For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો એવા સ્થાનો કે જ્યાં આજે પણ મહિલાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ છે

By Super Admin
|

કેટલાક પવિત્ર સ્થળો કે જ્યાં મહિલાઓનો પ્રવેશ નિષેધ છે. એવું માનવામાં આવે છે કે મહિલાઓનાં પ્રવેશથી માત્ર આ સ્થાન જ અપવિત્ર નહીં થાય, પણ પુરુષ દેવતા નારાજ થઈ જશે.

ભારત વિવિધતાઓ ધરાવતો દેશ છે અને ઘણી એવી ઘટનાઓ છે કે જે મનુષ્યને મુંઝવણમાં નાંખી દે છે. ભારત એક એવોદેશ છે કે જ્યાં વિવિધ દેવીઓની પૂજા કરવામાં આવે છે, તો બીજી બાજુ આ જ દેશનાં કેટલાક ભાગોમાં કન્યા ભ્રૂણ હત્યા અને ઘરેલુ હિંસા જેવી ઘટનાઓ પણ ઘટે છે.

ઘણા એવા નિયમો છે કે જે વિશેષ રીતે માત્ર મહિલાઓ માટે બનાવવામાં આવ્યાં છે. તેમાંનું એક એવું નિયમ છે કે કેટલાક પવિત્ર સ્થળો પર મહિલાઓનાં જવા પર પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે મહિલાઓનાં પ્રવેશ કરવાથી આ સ્થળો માત્ર અપવિત્ર જ નહીં થાય, પણ પુરુષ દેવતા નારાજ થઈ જશે.

અહીં આ લેખમાં અમે એવા કેટલાક સ્થાનોનીયાદી આપી છે કે જ્યાં મહિલાઓને પ્રવેશ કરવાની અનુમતિ નથી. યાદીમાં જુઓ, તેમાં કેટલાક પ્રસિદ્ધ સ્થળો છે કે જ્યાં મહિલાઓને પ્રવેશ કરવાની અનુમતિ નથી.

શનિ શિંગળાપુર :

શનિ શિંગળાપુર :

ખડકની મૂર્તિ વાળા દેવતાનું આ મંદિર એક ખોટા કારણોસર ચર્ચામાં આવ્યુ હતું કે જ્યારે એક યુવા છોકરીએ આ ખડકને સ્પર્શ કરી લીધો, તો ત્યાંનાં ટ્રસ્ટનાં અધિકારીઓએ અહીં શુદ્ધતાની કાર્યવાહી કરી. એક વિશ્વાસ મુજબ એવું કહેવામાં આવે છે કે દેવતાની આ મૂર્તિને પ્રતિબંધિત ક્ષેત્રમાં રાખવામાં આવી છે કે જેથી મહિલાઓ તેને સ્પર્શી ન શકે.

એએમયૂ :

એએમયૂ :

રિપોર્ટ્સ મુજબ શિસ્ત ભંગનાં ભયે મૌલાના આઝાદ યુનિવર્સિટીની લાયબ્રૅરી (પુસ્તકાલય)માં મહિલાઓને પ્રવેશ નથી આપવામાં આવતો. તેમનો એવો વિશ્વાશ છે કે જો આ લાયબ્રૅરીમાં મહિલાઓ આવશે, તો લાયબ્રૅરીમાં આવતા છોકારઓની સંખ્યા ચાર ગણી વધી જશે કે જેથી શિસ્તની સમસ્યા ઊભી થશે.

નિઝામુદ્દીન દરગાહ - આંતરિક કક્ષ :

નિઝામુદ્દીન દરગાહ - આંતરિક કક્ષ :

700 વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મહિલાઓ નિઝામુદ્દીન દરગાહે તો જઈ શકે છે, પરંતુ એક મર્યાદિત વિસ્તાર સુધી. તેનાથી આગળ તેઓ નથી જઈ શકતી. મહિલાઓ દરગાહના આંતરિક કક્ષ તરફ નથી જઈ શકતી, કારણ કે ત્યાં સંત અને મૌલવી લોકો રહે છે.

સબરીમાલા

સબરીમાલા

અય્યપ્પા મંદિરનાં આ નિયમ મુજબ 10થી 50 વર્ષની વયની વચ્ચે વાળી મહિલાઓનો મંદિરમાં પ્રવેશ નિષિદ્ધ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે મહિલા રાજસ્વલા થવાની સ્થિતિમાં હોય છે તથા આ સ્થિતિમાં જો મંદિરમાં પ્રવેશ કરે છે,તો આ સ્થાન અશુદ્ધ થઈ જાય છે.

ભગવાન કાર્તિકેય મંદિર - પેહોવા (હરિયાણા) અને પુષ્કર (રાજસ્થાન) :

ભગવાન કાર્તિકેય મંદિર - પેહોવા (હરિયાણા) અને પુષ્કર (રાજસ્થાન) :

આ મંદિરમાં ભગવાનનાં બ્રહ્મચારી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માટે મહિલાઓને મંદિર સંકુલમાં પ્રવેશવાની અનુમતિ નથી. એવો વિશ્વાસ છે કે જ્યારે મહિલાઓ આ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે, તો તેમને આશીર્વાદનાં સ્થાને શ્રાપ મળે છે.

શ્રી પદ્મનાભ સ્વામી મંદિર, તિરુવનંતપુરમ્

શ્રી પદ્મનાભ સ્વામી મંદિર, તિરુવનંતપુરમ્

દુનિયાના સૌથી ધની મંદિર તરીકે ઓળખાતું શ્રી પદ્મનાભ સ્વામી મંદિર. અહીં પણ મહિલાઓ અંગે એક વિચિત્ર નિયમ છે. મહિલાઓ મંદિરની ડેલીએ જ પૂજા કરી શકે છે, પરંતુ તેમનું અંદર જવું પ્રતિબંધિત છે. આ મંદિર અપાર ધન-સમ્પત્તિથી ભરેલા તહેખાનાઓને લઈને ચર્ચામાં આવ્યો હતો, પરંતુ હજી પણ મંદિરનાં ટ્રસ્ટે મહિલાઓનાં પ્રવેશ પર પ્રતિબંધ નથી ઉઠાવ્યો. માત્ર ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગ સાથે જોડાયેલી મહિલાઓ જ મંદિરનાં ભોંયરામાં પ્રવેશ કરી શકે છે.

English summary
These are some of the famous places where women are not allowed. Check them out…
Story first published: Tuesday, May 2, 2017, 9:43 [IST]
X
Desktop Bottom Promotion