુ કરવા માટે ડેડલાઇન્સ અને પડકારો હોય છે. તેના માટે તેમની મદદ કરો અને તમારા કામને એવી રીતે કરો કે તમે તેમની પ્રાથમિકતાઓથી પોતાને જોડી શકો.

ના ભૂલશો કે તે પણ એક માણસ છે

એવો સમય પણ આવશે કે તે તમારા પર ગુસ્સો કરશે કે પછી વધારે કામ કરવાની આશા પણ રાખશે, પરંતુ આ તો બધા બોસ કરે છે. તમારે એવું કરવાનું છે કે તેમની ખરાબ વસ્તુઓ પર ધ્યાન ના આપો અને તેમની પોઝેટિવ વસ્તુઓ પર ધ્યાન આપો. આ એક ક્વોલિટીથી તમે તમારા બોસની વધારે નજીક આવી શકો છો.

બોસને હંમેશા જાણ કરો

તમે કામમાં કેટલું સારુ કરી રહ્યા છો કે પછી પ્રોજેક્ટ પૂરો કરવામાં તેમને કેટલી મુશ્કેલી નડી રહી છે, તેના વિશે તમારા બોસને હંમેશા જાણ કરો. તેનાથી તેમની સલાહ લેવામાં તમને મદદ મળશે સાથે જ તમે દરેક સમયે તેમની પેની નજરથી પણ બચેલા રહેશો.

ઝગડો થતા તરત જ માફી માંગો

માફી માંગવી પણ એક કલા છે જે ઓફિસમાં દરેકને આવડવી જોઈએ. તેનાથી જાણવા મળે છે કે તમે ઘમંડી નથી અને દરેક સમયે બોસના ફીડબેક લેવા માટે તૈયાર રહો છો.

તેમને ખુલ્લા મને વાત કરો

તમારા બોસ સાથે ખૂલીને વાત કરો જેનાથી તેમનો ભરોસો તમારા પર જળવાઇ રહેશે. તેમને તમારી પ્રોગ્રેસ વિેશે જાણ કરો અને પછી તેમની સલાહ લો. જો જરૂર પડે તો તેમની સાથે લન્ચ કે કોફી માટે પણ ક્યારેક ક્યારેક બહાર પણ જાઓ.

તમને આપવામાં આવેલા ટાર્ગેટથી ઉંચે જવાની કોશિશ કરો

જો તમારો બોસ પ્રોજેક્ટ પૂરો કરવા માટે થોડા દિવસનો સમય આપી રહ્યા હોય તો, તમે તેના પહેલા જ પ્રોજેક્ટ પૂરો કરીને તેમને ચોંકાવી દો. આ બતાવશે કે તમે વર્ક પ્રેશરને હેન્ડલ કરી શકો છો અને તમને કામ કરવામાં મજા આવે છે.

ક્યારેય ના ભૂલો બોસનો પણ એક બિગ બોસ છે

હંમેશા યાદ રાખો કે તમારા બોસની ઉપર પણ એક બોસ છે, જેને ખુશ કરવાનું કામ તમારા બોસનું છે. એવામાં તમારા બોસનો ટાર્ગેટ પૂરો કરવામાં તેમની મદદ કરો. એવામાં બિગ બોસ અને તમારા બોસની નજરમાં તમારું કદ વધારે ઉંચુ થઈ જશે.

બોસની સાથે પરિચય વધારો

અમે એમ નથી કહી રહ્યા કે તમે તમારા બોસની સાથે પાર્ટી કે ક્લબમાં જઈને સમય પસાર કરો. પણ તમે તમારા સ્ટ્રેસને ઓછો કરવા માટે કે પછી તેમની સાથે પરિચય વધારવા માટે તેમની સાથે કોફી પી શકો છો. આ દરમ્યાન તમે તમારા કામમાંથી દૂર થઈને બીજી કોઈ વાત કરો.

હંમેશા પહેલ કરો

જ્યારે તમે જુઓ કે કામ રોકાઇ ગયું છે કે પછી તેમાં કોઈ રસ નથી લઈ રહ્યું તો તે કામ કરવા માટે હંમેશા તમે પહેલ કરો. તેનાથી તમારા બોસનો ભરોસો તમારા પર વધશે.

સફળ થવા પર તમારા બોસની પ્રશંસા કરો

તે સમયે જ્યારે ઓફિસમાં દરેક તમારી સફળતાની પ્રશંસા કરી રહ્યા હોય ત્યારે એ સમયે તમે તમારા બોસની પ્રશંસા કરવાનું ભૂલશો નહી કેમકે બોસની મદદ વગર અને પ્રોત્સાહન વગર કોઈપણ કર્મચારી આગળ વધી શકતો નથી.

Read more about: office, career
English summary
Your boss is the most important person for you at the office and it’s particularly important to have a good relationship with him. Read on as we give you 10 tips that will help you work better with your boss.
Please Wait while comments are loading...