For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હોસ્પિટલ જ્યાં માથા વિના ફરે છે આત્માઓ

By Karnal Hetalbahen
|

આપણામાંથી કોઇને પણ હોસ્પિટલમાં જવું સારું લાગતું નથી. પરંતુ કોઇ ભયાનક બિમારી થતાં આપણે પોતાને હોસ્પિટલ જતાં રોકી ન શકીએ. કોઇપણ હોસ્પિટલમાં પ્રવેશતાં જ આપણા મનમાં અજીબો-ગરીબ વિચાર આવવાનું શરૂ થઇ જાય છે. ડરના લીધે પરસેવો છૂટવા લાગે છે અને રૂમમાં દર્દીઓના ભયંકર ચહેરા જોઇ ડર લાગે છે કે ક્યાંક આપણે પણ તેમની જગ્યાએ ન પહોંચી જઇએ. હોસ્પિટલની ઉંચી-ઉંચી દિવાલો, દવાઓની ગંધ અને હેરાન-પરેશાન દોડતા ડોક્ટર્સ આ બધું કેટલું ડરામણું લાગે છે.

વિચારો જે હોસ્પિટલમાં જ્યાં લોકો જીવન મરણનો ખેલ ખેલી રહ્યાં છે, તો બીજી તરફ તે હોસ્પિટલમાં માથું કપાયેલી આત્માઓ ફરતી હોય છે. અને જ્યારે વાત પોતાના પર આવી જાય તો શું થશે.? વિચારો કે તમે બિમાર હાલતમાં પથારીમાં પડ્યા છો અને કોઇ લાંબા નખ અને ખુલ્લા વાળવાળી આત્મા તમને પાછળની પકડી રહી હોય તો તમે શું કરશો? સ્પષ્ટ છે કે તમારા હોંશ ઉડી જશે અને તમારા હાથ પગ કામ કરવાનું બંધ કરી દેશે. પરંતુ ડરશો નહી કારણ કે આવું કશું જ થવાનું નથી. અમે તો બસ તમને એક ડરામણી અને ભૂતિયા હોસ્પિટલની કલ્પના કરાવી રહ્યાં હતા.

આવો જાણીએ તે દુનિયાભરની ભૂતિયા હોસ્પિટલો વિશે જ્યાં ખરેખર આખો દિવસ આત્માઓ અને ભૂત ફરે છે.

રોયલ હોપ હોસ્પિટલ, યૂએસએ રોયલ

રોયલ હોપ હોસ્પિટલ, યૂએસએ રોયલ

આ હોસ્પિટલ તોડી પાડવામાં આવી તે પહેલાં એક સ્પેનિશ મિલિટ્રી હોસ્પિટલ હતી. કહેવામાં આવે છે કે આ હોસ્પિટલમાં રાખાવમાં આવેલી વસ્તુઓ જોર જોરથી હલવા લાગતી હતી, પથારીઓ ઉછળવા લાગતી હતી અને અહીં જે પણ દર્દીઓ મુલાકાત કરવા માટે આવતા હતા તેને ઇજા પહોંચતી હતી. સૂચના હેઠળ આ હોસ્પિટલ મૂળ અમેરિકન કબ્રસ્તાન પર બનાવવામાં આવી હતી, એટલા માટે અહીં આવી ઘટનાઓ ઘટતી હતી.

સાઇ યિંગ પુન મેન્ટલ હોસ્પિટલ, હોંગકોંગ

સાઇ યિંગ પુન મેન્ટલ હોસ્પિટલ, હોંગકોંગ

આ મેંટલ હોસ્પિટલ સન 1892માં બનાવવામાં આવી હતી. આસપાસના લોકો કહે છે કે આ હોસ્પિટલમાંથી રાત્રે કોઇ મહિલાનો રડવાનો અવાજ આવે છે અને માથા વિનાની આત્મા ફરતી દેખાય છે. આ હોસ્પિટલને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જપ્ત કરી લેવામાં આવી હતી અને લોકોના ગળા કાપવામાં આવતા હતા.

ચંગી જનરલ હોસ્પિટલ, સિંગાપુર

ચંગી જનરલ હોસ્પિટલ, સિંગાપુર

વર્ષોથી સિંગાપુરમાં આ હોસ્પિટલ એક ડરામણી જગ્યાના રૂપમાં ઓળખવામાં આવે છે. આ શરૂઆતમાં એક રોયલ એર ફોર્સ હોસ્પિટલ હતી, પરંતુ પછી તે જગ્યા પર જાપાની સૈનિકોએ પોતાનો કબજો જમાવી લીધો અને લોકોને અહીં તડપાવવા લાગ્યા. અહીં આવનાર લોકોને ઘણી અલૌકિક વસ્તુઓ જોવા મળી છે.

અસરાત પાગલખાનું, ઓસ્ટ્રેલિયા

અસરાત પાગલખાનું, ઓસ્ટ્રેલિયા

આ ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું પાગલખાનું હતું. અહીં દુનિયાના સૌથી હિંસક અને ખતરનાક સાઇકોટિક્સ લાવવામાં આવતા હતા, જેના પર ડોક્ટર્સ વિચિત્ર ભયાનક ઉપચારની રીત પ્રયોગ કરતા હતા. આ હોસ્પિટલ કુલ 130 વર્ષ સુધી ખુલી રહી હતી, જેમાં લગભગ 13 હજાર રોગીઓનું મોત નિપજ્યું હતું.

ટાઉનટન સ્ટેટ હોસ્પિટલ, મૈસાચુસેટ્સ

ટાઉનટન સ્ટેટ હોસ્પિટલ, મૈસાચુસેટ્સ

અમેરિકામાં આ હોસ્પિટલને લગભગ 1854માં બનાવવામાં આવી હતી. તેની કહાણી ખૂબ જ વિચિત્ર છે. અહીંયા એક રોગી હતી જેનું નામ જેન ઓપન. તેનું કહેવું હતું કે જ્યારે તે નર્સ હતી ત્યારે તેણે 31 લોકોની હત્યા કરી દીધી હતી. આ ઉપરાંત એમપણ કહેવામાં આવે છે કે અહીંયા દાખલ કરવામાં આવેલા દર્દીઓને હોસ્પિટલના ભોંયરામાં લઇ જઇને ડોક્ટર અને નર્સો દ્વારા તેમના પર શૈતાની અનુષ્ઠાન કરવામાં આવતા હતા.

Read more about: life જિંદગી
English summary
Let us have a look at these horrifying hospitals in the world which will make your blood go cold with fear:
Story first published: Wednesday, February 8, 2017, 10:50 [IST]
X
Desktop Bottom Promotion