જાણો, સવારે સેક્સ કરવાથી આપનાં શરીર અને મગજને શું ફાયદો થાય છે

Subscribe to Boldsky

ધારી લો કે આપ ઑફિસેથી ઘરે મોડા આવ્યાં. આપ અને આપનાં પાર્ટનર દિવસ ભરની ભાગદોડથી થાકીને ચૂર થઈ ચુક્યાં છો. તેવામાં સેક્સ કરવાનું કેટલુંય મન હોય, થાક એટલો ચઢી ગયો હોય છે કે હિમ્મત જ નથી પડતી.

આવી પરિસ્થિતિ આજ-કાલ લગભગ દરેક દમ્પતિ સામે આવે છે. કામનો એટલો બોજ તથા એટલી તંગદિલી ભરી જિંદગી તેના માટે જવાબદાર છે. અહીં સુધી કે આંકડાઓ પણ જણાવે છે કે કામકાજી દમ્પત્તિ સેક્સ એટલા માટે નથી કરતાં, કારણ કે તેઓ પોતાનાં કામથી ખૂબ થાકી ચુક્યાં હોય છે.

તો કેમ આપ સવારે કેમ નથી કરતા ? આ સાચુ છે કે સવારે પણ આપ અને આપનાં પાર્ટનર ઑફિસ જવાની તૈયારીમાં બહુ વ્યસ્ત હોય છે કે જેનાં કારણે આપને નાશ્તો કરવાનો સમય સુદ્ધા નથી મળી શકતો, સેક્સ તો બહુ દૂરની વાત છે.

પરંતુ હાલમાં થયેલી કેટલીક શોધો જણાવે છે કે સવારનાં સમયે સેક્સ આપનાં આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. તો હવે આપે સમય તો કાઢવો જ પડશે. સવારનાં સમયે સેક્સ કરવાથી થતા કેટલાક ફાયદા આ રહ્યાં :

1. સેક્સની ઇચ્છામાં વૃદ્ધિ :

સવારે આપ ફ્રેશ હોવ છો. તેથી સેક્સનો આનંદ પણ પોતાની પરાકાષ્ઠાએ હોય છે. આ કારણે જનનાંગોમાં રક્તનું સંચાર પણ સ્વસ્થ હોય છે અને આપની સેક્સની ઇચ્છા વધે છે.

2. ચમકદાર ત્વચા :

સેક્સનાં કારણે શરીરમાં એસ્ટ્રોજન નામના હૉર્મોનનું સ્રાવ વધી જાય છે. જેથી મહિલાઓની ત્વચા સ્વસ્થ અને ચમકદાર થઈ જાય છે.

3. હૃદય રોગનાં હુમલાથી બચાવ :

સવારનાં સમયે સેક્સ આપનાં બ્લડ પ્રેશરને ઘણા અંશે ઓછું કરી દે છે અને જ્યારે આપનું બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે, તો હૃદય રોગનો હુમલો થવાની શક્યતા પણ ઘટી જાય છે.

4. ડિપ્રેશનનો ઇલાજ :

એક શોધમાં જાણવા મળ્યું છે કે જો આપ સવારે મોડે સુધી સેક્સનો આનંદ લો છો, તો મસ્તિષ્કમાં ઑક્સીટોસિન નામનાં હૉર્મોનનું સ્રાવ થાય છે કે જે ડિપ્રેશન ઓછું કરવામાં મદદ કરે છે.

5. આઘાતથી બચાવ :

કારણ કે સવારનાં સમયે સેક્સથી આપનું બ્લડ પ્રેશર ઘટે છે અને આપની ધમનીઓને તે પાતળું કરે છે, માટે આઘાતનો ખતરો પણ ઘટી જાય છે.

6. પ્રતિરોધક ક્ષમતામાં સુધારો :

સવારે સેક્સથી શરીરમાં ઇમ્યુનોગ્લોબુલિન એ બનવાના પ્રમાણમાં વધારો થાય છે કે જેથી આપની પ્રતિરોધક ક્ષમતા વધે છે અને આપનું શરીર બીમારીઓ સામે અડગ થઈ લડી શકે છે.

7. વજન ઓછું કરવામાં સહાયક :

સવારે સેક્સકરવાથી એક વારમાં લગભગ 300 કૅલોરી ખર્ચ થાય છે કે જે આપનાં વજનને ઘટાડવામાં સહાય કરે છે.

Read more about: health, આરોગ્ય
English summary
A recent research study has claimed that having sex in the mornings can be extremely beneficial to your health, so it is important to make some time!
Please Wait while comments are loading...