For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાળ ખરતા હોય તો ડુંગળીનો રસ લગાવો

By Karnal Hetalbahen
|

જો તમે જુદા-જુદા નુસખા અજમાવીને થાકી ગયા છો અને તો પણ તમારા વાળ ખરતા બંધ નથી થઈ રહ્યા તો હેરાન થવાની જરુર નથી, કેમકે તમારે હજુ એક નુસખો અજમાવવાનો બાકી રહી ગયો છે. ડુંગળી જેને ફક્ત ખાવાથી જ ફાયદો નથી થતો પરંતુ વાળમાં લગાવાવાથી પણ સારો ફાયદો થાય છે. મોંઘા સ્પા ટ્રીટમેન્ટ લો એનાથી સારું રહેશે કે તમે એક વાર તમારા વાળમાં ડુંગળી લગાવીને જોવો. ડુંગળીને ઘણી સામગ્રીઓના સાથે મેળવીને લગાવી શકાય છે. ચાલો જાણીએ કે વાળ ખરવાની સમસ્યાને રોકવા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

વાળ ખરતા હોય તો ડુંગળીનો રસ લગાવો

આ રીતે લગાવો ડુંગળી-

૧. ડુંગળીનો રસ-
તેને તૈયાર કરવા માટે ડુંગળીને મિક્સરમાં પીસી લો અને રસ નીકાળી લો. તેને લગાવવા માટે વાળને ગરમ ટુવાલથી ઢાંકીને અડધો કલાક માટે રાખો. પછી ડુંગળીના રસને માથાના વાળ અને મૂળમાં સારી રીતે લગાવો.

૨. ડુંગળી અને મધ-
ડુંગળીના રસને તમારા માથામાં લગભગ પોણા કલાક માટે રાખો ત્યારબાદ મધને હાથમાં લઇ મૂળમાં લગાવો. તેનાથી ડુંગળીની વાસ ઓછી થઈ જશે. હવે વાળને કોઈ હળવા શેમ્પુથી ધોઈ લો.

૩. ડુંગળી અને બીયર હેર પેક-
ડુંગળીના રસને નીકાળ્યા પછી જે તેનો બચેલો ભાગ વધ્યો છે તેમાં નારિયેળ તેલને મેળવીને જેલ બનાવી લો. હવે આ મિશ્રણમાં એક કપ બિયર મેળવી લો અને લગાવી લો. બીયર તમારા વાળને પ્રાકૃતિક રીતે ચમકદાર બનાવશે. નારિયેળ તેલ તમારા વાળની મૂળને પોષણ આપશે.

૪. ડુંગળી અને રમ-
તેના માટે આખી રાત તમારે એક રમના ગ્લાસમાં ઘસેલી ડુંગળીને નાખીને રાખવી પડશે. સવારે આ મિશ્રણને ગાળીને તમારા માથામાં તેની માલિશ કરો. તેનાથી તમારા વાળને મજબૂતી મળશે અને જલદી થી જલદી વાળ ઉગવાનું શરૂ થઈ જશે.

English summary
If you have been having trouble with hair fall, then Onion Recipes are one of the best remedies for hair loss.
X
Desktop Bottom Promotion