For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 10 ઉપાયોથી મેળવો ગુપ્તાંગની ખંજવાળથી છુટકારો

By KARNAL HETALBAHEN
|

બાળકને જન્મ આપવાની ઉંમરમાં મહિલાઓને મોટાભાગે એક સામાન્ય સંક્રમણનો સામનો કરવો પડે છે, આ સંક્રમણ છે ગુપ્તાંગોમાં ખંજવાળ. પુરુષોની તુલનામાં મહિલાઓમાં આ સમસ્યા વધારે હોય છે. સાફ સફાઈ રાખ્યા પછી પણ ઘણી મહિલાઓને ગુપ્તાંગોમાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ જાય છે.

જો તમે પણ ગુપ્તાંગોની ખંજવાળથી છુટકારો મેળવવા વિશે વિચારી રહ્યા છો તો તેના માટે ઘણા ઘરેલું ઉપચાર ઉપલબ્ધ છે જે પ્રભાવશાળી રીતે કામ કરે છે અને ખંજવાળને તરત જ દૂર કરે છે. ના ફક્ત ખંજવાળ, કેટલીક મહિલાઓને દુખાવો, સોજો અને બળતરાની સમસ્યા પણ હોય છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે વજાઈનાની આસપાસ સારા બેક્ટેરીયાની તુલનામાં ખરાબ બેક્ટેરિયાની સંખ્યા વધારે થઈ જાય છે.

ગુપ્તાંગોમાં ખંજવાળ અસુવિધાજનક હોય છે. જ્યારે તમને જાણવા મળે છે કે તમને આ પ્રકારની સમસ્યા છે તો સૌથી પહેલા તમારા મગજમાં વિચાર આવે છે કે તેનાથી કેવી રીતે છુકારો મેળવી શકાય.

જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો ર્ડોક્ટરની પાસે જરૂર જાઓ. જો તેનો ઉપચાર ના કરવામાં આવ્યો તો તેનાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. અહીં ગુપ્તાંગોની ખંજવાળના ઉપચાર હેતુ ૧૦ ઘરગથ્થું ઉપાય જણાવવામાં આવ્યા છે. આવો જોઈએ:

૧. કોલ્ડ કોમ્પ્રેસ:

૧. કોલ્ડ કોમ્પ્રેસ:

બરફના થોડા ટુકડાં લો, તેને સાફ કપડાંમાં લપેટો અને પછી પ્રભાવિત જગ્યા પર રાખો. તેનાથી ખંજવાળમાં આરામ મળે છે. તેને લગભગ ૧-૨ મિનીટ સુધી કરો.

૨. એપ્પલ સાઈડર વિનેગર:

૨. એપ્પલ સાઈડર વિનેગર:

એપ્પલ સાઈડર વિનેગર પોતાના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણના કારણે જાણીતા છે. ગરમ પાણીના ભરેલા એક કટોરામાં એપ્પલ સાઈડર વિનેગર મેળવો. વજાઈનલ ભાગને આ મિશ્રણથી ધોવો. તેનાથી વજાઈનામાં પીએચ સંતુલન બની રહે છે અને ખંજવાળ ઓછી થાય છે.

૩. લસણ:

૩. લસણ:

લસણ તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણો માટે જાણીતું છે. વિટામીન ઈ ઓઈલમાં લસણનું મિક્સ કરીને લગાવો. તેને લગભગ ૫-૭ મિનીટ સુધી લગાવીને રાખો પછી ગરમ પાણીથી ધોઈ લો. તેનાથી ખંજવાળમાં આરામ મળે છે.

૪. દહી:

૪. દહી:

દહીના કટોરામાં ટેમ્પૂન ડુબાડો. આ ટેમ્પૂનને વજાઈનલના ભાગમાં લગભગ અડધા કલાક સુધી રાખો અને પછી પાણીથી સારી રીતે ધોઈ લો. તેનાથી ખંજવાળમાં આરામ મળે છે. તેના ઉપરાંત દરરોજ એક કપ દહીનું સેવન કરવાથી બેક્ટેરિયા દૂર થાય છે.

૫. તુલસી:

૫. તુલસી:

તુલસી એક મહત્વપૂર્ણ જડીબુટ્ટી છે જે પ્રાચીનકાળથી તેના એન્ટીબેક્ટેરિયલ ગુણો માટે જાણીતી છે. તુલસીના થોડા પાન લો, તેને પાણીમાં નાંખીને ઉકાળો પછી ગાળી લો. આ પાણીને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. તેનાથી ઈન્ફેક્શનને દૂર કરવામાં તરત જ સહાયતા મળે છે.

૬. મીંઠાનું સ્નાન:

૬. મીંઠાનું સ્નાન:

એક ડોલ પાણીમાં ૨-૩ ચમચી મીંઠુ નાંખો. આ પાણીથી નહાવો અને આ પાણીમાં લગભગ ૧૦ મિનીટ સુધી પલાઠી વાળીને બેસો. તેનાથી ગુપ્તાંગોની ખંજવાળમાં આરામ મળે છે.

૭. મધ

૭. મધ

મધ માઇક્રોબિયલ ઈન્ફેક્શન માટે સારો ઉપાય છે. મધના થોડા ટીંપા લો અને તેને પ્રભાવિત ક્ષેત્ર પર લગભગ અડધો કલાક સુધી લગાવીને રાખો. પછી ગરમ પાણીથી ધોઈ લો. એવું દિવસમાં બે વખત કરો. તેનાથી ખંજવાળના ઉપાયમાં મદદ મળે છે.

૮. લીમડો:

૮. લીમડો:

લીમડો તેના એન્ટી બેક્ટેરીઅલ અને એન્ટી ફંગલ ગુણ માટે જાણીતો છે. લીંમડાના થોડા પત્તા લો અને તેને પાણીમાં ઉકાળો. તેને ગાળીને પછી તે પાણીથી વજાઈનલ ભાગને ધોવો. તેનાથી ગુપ્તાંગની ખંજવાળથી આરામ મળે છે.

૯. કેનબેરી જ્યૂસ:

૯. કેનબેરી જ્યૂસ:

કેનબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે બેક્ટેરિયલ અને યીસ્ટ ઈન્ફેક્શનના ઉપચારમાં મદદરૂપ છે. દરરોજ એક ગ્લાસ કેનબેરી જ્યૂસનું સેવન કરવાથી સંક્રમણથી તરત જ આરામ મળે છે.

૧૦. એલોવેરા:

૧૦. એલોવેરા:

એલોવેરામાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે, અંતમાં: ગુપ્તાંગોમાં સંક્રમણ માટે આ એક સારો ઘરગથ્થું ઉપાય છે. એલોવેરાનો એક તાજો ટુકડો લો, તેની ઉપરી પરતને કાપી દો અને પછી તેને પ્રભાવિત જગ્યા પર લગાવો. તે સંક્રમણથી આરામ અપાવે છે.

English summary
Despite maintaining hygiene, many of us contract infections around the genital region. So for conditions like this, there are a few home remedies that help.
Story first published: Wednesday, March 22, 2017, 11:21 [IST]
X
Desktop Bottom Promotion