For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુંદર અને સ્વચ્છ આંગળીઓ પામવી હોય, તો અજમાવો આ નુસ્ખાઓ

ચમચી મલાઈમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરી તેમાં 2-3 ટીપા બદામ તેલનાં મેળવો. જો આપની આંગળીઓ પર મેલ જામ્યું છે કે પછી કાળાશ છે, તો તેને ઇન્ગોર ન કરો, પણ તેનો ઇલાજ શોધો. 3 ચમચી ઑલિવ ઑયલમાં 2 ચમચી ખાંડ

By Super Admin
|

જો આપની આંગળીઓ કાળી પડી ગઈ છે અને તેની ઉપર મેલ તથા ગંદકી જામી ગઈ છે, તો તેને સાફ કરવા માટે ઘરગથ્થુ ઉપચાર મોજૂદ છે.

આંગળીઓની કાળાશ ખૂબ નિરાશાજનક હોય છે, કારણ કે તે જોવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે. આવું તેવા લોકો પર ખરાબ દેખાય છે કે જેમનાં શરીરનો રંગ ગોરો હોય છે.

આ એક સમસ્યા છે કે જેનાં કારણે કાચ પિગમેંટેશન, સૂર્યનાં તાપમાં વધુ સમય પસાર કરવો કે પછી હાથોને વધુ વાર સુધી પાણીમાં રાખવું હોઈ શકે છે.

જો આપની આંગળીઓ પર પણ મેલ જામ્યું છે કે પછી કાળાશ છે, તો તેને ઇગ્નોર ન કરો, પણ તેનો ઇલાજ શોધો. આજે અમે આપની આ જ મુંઝવણને શાંત કરવાઆવ્યા છીએ અને સાથે લાવ્યા છીએ કેટલાક ઘરગથ્થુ ઉપચારો પણ. આપ નીચે આપેલી સામગ્રીોનો ઉપયોગ કરી પોતાની આંગળીઓ અને કોણીઓને સ્વચ્છ બનાવી શકો છો.

Home Remedies for dark finger joints and fingers

1. લિંબુ અને ખાંડ
આંગળીઓમાંથી કાળાશ છોડાવવા માટે સૌપ્રથમ હળવી વસ્તુઓનો ઉપયોગ કરો. તેના માટે આપે 2 વસ્તુઓની જરૂર પડશે જેમ કે 12 ચમચી લિંબુનો રસ અને 1 ટી સ્પૂન ખાંડ. પછી તેમને મેળવી પોતાની આંગળીઓ પર રગડો. હાથો અને આંગળીઓને મસાજ કર્યા બાદ 15 મિનિટ સુધી આ સ્ક્રબને એમ જ રહેવા દો કે જેથી આપની આંગળીઓ ખૂબ ગોરી નજરે પડશે.

2. ખાંડ અને ઑલિવ ઑયલ
3 ચમચી ઑલિવ ઑયલમાં 2 નાની ચમચી ખાંડ મેળવો અને તેનાથી આંગળીઓને સ્ક્રબ કરો. પછી તેને 5 મિનિટ માટે આંગળીઓ પર છોડી દો અને સામાન્ય પાણીથી ધોઈ લો. તે પછી આંગળીઓ પર મૉઇશ્ચરાઇઝર લગાવી લો.

3. તેલ વડે કરો આંગળીઓને મૉઇશ્ચરાઇઝ
આ તેલનાં મિશ્રણથી આપની આંગળીઓને ભેજ મળશે અને તેની શુષ્કતા દૂર થશે. 1/2 ટી સ્પૂ જોજોબા ઑયલ, 1/2 ટી સ્પૂન બદામ તેલ, 1/2 ટી સ્પૂન રોઝમેરી ઑયલ અને 2-3 ટીપા લિંબુના રસના મેળવો. પછી આ તેલ વડે પોતાની આંગળીઓની મસાજ કરો. તેનાથી હાથોમાં ભેજ આવશે અને નિખાર વધશે. એવું રાત્રે સૂતા પહેલા કરો.

4. મલાઈ અને હળદર
1 ચમચી મલાઈમાં અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરી તેમાં 2-3 ટીપા બદામ તેલનાં મેળવો. પછી તેને પોતાની આંગળીઓ પર લગાવો અને 20 મિનિટ બાદ હાથોને રગડીને આ પેસ્ટ છોડાવી નાંખો. પછી પાણીથી હાથોને ધોઈ લો. આ ટ્રીટમેંટ અઠવાડિયામાં 3 વખત કરો અને આપને રિઝલ્ટ સારૂ જ મળશે.

English summary
In this post we will share some hand care beauty tips and some home remedies to get rid of the dark skin at the finger joints or dark knuckles to be precise.
Story first published: Monday, May 22, 2017, 10:46 [IST]
X
Desktop Bottom Promotion