For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુવાન અને સુંદર દેખાવા માટે અપનાવો આ 10 ટીપ્સ!

|

[લાઇફસ્ટાઇલ] શું આપ આપની વધતી ઉંમર અને ચહેરાની ચમક ખોવાઇ જવાથી ડરો છો? જો હા, તો અમે આપને હંમેશા યુવાન અને સુંદર રહેવા માટે કેટલીંક ટિપ્સ બતાવીશું જેને આપ આપની દિનચર્યામાં સામેલ કરીને ફાયદો ઉઠાવી શકો છો.

આપ શું ખાવ છો, કેવી રીતે રહો છો અને શું વિચારો છો, તે આપના ચહેરા, હાથ અને શરીર અને અન્ય ભાગો પર ખૂબ જ અસર કરે છે. બજારમાં વેચાતા જાત-ભાતના બ્યૂટી પ્રોડક્ટથી દૂર રહેવું અને પ્રાકૃતિક રીતો અપનાવવી.

આ તમામ ખૂબ જ સરળ પ્રક્રિયાઓ છે જેને આપ દરરોજ કરી શકો છો. આવો જાણીએ શું છે તે રીતો જેનાથી આપ દરેક વખતે યુવાન બની રહી શકો છો.

પૂરતી ઊંઘ લેવી

પૂરતી ઊંઘ લેવી

આપ આને બ્યૂટી સ્લીપ પણ કહી શકો છો કારણ કે આ આપની સુંદરતામાં ચારચાંદ લગાવી દેશે. સારી ઊંઘથી આપનું શરીર થાક રહિત બનશે અને હાર્મોન પણ બેલેંસ રહેશે.

સનસ્ક્રીનનો ઉપયોગ

સનસ્ક્રીનનો ઉપયોગ

સનસ્ક્રીન લગાવવામાં ક્યારે પણ ખચકાવો નહીં. તે આપની ત્વચાને ઘરડી થવાથી બચાવે છે.

મોઇસ્ચરાઇઝર

મોઇસ્ચરાઇઝર

ચહેરા અને હાથો માટે અલગ મોઇસ્ચરાઇઝર હોવું જોઇએ, કારણ કે આપના હાથ ઉંમરથી ઘણા મોટા લાગે છે.

દાંત

દાંત

મૌખિક સ્વાસ્થ્ય બનાવી રાખવી ખૂબ જ જરૂરી છે. દાંતોને પીળાશથી મૂક્તી આપવા માટે એવા આહારથી દૂર રહો જે દાગ લગાવે.

વાળની દેખભાળ

વાળની દેખભાળ

વાળ પર કઠોર શેમ્પૂના સ્થાને પ્રાકૃતિક શેમ્પૂનો પ્રયોગ કરો. વાળ પર ક્યારેય આયરન અને હેર ડ્રાયરનો પ્રયોગ કરવો જોઇએ નહીં.

નખની દેખભાળ

નખની દેખભાળ

અમે શરીરના અન્ય ભાગને હાઇલાઇટ કરવાના ચક્કરમાં પોતાના નખોને ભૂલી જઇએ છીએ. પરંતુ પોતાની આંગળીઓ તથા નખની કેર કરવી પણ એટલી જ જરૂરી છે.

વ્યાયામ

વ્યાયામ

રોજ દિવસમાં 30 મિનિટ વ્યાયામ કરો. તેનાથી આપનું હૃદય હંમેશા સ્વસ્થ રહેશે અને ત્વચા જવાન બની રહેશે.

ડાયેટમાં સોડિયમ

ડાયેટમાં સોડિયમ

એવા ખાદ્ય પદાર્થથી દૂર રહે જેનાથી પેટમાં હમેશા ફૂલેલું અનુભવાય. ડાયેટમાં વધારે મીઠું ખાવાથી ચેહેરા તથા શરીર હંમેશા સૂજેલું રહે છે.

હેલ્ધી ફૂડ

હેલ્ધી ફૂડ

દોડ-ભાગવાળા જીવનમાં એક બેલેંસ ડાયેટ હોવું જરૂરી છે. તમારા આહારમાં ઘણું બધું એંટી એજિંગ એંટીઓક્સીડેંટવાળો આહાર સામેલ કરો.

યોગા

યોગા

યોગા અથવા ધ્યાન આપના મનને શાંત કરે છે તથા રોગને દૂર કરવામાં મદદ કરે છે. આપને જ્યારે પણ તમારા કામમાંથી સમય મળે, ત્યારે યોગા કરો. તેનાથી આપ હંમેશા યુવાન બની રહેશો.

English summary
There are certain lifestyle changes that makes one look younger. Check out how lifestyle changes can make one look younger.
Story first published: Thursday, April 30, 2015, 20:42 [IST]
X
Desktop Bottom Promotion