જો ન કરી આ તમામ વસ્તુઓ, તો 10 વર્ષ બાદ આપને થશે મોટો પસ્તાવો

Subscribe to Boldsky

આપને નથી ખબર કે આપની લાઇફમાં આગળ કયો વળાંક આવશે અથવા આપની લાઇફ આગળ ચાલીને આપને કેવા અનુભવો કરાવશો. આજે આપ જે જીવન જીવી રહ્યાં છો, તે આવતીકાલે એવું જ બિલ્કુલ નહીં રહે.

ક્યારેક નોંધ લેજો કે જીવનમાં યુવાનીનાં દિવસો, તેમને કઈ રીતે પસાર કરવામાં આવે, બસ તે સમજતા-સમજતા જ વીતી જાય છે. આ દરમિયાન આપણએ શું કરીએ છીએ, તેનો આપણને જરાય અંદાજો નથી હોતો.

પરંતુ હવેથી 10 વરસ બાદ જો આપ પોતાની જિંદગી પર નજર નાંખશો, તો આપ પામશો કે આપે એવી ઘણી બધી ભૂલો કરી હતી કે જેનો આપને હંમેશા પસ્તાવો રહેશે.

જીવનને જીવો, પણ મૂર્ખામી ન કરો. પસ્તાવા સાથે જીવન જીવવું વ્યર્થ છે. અહીં એવી 10 બાબતો આપવામાં આવી છે કે જે જો આપ આ ઉંમરમાં ન કરો, તો આગળ ચાલીને આપ ચોક્કસ પસ્તાશો.

ફિટનેસને સીરિયસલી ન લેવું

કાયમ આરામ કરવો જરૂરી નથી. જો આપની પાસે ફિટ બૉડી હશે, તો આપને જીવનમાં કોઈની ઉપર ડિપેંડ નહીં રહેવું પડે. તેથી અત્યારથી જ વર્કઆઉટ કરવું શરૂ કરી દો કે જેથી 40 વર્ષની વય બાદ આપનું બૉડી આપનો સાથ આપે.

વ્યર્થ પૈસા ઉડાડવા

શક્ય છે કે મિત્રો સામે પૈસા ઉડાવવું આપને બહુ કૂલ લાગતું હોય, પરંતુ હાલ અપને નથી ખબર કે આગળ બહુ મોંઘવારી આવવાની છે અને આપને નથી જાણ કે આગળ ચાલીને કઈ-કઈ જરૂરિયાતો પડશે કે જેમાં આપનાં દ્વારા હાલ બચાવાયેલા થોડાક પૈસા કામ આવશે. અત્યારથી જ પૈસા બચાવવાની આદતો નાંખી લો કે જેથી આગળ ચાલીને આપને કોઈની સામે હાથ ન ફેલાવો પડે.

પોતાની સંભાળ ન રાખવી

35 વર્ષની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે અથવા તો પછી સિગરેટ પી-પીને દાંત પીળા થઈ જાય, તો બહુ દુઃખ થાય છે કે આપણે પોતાની સંભાળ સારી રીતે કેમ ન કરી ? તેથી મિત્રો, પોતાની ઉપર પણ થોડોક સમય અને રુપિયા ખર્ચ કરો અને સારી રીતે પોતાની સફાઈ તેમજ સંભાળ રાખો.

જે કામમાં મજા ન આવે, તે ન કરવું

જો આપ પોતાની ઑફિસની બોરિંગ નોકરી છોડી કંઇક પોતાનું શરૂ કરવાનું વિચારી રહ્યા હતાં અને તે ન કરી શકી રહ્યા હોવ, તો આપ આગળ ચાલીને બહુ પસ્તાશો. આ જ અવસર છે કે આપ પોતાનાં સપનાં પૂર્ણ કરો.

ખોટી રિલેશનશિપમાં ચિટકી રહેવું

આપણામાંથી ઘણા લોકો છે કે જેઓ તેવા લોકો સાથે સંબંધ ધરાવે છે કે જેને તેઓ બિલ્કુલ પસંદ નથી કરતાં. તેઓ ડરે છે કે કોણ જાણે તેમને આવો જીવનસાથી કે મિત્ર ફરી મળશે કે કેમ ? પરંતુ આ જ ચક્કરમાં તેમને કોઈ બીજો સારો નથી મળી શકતો અને તેવામાં તેઓ એકલા રહી જાય છે.

મનપસંદ જગ્યાઓ પર ન ફરવું

આપનું કામ ક્યારેય ખતમ નથી થવાનું. તેથી જ્યાં મન કરે, ત્યાં ફરવાનો પ્લાન બનાવો. ક્યાંક એવું ન થઈ જાય કે 10 વરસ બાદ આપ પોતાની ઑફિસમાં બેઠા હોવ અને એમ વિચારતા હોવ કે કાશ ! મેં મિત્રો સાથે યૂરોપની પેલી ટ્રિપ કૅંસલ ન કરી હોત. આપની પાસે કોઈ ટ્રિપની મેમરી તો હોવી જ જોઇએ.

પરિવાર સાથે સમય ન પસાર કરી શકવો

જ્યારે આપણે નોકરી કરવા બહાર નિકળી જઇએ છીએ, તો પોતાનાં પરિવારને જાણે ભૂલી જ જઇએ છીએ. પરિવારનાં દુઃખ કે ખુશીમાં આપણે પોતાની જાતને સામેલ નથી કરી શકતાં અને તેમનાથી દૂર થતા જઇએ છીએ. તેનો પસ્તાવો આપણને ઘણા વર્ષો સુધી રહે છે.

રાત-દિવસ ઑફિસનું જ કામ કરવું

હાલ આપ વિચારતા હશો કે લેટ નાઇટ ઑફિસમાં કામ કરીને આપ પોતાનુંટાર્ગેટ પૂર્ણ કરી એક સફલ વ્યક્તિ બની જશો, પરંતુ 10 વર્ષો પછી આપ આ વિચારીને પસ્તાશો કે આપે કોઈ જ ક્ષણ જીવી જ નથી. ન મિત્રો સાથે પાર્ટી એન્જૉય કરી કે ન પોતાનાં માટે સમય કાઢ્યો.

વહેલા લગ્ન કરી લેવા

વહેલા લગ્ન કરી માણસ ઘર અને પરિવારમાં સંતુલન બેસાડવામાં લાગી જાય છે કે જેથી તેનું કૅરિયર ઉપરથી ફોકસ હટી જાય છે. તેથી પોતાની જાતને સમય આપો અને પછી લગ્ન કરો કે જેથી 10 વર્ષ બાદ આપને વહેલા લગ્ન કરવાનો પસ્તાવો ન થાય.

જે છોકરીને પ્રેમ કર્યો, તેને ક્યારેય ન જણાવ્યું

એક દિવસ આપ મોટા થશો, આપની પાસે એક સારી જૉબ હશે અને આપની પાસે તે તમામ વસ્તુઓ હશે કે જેના આપે સપના જોયા હશે, પરંતુ બસ, પ્રેમની કમી હશે. છોકરીઓ તો આપને બહુ મળશે, પરંતુ જે છોકરીને આપ કૉલેજમાં પ્રેમ કરતા હતા, તે જ છોકરી તો આપને ક્યારેય નહીં મળે.

Read more about: life, જીવન
English summary
A life with regrets is a life wasted. Here are 17 things you’re going to regret not doing in your 20s later in life.
Please Wait while comments are loading...