For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મરતા પહેલા જરૂર ખાવો આ 10 બિહારી વાનગીઓ

By
|

ભારતની ઓળખ તેની સંસ્કૃતિથી થાય છે કે જ્યાં જાત-જાતનાં તહેવારો ઉજવાય છે. તહેવારો છે તો અહીંનાં સ્વાદિષ્ટ પકવાનો કેવી રીતે ભૂલી શકાય. દરેક રાજ્યની પોતાની ખાસિયત છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, તમામ જગ્યાઓના પોતાના સ્વાદ અને પોતાની વિશેષતા છે.

પૂરણ પૂરી હોય કે દાળ-બાટી, તંદૂરી રોટી હોય કે શાહી પુલાવ, પંજાબી ફૂડ હોય કે મારવાડી ફૂડ. આ બધુ સાંભળતા જ આપણા સૌનાં મોઢામાં પાણી આવી જાય છે. તો આવો આજે અમે કેટલીક એવી જ વાનગીઓની વાત કરીએ કે જે બિહારમાં ખૂબ જ જાણીતી છે.

લિટ્ટી ચોખા

લિટ્ટી ચોખા

લિટ્ટી જોવામાં તો બાટી જેવી લાગે છે, પરંતુ બંનેમાં બહુ ફરક છે. લિટ્ટીને લોટની અંદર સતવો (સત્તૂ) ભરીને બનાવવામાં આવે છે અને તે રિંગણા, બટાકા તથા ટામેટાને મિક્સ કરી ચોખા તૈયાર કરીને કરવામાં આવે છે અને લિટ્ટી સાથે બહુ પ્રેમથી ખાવામાં આવે છે.

ઠેકુઆ

ઠેકુઆ

આ મીઠુ પકવાન છે કે જે તહેવારો દરમિયાન બનાવાય છે. તેને બનાવવું ખૂબ સરળ છે. ગોડ તથા લીલી એલચીને પીસીને પાણીમાં ઘોળી લો. લોટમાં 4 મોટી ચમચી ઘી, ગોડનું પાણી તથા નાળિયેર નાંખીને રોટલીના આટાની જેમ ગૂંથી લો. ગૂંથેલા મિશ્રણનું નાનકડુ પેંડુ બનાવી સંચા પર રાખો. સંચામાંથી કાઢીને ગરમ ઘીમાં લાલ થવા સુધી તળો. ઠંડુ થયા બાદ સર્વ કરો.

ખાજા

ખાજા

ખાજા એક પ્રકારની વાનગી છે કે જે મેદું, ખાંડ, ઘી અને ડાલ્ડા વડે બનાવવામાં આવે છે. તે પૂર્વી ભારતનાં બિહાર, ઓડિશા તથા બંગાળમાં ખૂબ લોકપ્રિય છે.

શક્કરપારા

શક્કરપારા

ગળ્યા શક્કરપારા ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. શક્કરપારાની ઉપર ચઢેલા ખાંડના મીઠા પડ તેના સ્વાદની ખાસિયત છે. તે મોટાભાગે બિહાર તથા રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે.

માલપુઆ

માલપુઆ

માલપુઆ ઉત્તર ભારત તથા બિહારમાં બનાવાતી રૅસિપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે. માલપુઆને રબડી કે ખીર સાથે પણ ખાવામાં આવે છે. તેને ખીરપુઆ પણ કહે છે.

કઢી

કઢી

કઢી-ભાત ઉત્તર ભારત તથા બિહારનું એક ખૂબ જ પસંદ કરાતો કોંબો છે. સામાન્ય રીતે તેને બપોરનાં ખાવામાં જ સર્વ કરાય છે, કારણ કે બેસનની તાસીર થોડીક ભારે હોય છે. કઢી પણ ઘણા પ્રકારની હોય છે. કેટલાક લોકો તેમાં ભજિયા નાંખે છે, તો કેટલાક શાકભાજી. જેવુ આપનું મન, તેવી કઢી.

 દાળ-પૂરી

દાળ-પૂરી

પૂરી તો આપણે સૌ જાણીએ છીએ, પણ દાળ-પૂરી ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેને ગૂંથેલા લોટની લોઈ બનાવી તેમાં પીસેલી દાળ ભરવામાં આવે છે અને પછી તેને તેલમાં તળવામાં આવે છે. હવે આપ તેને ઇચ્છો, તો એવું જ ખાવો કે પછી શાક સાથે.

કાળા જાંબુ

કાળા જાંબુ

કાળા જાંબુ એક પ્રકારની વાનગી છે કે મેદુ, દહીં તેમજ ખાંડથી બનાવવામાં આવે છે. અને તેને મોટાભાગનાં લોકો ખાધા બાદ ખાવાનું પસંદ કરે છે.

પરવળની મિઠાઈ

પરવળની મિઠાઈ

પરવળની મિઠાઈ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, તેને તૈયાર કરવું પણ એટલું જ આસાન છે. આ ડિશ આપના પરિવારનાં સેલિબ્રેશનને તો શાનદાર બનાવશે જ, ઘરે આવતા મહેમાનો માટે પણ ખાસ હશે.

 બાલૂશાહી

બાલૂશાહી

બાલૂશાહી એક પ્રકારનું કવાન છે કે જે મેદુ અને ખાંડથી બને છે. બાલૂશાહી મેદા લોટથી બને છે અને ઘેરા ઘીમાં તળવામાં આવે છે. તે પછી તેને ખાંડની ચાસણીમાં ડુબાડવામાં આવે છે. ઠંડુ થયા બાદ ખાવો.

English summary
Bihari cuisine is definitely scrumptious, mouth-watering and drool-inducing. Here are some Bihari Dishes to try before you die.
X
Desktop Bottom Promotion