For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tips: ટ્રાયલ રૂમમાં કેવી રીતે ચેક કરશો હિડન કૅમેરા ?

By Lekhaka
|

આજ-કાલ આપણે બહુ સ્માર્ટ થઈ ગયાં છીએ, પરંતુ આપણી સ્માર્ટનેસ શોપિંગ સ્ટોરનાં ટ્રાયલ રૂમમાં જરાય નથી દેખાતી કે જેનો ભોગ બાદમાં બનવો પડે છે.

આજ-કાલ જ્યાં જુઓ, ત્યાં ન્યૂઝ ચાલતા રહે છે કે ટ્રાયલ રૂમમાં હિડન કૅમેરા લાગેલો હોવાનાં કારણે કપડાં ચેંજ કરતી છોકરીનો વીડિયો બની ગયો.

હવે જ્યારે કૅમેરા છુપાવી વીડિયો બનાવનાર લોકો આટલા સ્માર્ટ છો, તો આપણે છોકરીઓએ તેમનાથી ચાર ગણું સ્માર્ટ બનવું જ પડશે.

આજે આ આર્ટિકલ માત્ર છોકરીઓ માટે જ વાંચવું જરૂરી નથી, પણ તેવા દરેક માતા-પિતા અથવા ભાઈ-સંબંધીઓ પણ વાંચવું જોઇએ કે જેમનાં ઘરે દિકરીઓ છે.

કૅમેરા રૂમમાં ક્યાંક છુપાવી શકાય છે. હવે આવો જાણીએ કે છોકરીઓ ટ્રાયલ રૂમની અંદર હિડન કૅમેરાને કેવી રીતે ઓળખી શકે છે ?

અસલી અરીસાની ઓળખ

અસલી અરીસાની ઓળખ

આજ-કાલ ટ્રાયલ રૂમમાં લાગેલા અરીસા નકલી હોય છે કે જેમાં કોઈ પણ માણસ આપને બીજી તરફથી જોઈ શકે છે. અસલી અરીસાની ઓળખાણ કરવા માટે પોતાની આંગળીને અરીસા પર રાખો. જો અરીશા અને આંગળી વચ્ચે ગૅપ રહે, તો તે અસલી અરીસો છે, પરંતુ જો અરીસા પર મૂકાયેલી આંગળી વચ્ચે કોઈ ગૅપ નથી અને તે જોડાયેલી છે, તો તે નકલી છે.

અસલી અરીસાની ઓળખ આમ પણ

અસલી અરીસાની ઓળખ આમ પણ

જો અરીસાને ઠોકતા ખાલી ડબ્બાનો અવાજ આવે, તો સમજો કે તે અરીસા પાછળ કૅમેરા લાગેલો છે અથવા પછી ત્યાં કોઈ આપને જોઈ શકે છે.

ફોનમાં નેટવર્ક નહીં આવે

ફોનમાં નેટવર્ક નહીં આવે

જો આપ ટ્રાયલ રૂમમાં ઘુસીને કોઈને ફોન કરો અને નેટવર્ક ન આવે, તો સમજી જાઓ કે ત્યાં ક્યાંક કૅમેરા ફિટ છે.

રૂમમાં અંધારૂ કરીને જુઓ

રૂમમાં અંધારૂ કરીને જુઓ

ટ્રાયલ રૂમમાં જતા જ ત્યાની લાઇટો બંધ કરી દો. પછી જુઓ કે ક્યાંક કોઇક ખૂણામાં રેડ કે પછી ગ્રીન લાઇટ તો નથી ચાલુ ? જો એવું દેખાય, તો સમજો કે રૂમમાં કૅમેરા છે, કારણ કે તે કૅમેરાની જ લાઇટ હશે.

ક્યાંક કૅમેરામાંથી અવાજ તો નથી આવતો

ક્યાંક કૅમેરામાંથી અવાજ તો નથી આવતો

કેટલાક હિડન કૅમેરા મોશન સેંસેટિવ હોય છે કે જે જરાક આહટ સાંભળતા જ પોતાની મેળે ઑન થઈ જાય છે અને ખૂબ જ ધીમો અવાજ કરવા લાગે છે.

કૅમેરા ડિટેક્ટર ખરીદો

કૅમેરા ડિટેક્ટર ખરીદો

હિડન કૅમેરાને ડિટેક્ટર વડે પણ ઝડપી શકાય છે. આપને માર્કેટમાં આરએફ સિગ્નલ ડિટેક્ટર કે બગ ડિટેક્ટર આરામથી મળી જશે. આ ડિવાઇસોની મદદથી આપ સતર્ક થઈ શકો છો.

ક્યાં સંતાયેલા હોય છે કૅમેરા ?

ક્યાં સંતાયેલા હોય છે કૅમેરા ?

ફોટો ફ્રેમની પાછળ, કપડા લટકાવવાનાં હુકમાં, માથે લાગેલા પંખાની અંદર, ફૂલનાં કુંડા કે અરીસાની જ અંદર.

English summary
Here are some tips to ensure whether the trial room you are using is safe or not.
Story first published: Monday, December 19, 2016, 10:47 [IST]
X
Desktop Bottom Promotion