For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીળા-સફેદ રંગનાં નખોને ન કરો ઇગ્નોર, આમ કરો ઉપચાર

By Super Admin
|

નખોની રંગહીનતા સામાન્યતઃ ત્યારે થાય છે કે જ્યારે આપનાં શરીરમાં હૉર્મોન્સનાં અસંતુલનનાં કારણે કે નખોમાં ચેપનાં કારણે નખો પીળા, સફેદ કે લીલા દેખાવા લાગે છે.

નખોની રંગહીનતા સામાન્યતઃ ત્યારે થાય છે કે જ્યારે આપનાં શરીરમાં હૉર્મોન્સનાં અસંતુલનનાં કારણે કે નખોમાં ચેપનાં કારણે નખો પીળા, સફેદ કે લીલા દેખાવા લાગે છે. લગભગ 50 ટકા લોકો ફંગસ કે એલ્ગીનાં ચેપનાં કારણે નખોની રંગહીનતાથી ગ્રસ્ત હોય છે. નખોની રંગહીનતાનું કારણ કોઈ પણ હોય, તે હકીકતમાં ખૂબ જ ક્ષોભજનક હોય છે જો આપના નખો પીળા રંગનાં હોય.

ખેર, એવા લોકો કે જેઓ નખોની રંગહીનતાથી ગ્રસ્ત છે, તેમના માટે અંહી કેટલાક સરળ ઘરગથ્થુ ઉપચાર જણાવવામાં આવ્યાં છે કે જેથી આપ આ સ્થિતિનો પ્રાકૃતિક રીતે ઉપચાર કરી શકો.

લિંબુ

લિંબુ

લિંબુમાં એંટી-બૅક્ટીરિયલ અને એંટી-ફંગલ ગુણો હોય છે કે જેથી તે નખોનાં પીળા અને સફેદ ધબ્બાઓનો ઉપચાર કરવામાં સહાયકારક હોય છે. લિંબુમાં એસ્ટ્રેંજન્ટનાં ગુણો પણ હોય છે. માટે તે નખોની સફાઈ કરે છે અને તેમને રંગહીન થવામાંથીબચાવે છે. એક વાટકામાં બે ગ્લાસ હુંફાળુ ગરમ પાણી લો. તેમાં થોડીક ચમચી લિંબુનો રસ મેળવો અને નખો તેમાં ડુબાડીને રાખો. આવું 10-15 મિનિટ સુધી કરો અને પછી તેલથી નખોને મૉઇશ્ચરાઇઝ કરો.

ઑરેંજ એસેંશિયલ ઑયલ

ઑરેંજ એસેંશિયલ ઑયલ

નખોની રંગહીનતા માટે ઑરેંજ એસેંશિયલ ઑયલ એક બીજો મહત્વનો ઉપચાર છે. ઑરેંજ એસેંશિયલ ઑયલમાં એંટી-બૅક્ટીરિયલ અને એંટી-ઇન્ફ્લેમૅટરી ગુણો હોય છે. માટે તે નખોની રંગહીનતા માટે જવાબદાર ફંગસ નષ્ટ કરે છે. થોડુંક ઑરેંજ એસેંશિયલ ઑયલ લો અને તેને થોડીક વાર ગરમ કરો. આ તેલથી પોતાનાં નખોની માલિશ કરો અને પછી હુફાળા પાણીથી ધોઈ નાંખો.

હાઇડ્રોજન પૅરૉક્સાઇડ

હાઇડ્રોજન પૅરૉક્સાઇડ

હાઇડ્રોજન પૅરૉક્સાઇડમાં વ્હાઇટનિંગ ગુણો હોય છે કે જે નખોની રંગહીનતાનાં ઉપચારમાં સહાક હોયછે. પીળા નખો પર તે અસરકારક રીતે કામ કરે છે અને નખોની રંગહીનતા માટે જવાબદાર બૅક્ટીરિયાને પણ નષ્ટ કરે છે. અડધું કપ પાણી લો અને તેમાં બે ચમચી હાઇડ્રોજન પૅરૉક્સાઇડ સારી રીતે મેળવો. હવે પોતાનાં નખોને આ મિશ્રણમાં 10-15 મિનિટ સુધી ડુબાડી રાખો અને નરમ બ્રશથી નખો સાફકરો. થોડીક રાહ જુઓ અને પછી પાણીથી ધોઈ લો. એક મહત્વની બાબત કે જેનું ાપે ધ્યાન રાખવાનું છે કે હાઇડ્રોજન પૅરૉક્સાઇડથી આપના નખો ડિહાઇડ્રેટ થઈ શકે છે. માટે આપ નખોને સારી રીતે મૉઇશ્ચરાઇઝર કરો.

