For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, એનોરેક્સિયા ગ્રસ્ત આ મહિલાની કહાણી

By Super Admin
|

અહીં આ લેખમાં અમે આપને રાચેલ ફર્રોખ વિશે વિસ્તૃત રીતે બતાવીશું કે જેઓ એનોરેક્સિયાથી ગ્રસ્ત છે તથા જેમનું વજન માત્ર 40 પાઉંડ્સ રહી ગયું છે. કલ્પના કરો કે એક મહિલા જેની ઉંચાઈ 5.7 ઇંચ છે તથા આમ છતાં વચન માત્ર 40 પાઉંડ્સ છે.

આવો આ પરિસ્થિતિમાંથી સાજી થનાર આ મહિલા વિશે અને તેની લાગણીઓને સલામ કરીએ. સારી વાત એ છે કે હવે તે સાજી થઈ રહી છે. આ બધુ તેવાલોકોની સહાયથી શક્ય થઈ શક્યું કે જેમણે તેનાં દ્વારા લેવામાં ઑનલાઇન લેવામાં આવેલા સોગંદને પૂર્ણ કરવામાં તેને સહકાર આપ્યો.

woman who suffered from anorexia

આ કેવી રીતે શરૂ થયું...? રાચેલ ફર્રોખ સેન ક્લેમેંટમાં એક વ્યક્તિગત ટ્રેનર તરીકે કામ કરતા હતાં. તેઓ બહુ વધારે સક્રિય રહેતા હતાં. તેમના પતિએ દાવો કર્યો કે તે છેલ્લા દસ વર્,ોથી એનોરેક્સિયા નર્વોસા સામે સંઘર્ષ કરી રહી છે. જોઇએ કે આવી પરિસ્થિતિમાં આવતા પહેલા તેઓ કેટલા સુંદર દેખાતાહતાં.

તેમની સ્થિતિ બગડવા લાગી... રાચેલ ફર્રોખ, જેમનું વજન 125 પાઉંડ્સ હતું, એ ઝડપથી વજન ઘટાડવું શરૂ કર્યું અને પછી તેમનું વજન લગભગ 40 પાઉંડ્સ થઈ ગયું. આ વજન 5 વર્ષનાં બાળકનાં વજન જેટલું હતું.

જ્યારે હકીકત સામે આવી

જ્યારે તમામ હૉસ્પિટલોએ તેમને મદદ કરવાનો ઇનકારકરી દીધો અને તેમને પોતાનો ઇલાજ જાતે કરવા માટે કહ્યું, ત્યારે તેમણે સોશિયલ સાઇટ્સનો સહારો લીધો અને લોકોને સહાય કરવાની યાચના કરી કે તેઓ આ લડાઈમાં તેમની મદદકરે, કારણકે તેમના જીવિત રહેવાની શક્યતા બહુ ઓછી હતી.

છબિ સૌજન્ય

તેમનાપતિ તેમનો એક માત્રસહારો હતાં... કારણ કે રાચેલની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને તેઓ કોઈ હિલચાલ નહોતા કરી શકતાં. તેથી તેમને સતત સંભાળની જરૂરહતી. તેમના પતિ તેમનો સહારો હતો અને તેમની સારસંભાળ કરવા માટે તેમણે નોકરી છોડી દીધી.

છબિ સૌજન્ય

ચોતરફથી મદદ આવવા લાગી...

તેમનો એક વીડિયો વાયરલ થયો કે જેમાં તેમણે પોતાની પરિસ્થિતિ સામે લડવામાં તેમની સહાય કરવાની અપીલ કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે ઘણા બધા શુભચિંતકો અને અજાણ્યાઓ પાસેથી મદદ મળી. તે લોકોએ તેમના ઇલાજ માટે પૈસા દાન કર્યા

છબિ સૌજન્ય

તેમને પુનઃ જીવવાની પ્રેરણા મળી... તેને અજનબીઓ પાસેથી પ્રેમ અને સહાય મળી. લોકોને પત્રો લખ્યા અથવા તેમને મળવા હૉસ્પિટલ આવ્યા અને તેમને ચેક પણ મોકલ્યા કે જેનાં કારણ તેમાં જીવન પ્રત્યે હકારાત્મક વિારો આવ્યાં. હવે તેઓ સાજા થઈ રહ્યાં છે અને કોઈ પણ તેમને રોકી નથી શકતું.

છબિ સૌજન્ય

તેમની વર્તમાન સ્થિતિ...

તેઓ પોતાની વર્તમાન સ્થિતિની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. તેઓ હજી પણ સાજા થઈરહ્યાં છે અને જે લોકોએ મદદ કરી, તેમનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે. એ લોકો હવે તેમના પરિવારનીજેમ છે. આ તસવીરમાં રાચેલ સ્વસ્થ અને કંઇક સાજા દેખાઈ રહ્યાં છે તથા અમે કામના કરીએ છીએ કે જેટલું વહેલુ શક્ય હોય, તેઓ સમ્પૂર્ણ રીતે સાજા થઈ જાય !!

છબિ સૌજન્ય

English summary
Imagine the condition of a woman who was 5”7 inches tall and yet just weighed just 40 pounds! Find out the interesting case of Rachael Farrokh who is fight.
Story first published: Saturday, April 8, 2017, 11:37 [IST]
X
Desktop Bottom Promotion