For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખાવો એવા ફૂડ કે જે આપને શિયાળામાં એલર્જીથી બચાવે

By Lekhaka
|

શિયાળાની ઋતુ એમ તો બહુ સોહામણી લાગે છે, પરંતુ બીમારીઓ ઉભરવા માટે આ ઋતુ સૌથી વધુ અનુકૂળ હોય છે.

શિયાળાની ઋતુ એમ તો બહુ સોહામણી લાગે છે, પરંતુ બીમારીઓ ઉભરવા માટે આ ઋતુ સૌથી વધુ અનુકૂળ હોય છે.

નાનાકડી બેદરકારીથી આપ શિયાળામાં એલર્જીનો ભોગ બની શકો છો. તેથી સાવધ રહો. એલર્જી આજનાં જીવનમાં ખૂબ ઝડપથી વધી રહી છે કે જે આરોગ્ય માટે પરેશાનીનું કારણ છે.

એલર્જી કોઈ પણ પદાર્થથી, ઋતુનાં પરિવર્તનથી થઈ શકે છે. એલર્જીનાં કારણોમાં ધૂળ, ધુમાડો, માટી, પાલતૂ કે અન્ય જાનવરોનાં સમ્પર્કમાં આવવાથી, કીડા-મકોડા દ્વારા કાટવાથી, એલર્જી નાક, આંખ, શ્વસન પ્રણાલી અને ત્વચામાં થાય છે.

તેથી આજે અમે આપને કેટલાક એવા ખાદ્ય પદાર્થો જણાવવા જઈ રહ્યાં છે કે જે આપને આ શિયાળામાં કોઈ પણ જાતની એલર્જીથી બચાવશે.

1. લસણ

1. લસણ

લસણ એક એંટી એલર્જી ખાદ્ય પદાર્થ છે કે જેમાં એંટી-ઑક્સીડંટ ગુણો હોય છે કે જે માણસની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને કોઈ પણ જાતની એલર્જીથી બચાવે છે. આપ દિવસનાં ભોજનમાં લસણની એક કળી ખાઈ શકો છો કે પછી બે કાચી કળીઓ રોજ ખાઈ શકો છો.

2. હળદર

2. હળદર

હળદર એક પ્રાકૃતિક એંટી-ઑક્સીડંટ છે કે જેમાં એંટી ઇન્ફ્લૅમટૉરી ગુણો હોય છે. શિયાળામાં કોઈ પણ જાનતી એલર્જીથી બચવા માટે દરરોજ એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર પાવડર નાંખી પીવો.

 3. આદુ

3. આદુ

આદુમાં એંટી-ઑક્સીડંટ અને એંટી-ઇન્ફ્લૅમટૉરી ગુણો હોય છે કે જેનાથી એલર્જી નથી થતી. તેના માટે દરરોજ બે કપ આદુ ધરાવતી ચા પીવો અને આ શિયાળામાં કોઈ પણ જાતની એલર્જીને દૂર ભગાવો.

4. લિંબુ

4. લિંબુ


લિંબુમાં વિટામિન સી હોય છે કે જે ઇમ્યુનિટી વધારે છે. તેનાથી એલર્જી સામે લડવામાં મદદ મળે છે. તેના માટે લિંબુને પાણીમાં સારી રીતે નિચોવી લો અને આખો દિવસ આ જ પાણી પીવો.

5. અળસી

5. અળસી

તેમાં ઓમેગા-3 ફૅટી એસિડ હોય છે કે જે એલર્જી રોકવામાં મદદ કરે છે. તેને ાપ પોતાનાં આહાર અને સલાડમાં ખાઈ શકો છો કે પછી એક ચમચી ગરમ દૂધ સાથે પી શકો છો.

6. શક્કરિયા

6. શક્કરિયા

તેમાં પોટેશિયમ, વિટામિન બી-6 અને બીટા કૅરોટીન સારા પ્રમાણમાં હોય છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે કે જેથી ઘણી બધી એલર્જીઓમાંથી બચી શકાય છે.

 7. સફરજન

7. સફરજન

સફરજનમાં કેર્સ્ટિન નામનો પદાર્થ હોય છે કે જે રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. તેનાથી કોઈ પણ જાતની એલર્જીથી બચી શકાય છે. દરરોજ એક સફરજાન ખાવો અથવા એક ગ્લાસ સફરજનનું જ્યુસ પીવો. તેનાથી આપને એલર્જી નહીં થાય.

8. ગ્રીન ટી

8. ગ્રીન ટી

ગ્રીન ટીમાં એંટી-ઑક્સીડંટ ગુણો હોય છે કે જે ઇમ્યુનિટી વધારે છે. દરરોજ બે કપ ગ્રીન ટી પીવો. તે આપને ઘણી બધી એલર્જીઓમાંથી બચાવશે કે જે આપને શિયાળામાં થઈ શકતી હોય.

English summary
If you are looking out for a way to prevent allergies during the winter season then you need to read this article.
Story first published: Thursday, December 15, 2016, 13:09 [IST]
X
Desktop Bottom Promotion