For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ પર જાણો તેના ૭ લક્ષણ

By Karnal Hetalbahen
|

દરેક વર્ષે ૨૩ જાન્યુઆરીને આખા વિશ્વમાં કુષ્ઠ નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કુષ્ઠ રોગ કે કોઢને જૂના જમાનાથી ચેપી રોગ માનવામાં આવતો હતો. એટલે આજે તે દિવસ ઉજવવાનું સૌથી મોટું કારણ એ છે કે લોકોના પ્રતિ જાગરુકતા ફેલાવવી.

આ ના તો વારસાગત છે કે ના તો દેવીનો પ્રકોપ પરંતુ આ એક રોગાણુંથી થાય છે. સાથે જ ના તો આ રોગ અડવાથી ફેલાય છે. આવો આજે વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ પર આપણે જાણવાની કોશિશ કરીએ કે કુષ્ઠ રોગના લક્ષણ કયા હોય છે.

ભ્રમર ગાયબ થવી

ભ્રમર ગાયબ થવી

સૌથી પહેલું લક્ષણ જે જોવા મળે છે તે આ છે કે દર્દીની ૧/૩ સુધીની ભ્રમર ગાયબ થવાની શરુ થઈ જાય છે.

ઘાવમાંથી હમેંશા પરૂ વહેવું

ઘાવમાંથી હમેંશા પરૂ વહેવું

ઘાવમાંથી હમેંશા પરુ વહેવું. ઘાવનું ઠીક ના થવું. લોહીનું ઘાવમાંથી નીકળતું રહેવું

ત્વચા પર દાગ

ત્વચા પર દાગ

ત્વચા પર એક રંગહીન દાગ જે થોડા કે પૂરી રીત સ્પર્શહીન હોય કે તે દાગ પર કોઈપણ દુખાવાનો અનુભવ થતો નથી.

આંગળીઓ અને અંગૂઠામાં નિષ્ક્રીયતા આવે છે

આંગળીઓ અને અંગૂઠામાં નિષ્ક્રીયતા આવે છે

નસોના સંક્રમણના કારણે આંગળીઓ અને અંગૂઠામાં નિષ્ક્રીયતા આવે છે. પછીથી તેમાં સ્પર્શ અનુભવાતો નથી.

હાથપગ કમજોર થવા

હાથપગ કમજોર થવા

નસોની ખરાબીના કારણે હાથ અને પગમાં તાકાત રહેતી નથી, જેના કારણે કોઈ પણ વસ્તુ સરળતાથી પકડવાની શક્તિ ખતમ થઈ જાય છે.

આંખોને પટપટાવી ના શકવી

આંખોને પટપટાવી ના શકવી

આંખોની પાંપણોને પટપટાવવામાં મુશ્કેલી થાય. એવું એટલા માટે કેમકે વાઈરસનો એટેક નસો પર થઈ ચૂક્યો હોય છે અને નસો કમજોર થઈ ચૂકી હોય છે.

શ્વસન સંક્રમણ

શ્વસન સંક્રમણ

કેટલાક કેસમાં, ત્યાં સુધી કે શ્વસન સંક્રમણના કારણે નાકની શ્લેષ્મિક પરતને નુકશાન પહોંચે છે.

English summary
January 30th is Anti-leprosy Day. Leprosy, if not detected at the initial stage can lead to physical deformity.
Story first published: Friday, February 17, 2017, 9:21 [IST]
X
Desktop Bottom Promotion