For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એડીઓનાં દુઃખાવામાંથી તરત આરામ અપાવે આ પ્રાકૃતિક ઉપચારો

By Super Admin
|

જેમ-જેમ આપની ઉંમર વધતી જાય છે, તેમ-તેમ આપના પગ ચપટા અને પહોળા થઈ જાય છે. તેનાથી પગની પટ્ટી પર બહુ વધુ તાણ પડે છે અને પગોની પૅડિંગ ઓછી થવા લાગે છે.

જેમ-જેમ ઉંમર વધે છે, તેમ-તેમ અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ આવે છે. કેટલીક નાની-મોટી સમસ્યાઓ હોય છે, તો કેટલીક ગંભીર પણ હોઈ શકે છે. જો આ ગંભીર સમસ્યાઓ પર ધ્યાન ન આપવામાં આવે, તો તે ઘાતક સાબિત થઈ શકે છે.

વયસ્કોમાં થતી એક સામાન્ય સમસ્યા એડીઓનો દુઃખાવો છે. આ દુઃખાવો વિવિધ પ્રકારનો હોઈ શકે છે; કોઇકને બહુ હળવો દુઃખાવો થાય છે, તો કોઇકને બહુ વધારે.

તો જો આપ પણ આ સમસ્યાથી ગ્રસ્ત છો, તો ગભરાવો નહીં. કેટલાક એવા ઘરગથ્થુ ઉપચારો છે કે જેનાથી આપ એડીઓનાં દુઃખાવાને અસરકારક રીતે ઓછો કરી શકો છો. આ લેખમાં અમે એડીઓનાં ઉપચાર માટે એક ઉત્તમ ઘરગથ્થુ ઉપચાર જણાવ્યો છે.

તેના ઉપચાર પહેલા એ જાણી લેવું આવ્ક છે કે વયસ્કોમાં એડીઓમાં દુઃખાવો થવાનું કારણ શું છે.

જેમ-જેમ આપની ઉંમર વધે છે, તેમ-તેમ આપનાં પગ ચપટા અને પહોળા થતા જાય છે. તેનાથી પગોની પટ્ટી પર વધુ તાણ પડે છે અને પગોની પૅડિંગ ઓછી થવા લાગે છે. તેથી એડીઓના હાડકાઓ પર બહુ વધુ દબાણ અને તાણ પડે છે કે જેનાં કારણે હાડકામાં દુઃખાવો થવા લાગે છે.

જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધે છે, તેને પોતાનાં આહારનું ધ્યાન રાખવું જોઇએ અને કસરત કરવી જોઇએ કે જેથી આરોગ્ય સંબંધી સમસ્યાઓમાંથી બચી શકાય.

અહીં એડીનાં દુઃખાવા માટે એક ઉત્તમ ઘરગથ્થુ ઇલાજ બતાવવામાં આવ્યું છે. આવો જોઇએ.

natural remedies for heel pain

#1.

મધ્યમ આકારનો આદુ લો, તેને છોલો અને પછી તેને ટુકડામાં કાપો.

#2.

2 કપ પાણી ઉકાળો.

#3.

આ ઉકળા પાણીમાં આદુનાં ટુકડાં નાંખો અને તેને મધ્યમ આંચ પર 5-7 મિનિટ સુધી ઉકાળો.

#4.

તેમાં લિંબુનાં રસનાં કેટલાક ટીપા અને એક ચમચી મધ પણ મેળવી શકાય છે (આ જરૂરી નથી).

#5.

દિવસમાં 3-4 વખત આ આદુ વાળી ચાનું સેવન કરો.

આપ રસોઈ બનાવતી વખતે કાચા સમારેલા આદુનો ઉપયોગ પણ કરી શકો છો. એડીઓ પર આદુનાં તેલથી દિવસમાં બે વાર માલિશ કરવાથી પણ આરામ મળે છે.

English summary
Heel pain is one of the most common health problems faced by the elderly. The best way to deal with this problem is to take up natural remedies.
Story first published: Friday, March 31, 2017, 10:30 [IST]
X
Desktop Bottom Promotion