For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પીઠના ખીલ અને દાગ ધબ્બા દૂર કરવાના ઘરગથ્થું ઉપાય

By Super Admin
|

જો તમે ક્યારેય અનુભવ કર્યો હોય તો પીઠ પર આવનાર ખીલ ખૂબ અસુવિધાજનક હોય છે! જો તમને ખીલની સમસ્યા છે તો ખીલ ના ફક્ત તમારા ચહેરા પર થાય છે પરંતુ પીઠ પર પણ થાય છે. જોકે પીઠ પર થનાર ખીલ માટે કેટલાક અદ્ભૂત ઘરગથ્થું ઉપાય છે.

સામાન્ય રીતે: પીઠ પર ખીલ ત્યારે થાય છે જ્યારે તેલના વધારે ઉત્પાદનના કારણે ત્વચાના રોમ છિદ્ર બંધ થઈ જાય છે. ક્યારેક ક્યારેક મૃત ત્વચા કોશિકાઓના જમા થવાના કારણે પણ ખીલ થાય છે.

પીઠ પર ખલી થવાના કારણે કપડાં પહેરવામાં અને ઉંઘવામાં સમસ્યા થાય છે. જવા દો, જો તમે પીઠના ખીલથી હેરાન છો તો તમારા માટે કેટલાક ઘરગથ્થું ઉપાય જણાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ તમારે અવશ્ય કરવો જોઈએ આવો જોઈએ:

૧. ખીરા કાકડી

૧. ખીરા કાકડી

ખીરા કાકડી ત્વચાને મુલાયમતા પ્રદાન કરે છે અને ત્વચાની અશુદ્ધિઓને પણ દૂર કરે છે. જો નિયમિત રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો આ બંધ રોમ છિદ્રોને પણ ખોલે છે. કેટલીક કાકડી લો અને તેના ટુકડાં કરો. હવે તેને પીસીને પેસ્ટ બનાવો અને પીઠ પર લગાવો. થોડીવાર સુધી રાહ જોવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

૨. ડુંગળી

૨. ડુંગળી

ડુંગળીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી-વાયરલ ગુણ હોય છે જેના કારણે તે ખીલાના ઉપાય માટે લાભદાયક છે. તે ના ફક્ત પીઠના ખીલ માટે ઉપાયમાં મદદરૂપ થાય છે પરંતુ દાગ ધબ્બાને પણ દૂર કરે છે. બે સફેદ ડુંગળી લો અને તેનો રસ નીકાળો. તેમાં એક ટીંપુ લીંબુનો રસ અને એક ટીંપુ મધ મિક્સ કરો. બધી વસ્તુઓને સારી રીતે મેળવી લો. આ માસ્કને ત્વચા પર લગાદો અને ૧૫-૨૦ મિનીટ પછી ધોઈ લો.

૩. અનાનસ

૩. અનાનસ

અનાનસમાં બ્રોમોલિન યૌગિક મળી આવે છે જેના કારણે અનાનસમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તે પીઠ પર થનાર ખીલના ઉપાયમાં મદદરૂપ થાય છે. અનાનસના થોડા ટુકડાં લો અને તેનો રસ નીકાળો. કોટન બોલની મદદથી તે રસને પીઠ પર લગાવો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. પીઠના ખીલથી છુટકારો મેળવવા માટે દિવસમાં બે વખત આ ઉપાય કરો.

૪. જાયફળ

૪. જાયફળ

જાયફળમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ બધા જ પ્રકારના ખીલના ઉપાય માટે મદદરૂપ છે. તેના ઉપરાંત જાયફળમાં ત્વચાને ઠકડ પહોંચાડનાર ગુણ હોય છે. તે ખીલના દાગ ધબ્બાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. જાયફળનો પાવડર લો અને તેમાં એક ચમચી મધ અને તજનો પાવડર મિક્સ કરો. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને તેને ખીલવાળી જગ્યા પર લગાવો પછી પાણીથી ધોઈ લો.

૫. સંતરાની છાલ

૫. સંતરાની છાલ

પીઠના ખીલ માટે આ પણ એક ઘરગથ્થું ઉપાય છે. સંતરાની થોડી છાલ લો અને તેને તડકાંમાં સૂકવો. પછી તેને પીસીને પાવડર બનાવો. સંતરાની છાલમાંથી બનેલ આ પાવડરમાં એક ચમચી હળદર અને મધ મિક્સ કરો. આ માસ્કને પીઠ પર લગાવો અને ૧૦ મિનીટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ પણ વાંચો: છાતીના ખીલનો ઉપાય કેવી રીતે કરશો.

૬. ટામેટાંનો પલ્પ

૬. ટામેટાંનો પલ્પ

પીઠાના ખીલ અને દાગ ધબ્બા માટે ટામેટાંનો પલ્પ એક ઉત્તમ ઉપાય છે. તેમાં એસિડિક (અમ્લીય) ગુણ મળી આવે છે તેના અમ્લીય ગુણોના કારણે આ ખીલના ઉપાય માટે મદદરૂપ છે. હવે આ જ્યુસને તમારી પીઠ પર લગાવો અને ૩૦ મિનીટ પછી ધોઈ લો.

૭. મુલ્તાની માટી

૭. મુલ્તાની માટી

મુલ્તાની માટી ત્વચામાંથી વધારાના તેલને શોષી લેવામાં મદદ કરે છે. તે રોમ છિદ્રોને ખોલે છે અને પીઠના ખીલનો ઉપાય કરે છે. થોડી મુલ્તાની માટી લો અને તેને તમારી પીઠ પર લગાવો. જો જરૂરી હોય તો મુલ્તાની માટીમાં ચંદન પાવડર અને ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. દિવસમાં બે કે ત્રણ વખત આવું કરો અને પીઠના ખીલથી છુટકારો મેળવો.

૮. લીંબુનો રસ

૮. લીંબુનો રસ

લીંબુમાં સિટ્રીક એસિડ મળી આવે છે. તે પીઠ પર થનાર ખીલના ઉપાયમાં મદદરૂપ છે. તેમાં એસ્ટ્રેનજન્ટના ગુણ પણ મળી આવે છે. તે ખીલના દાગ ધબ્બાને દૂર કરવામાં પણ મદદગાર છે. એક લીંબુ લો અને તેના ટુકડાં કરો. તેનો રસ પીઠ પર લગાવો કે તેના ટુકડાંને ખીલ પર ઘસો. રસને હવાથી સૂકાવા દો અને પછી પાણીથી ધોઈ નાંખો. લીંબુનો રસ ત્વચાના પીએચ સ્તરને બનાવી રાખે છે.

૯. બેકિંગ સોડા

૯. બેકિંગ સોડા

બેકિંગ સોડામાં પ્રાકૃતિક એક્સ્ફોલિયેટિંગ ગુણ મળી આવે છે. આ પ્રભાવી રીતે ખીલનો ઉપાય કરાવમાં મદદરૂપ છે. તેના ઉપરાંત બેકિંગ સોડામાં એન્ટીસેપ્ટિક અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ પણ મળી આવે છે. તે સરળતાથી પીઠના ખીલનો ઉપાય કરવામાં મદદરૂપ છે. થોડો બેકિંગ સોડા લો અને તેમાં પાણી મિક્સ કરો. આ મિશ્રણને લગાવો.

English summary
Finally there is a solution for back acne! All you have to do is to use these simple and natural home remedies.
Story first published: Monday, April 3, 2017, 10:02 [IST]
X
Desktop Bottom Promotion