કબજિયાતથી છુટકારો પામવાનાં 15 ઘરગથ્થુ ઉપચારો

Subscribe to Boldsky

કબજિયાત વિશે આપણે સામાન્યતઃ ખુલીને વાત નથી કરતા, પરંતુ આ ખૂબ જ સામાન્ય બીમારી છે કે જે કોઈને પણ ક્યારે ને ક્યારે જરૂર થાય છે.

શરીરમાં પાણીની ઉણપ, ડાયેટમાં પોષણની ઉણપ, કસરત ન કરવી અને ખરાબ લાઇફસ્ટાઇલનાં કારણે લોકોએ કબજિયાત જેવી બીમારીનો સામનો કરવો પડે છે.

કબજિયાત ક્યારેક-ક્યારેક ક્ષોભમાં નાખનારી બની જાય છે, પરંતુ આ બીમારીથી શરમાવવું નહીં, પણ તેનો જલ્દીથી ઇલાજ કરાવવો જોઇએ.

ડૉક્ટર પાસે જતા પહેલા આપે કબજિયાતની બીમારીને દૂર કરવા માટે ઘરે જ કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપચારોનો પ્રયોગ કરવો જોઇએ.

જો આપ ઘરગથ્થુ નુસ્ખાઓનો પ્રયોગ કરશો, તો આપની કબજિયાતની બીમારી તરત જ ગાયબ થઈ જશે. આવો જાણીએ કે તેના માટે શું કરવું છે :

ગરમ પાણી અને લિંબુ

લિંબુમાં મોજૂદ સિટ્રિક એસિડ પેટમાં જામેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. આપ તેનું સેવન 1 કપ ગર પાણીમાં લિંબુ નિચોવી કરી શકો છો.

ઑલિવ ઑયલ

ઑલિય ઑયલ આપના પાચન તંત્રને ઉત્તેજિત કરી દે છે કે જેથી આપનું પેટ આરામથી સાફ થઈ જશે. સવારે નરણે કોઠે 1 ચમચી ઑલિવ ઑયલનાં સેવનથી ફાયતો થાય છે. આપ ઇચ્છો, તો તેમાં લિંબુનો રસ પણ મેળવી તેનું સેવન કરી શકો છો.

જામફળ અને પપૈયુ

જામફળ અને પપૈયુ; આ બંને ફળો કબજિયાતનાં રોગીઓ માટે અમૃત સમાન છે. આ ફળો દિવસમાં કોઈ પણ સમયે ખાઈ શકાય છે. આ ફળોમાં પુરતા રેશાઓ હોય છે અને આંતરડાંને શક્તિ પ્રદાન કરે છે.

ફાયબર ધરાવતા આહાર

બીન્સ, આખા અનાજ વાળી બ્રેડ, કૉબિજ, બટાકા, બ્રૉક્લી, ટામેટા, ગાજર, પાનદાર શાકભાજીઓ, ડુંગળી વિગેરે ખાવો. રેશાયુક્ત આહાર આરામથી હજમ પણ થઈ જાય છે અને કબજિયાતની સમસ્યાને પણ મટાડી દે છે. ફ્રૂટ્સને આપે કેળા, પપૈયુ, તડબૂચ, લિંબુ, કેરી, સફરજન તથા મોસંબી વિગેરે ખાવી જોઇએ.

 

 

બૅકિંગ સોડા

બૅકિંગ સોડાનાં સેવનથી આપની કબજિયાત 95 ટકા સુધી સાજી થઈ શકે છે. તેનું સેવન કરવા માટે 1/4 ગરમ પાણીમાં 1 ટી-સ્પૂન બૅકિંગ સોડા મેળવીને પી જાઓ.

 

 

દહીં

કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે પેટમાં સારા બૅક્ટીરિયનું પણ હોવું જરૂરી છે. સાદા દહીંથી આપને પ્રોબાયોટિક મળશે. તેથી આપ દિવસ ભરમાં 1-2 કપ દહીંનું સેવન જરૂર કરો. તેને બ્રેકફાસ્ટમાં ખાઓ.

 

 

ખજૂર અને દૂધ

હળવા ગરમ દૂધમાં 3 ખજૂર નાંખીને સેવન કરો. તેનું સેવન અઠવાડિયા સુધી કરો. આપને આરામ જરૂર મળશે.

 

 

દૂધ અને ઘી

એક ગ્લાસ દૂધમાં 1-2 ચમચી ઘી મેળવી રાત્રિમાં સૂતી વખતે પીવાથી કબજિયાત સમ્પૂર્ણપણે ગાયબ થઈ શકે છે.

 

 

અળસીનાં બીજ

અળસીનાં બીજને આંચ પર હળવા સેકી પાવડર બનાવી લો. પછી એક ગ્લાસ પાણીમાં 20 ગ્રામ પાવડર ઉમેરો અને 3 કલાક ગળ્યા બાદ તેને ગાળીને પી લો.

 

 

ઇસબગોલની ભૂસી

આ કબજિયાતમાં પરમ હિતકારી છે. દૂધ કે પાણી સાથે 1-2 ચમચી ઇસબગોલની ભૂસી રાત્રે સૂતી વખતે લો. તે આંતરડાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે કે જેથી પેટ ખુલીને સાફ થઈ જાય છે.

ત્રિફળા ચૂર્ણ

ત્રિફળા ચૂર્ણને મધ સાથે મિક્સ કરી દિવસમાં બે વાર ખાવું જોઇએ. આ એક આયુર્વેદિક ઉપચાર છે.

 

 

અંજીર

એક ગ્લાસ દૂધમાં તાજી અંજી મિક્સ કરી ઉકાળી લો. પછી તેને રાત્રે સૂતા પહેલા પી લો. અંજીરમાં બહુ બધુ ફાયબર હોય છે કે જેનાથી તરત રાહત મળે છે.

 

 

કૉબિજનું જ્યુસ

દિવસમાં અડધો ગ્લાસ કૉબિજનો જ્યુસ પીવાથી રાહત મળે છે.

 

 

પાલકનું જ્યુસ

દરરોજ દિવસમાં બે વાર અડધો ગ્લાસ પાણીનો જ્યુસ પીવો. તેનાથી આપને જરૂર આરામ મળશે.

 

 

પ્રાણાયામ અને યોગ

આ રોગ દૂર ભગાડવા માટે પ્રાણાયામ અને યોગ પણ ફાયદાકારક હોય છે.

English summary
Before running to the drugstore for a quick-fix laxative try some simple home remedies to relieve your discomfort, and keep it from coming back.
Please Wait while comments are loading...