ટી ટ્રી ઑયલ

ટી ટ્રી ઑયલ

ટી ટ્રી ઑયલમાં એંટી-બૅક્ટીરિયલ અને એંટી-ઇન્ફ્લેમૅટરી ગુણો હોય છે કે જે બૅક્ટીરિયાથી નખોનું રક્ષણ કરે છે. આપના નખોને માત્ર બ2ક્ટીરિયા જ અસર નથી કરતું, પણ ક્યારેક-ક્યારેક નેલ પેંટનાં કારણે પણ આવું થઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવામાટે એક ટીપું ટી ટ્રી ઑયલ લો અને આ તેલથી નખોની મસાજ કરો. તેને આખી રાત માટે છોડી દો અને પછી પાણીથી ધોઈ લો. ફંગસ અને નખોની રંગહીનતામાંથી છુટકારો પામવા માટે દિવસમાં બે કે ત્રણ આવું કરો.

લિંબુ અને ગ્લિસરીન

લિંબુ અને ગ્લિસરીન

ગ્લિસરીન માત્ર નખોને હાઇડ્રેટ જ નથી કરતું, પણ નખોને ઉષ્મા પણ પ્રદાન કરે છે અને તેમને ચમકદાર બનાવે છે. લિંબુમાં પ્રાકૃતિક બ્લીચિંગ ગુણો હોય છે કે જે નખોને બ્લીચ કરે છે અને આ રીતે નખોનાંપીળા ધબ્બાઓનો ઉપચાર કરે છે. લિંબુનાં રસમાં ગ્લિસરીન મેળવો. તેને નખો પર લગાવી 10-15 મિનિટ મસાજ કરો. થોડીક વાર રાહ જુઓ અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો.

વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ

વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ

ટૂથપેસ્ટ માત્ર દાંતોને જ સફેદ નથી બનાવતું, પણ તે પીળા અને લીલા નખોનાં ઉપચારમાં પણ સહાયક હોય છે. નખો પર વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ રગડવાથી નખોનાં ડાઘા સરળતાથી નિકળી જાય છે. ટૂથપેસ્ટમાં વ્હાઇટનિંગ ઘટકો હોય છે તથા તે ઉપરાંત તેમાં હાઇડ્રોજન પૅરૉક્સાઇડ હોય છે કે જે નખોની રંગહીનતાનાં ઉપચારમાં સહાયક હોય છે. નખો પર ટૂથપેસ્ટનું પડ લગાવો અને તેને 10-15 મિનિટ માટે છોડી દો. બ્રશની સહાયથી નખોને સ્ક્રબ કરોઅને આ સમસ્યામાંથી છુટકારો પામો. પીળા નખોનાં ઉપચારમાટે તેને અઠવાડિયામાં એક વાર કરો.

એપ્પલ સાઇડર વિનેગર

એપ્પલ સાઇડર વિનેગર

એપ્પલ સાઇડર વિનેગરમાં ઉચ્ચ પ્રમાણમાં મેલિક એસિડ હોય છે કે જે નખોનાંપીળા ધબ્બાઓ દૂર કરવા માટે સહાયક છે. એપ્પલ સાઇડર વિનેગરમાં એંટી-બૅક્ટીરિયલ અને એંટી-ફંગલ ગુણો હોય છે કે જે રંગહીન નખોનાં ઉપચારમાં સહાયક હોય છે. અડધું કપ એપ્પલ સાઇડર વિનેગર લો અને તેને હુંફાળા ગરમ પાણી સાથે મેળવો. હવે નખોને 20-30 મિનિટ સુધી આ ઘોળમાં ડુબાડી રાખો અને પછી પાણીથી ધોઈ લો.

લિંબુ અને બૅકિંગસોડા

લિંબુ અને બૅકિંગસોડા

લિંબુ એક બ્લીચિંગ એજંટ છે કે જે નખોની રંગહીનતાનો સરળતાથી ઉપચાર કરે છે. પીલા નખોનાં ઉપચાર માટે બૅકિંગ સોડા એક ઉત્તમ ઉપચાર છે અને તે નખોને સારી રીતે એક્સફોલિયેટ કરે છે. બે ચમચી બૅકિંગ સોડા લો અને તેમાં એક ચમચી લિંબુ રસ મેળવો. બંને વસ્તુઓને સારીરીતે મેળવો અને તેને રંગહીન નખો પર લગાવો. એક માસ સુધી દરરોજ આ ઉપચારને અપનાવી આ સ્તિતિનો પ્રાકૃતિક રીતે ઉપચાર કરો.

English summary
Read to know the best ways to treat discoloration of nails. These are the home remedies for better nail care..
Story first published: Thursday, March 30, 2017, 10:01 [IST]
X
Desktop Bottom Promotion