એલર્ટ! આયરન ડિફેન્સથી શરીરમાં થઇ શકે છે લોહીની ઉણપ

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

આયરન એક ખનિજ છે જે તમારા સ્વાસ્થમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. એનિમીયા થવાનું મુખ્ય કારણ શરીરમાં આયરનની ઉણપ થવી વિશેષ રીતે ગર્ભવતી મહિલાઓ અને યુવાન છોકરીઓમાં.

કેમકે શરૂઆતમાં આયરનની ઉણપના લક્ષણ સ્પષ્ટ રીતે દેખાતા નથી. અંતમાં: પ્રારંભિક અવસ્થામાં તેની શોધ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. અહી સુધી કે કેટલાક ધ્યાન આપવા લાયક લક્ષણ હોવા છતાં પણ તમે તે લક્ષણોને થાકના લક્ષણો સમજીને તેના પર ધ્યાન આપતા નથી.

સામાન્ય રીતે: આયરનની ઉણપ વિશે ત્યારે જાણવા મળે છે જ્યારે લોહીમાં હીમોગ્લોબીનની તપાસ કરવામાં આવે છે. આયરનની ઉણપથી શરીર પર કયા પ્રભાવ પડે છે તે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે જેથી તમે સ્વસ્થ અને ફિટ રહી શકો.

આયરનની ઉણપના લક્ષણ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે જે તેની ઉણપની ગંભીરતા પર પણ નિર્ભર કરે છે. જ્યારે તમારા લોહીમાં આયરની ઉણપ થાય છે તો તેના દુષ્પરિણામ તમારા શરીરની કોશિકાઓને થનાર ઓક્સીજનની અપૂર્તિ પર પણ પડે છે.

હીમોગ્લોબીનના ઉત્પાદન હેતુ આયરન ખૂબ જરૂરી હોય છે. હીમોગ્લોબીન શરીરમાં ઓક્સીજન પ્રવાહનું કામ કરે છે. આયરની ઉણપ કે એનિમીયાના લક્ષણ ઓક્સીજનની ઉણપ સંબંધી હોય છે.

સેન્ટર ફોર ડિઝિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મુજબ ૧૯ થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રતિદિન ૧૮ મિલીગ્રામ આયરનની જરૂર હોય છે. આ લેખમાં અમે આયરનની ઉણપના કેટલાક લક્ષણો વિશે જણાવ્યું છે.

વાળ ખરવા:

શું દરરોજ તમારા ૧૦૦ થી પણ વધારે વાળ ખરે છે? તો તે આયરનની ઉણપનો સંકેત હોઈ શકે છે. જ્યારે હેર ફોસિલ્સ (વાળના કૂપ) સુધી ઓક્સીજન પહોંચી શકતું નથી તેના કારણે વાળ નવા બનાવાની અને વિકાસની સામાન્ય પ્રક્રિયા પ્રભાવિત થાય છે. તેના કારણે વાળ અસામાન્ય રીતે ઉતરવા લાગે છે.

મોટાભાગે ઈન્ફેકશન (સંક્રમણ) થવું:

પ્રતિરક્ષા તંત્રને સ્વસ્થ રાખવા માટે આયરન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેની ઉણપ થવા પર શરીરમાં સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. પ્રતિરક્ષા તંત્રને મજબૂત બનાવી રાખવા માટે પ્લીહાને ઓક્સીજનની યોગ્ય આપૂર્તિ હોવી મહત્વપૂર્ણ છે.

માથાનો દુખાવો:

સામાન્ય રીતે: જે લોકોમાં આયરનની ઉણપ હોય છે તેમને મોટાભાગે માથાના દુખાવાની સમસ્યા થાય છે. કેમકે શરીરમાં આયરન ખનિજની ઉણપ હોય છે અંતમાં: શરીરની કોશિકાઓને યોગ્ય રીતે રક્ત પ્રવાહ પહોંચતો નથી. અંતમા: રક્ત પ્રવાહના પ્રભાવિત થવાના કારણે માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે.

ત્વચા ફીકી પડવી:

ત્વચાનું ફીકું પડવું આયરની ઉણપનું સૌથી મુખ્ય લક્ષણ છે જે તમારા શરીરમાં આયરનની ઉણપ હોવાની ચેતવણી આપે છે. કુશળ ર્ડોક્ટર તમારી ત્વચા, જીભ, અને આંખ જોઈને જ આયરનની ઉણપ વિશે જાણી લે છે.

રેસ્ટલેસ લેગ સિંડ્રોમ:

એવી વ્યક્તિ જેના શરીરમાં આયરનની ઉણપ હોય છે તેને રેસ્ટલેસ લેગ સિંડ્રોમ થવાની સંભાવના વધારે હોય છે. આ એક બીમારી છે જેના કારણે તમે યોગ્ય રીતે બેસી શકતા નથી. આ બીમારીથી પીડીત લગભગ 20% લોકોમાં આયરનની ઉણપ મળી આવી છે.

જીભમાં સોજા:

ઓક્સીજનની ઉણપના કારણે માંસપેશિયાં ફૂલી જાય છે અને તમારી જીભ પર આ સ્પષ્ટ રીતે જોવા મળે છે. આયરનની ઉણપથી માયોગ્લોબિનનું સ્તર ઓછું થઇ જાય છે જે તમારી માંસપેશિયોને સહાયતા આપે છે. તેના કારણે મોંઢાની કિનારીઓ પર તીરાડો પડી જાય છે.

નખ કમજોર થવા:

નાજુક નખ આયરનની ઉણપનું એક વિશિષ્ટ લક્ષણ છે. સારી મેનીક્યોર માટે સલૂનમાં જતા પહેલા નખની નબળાઈ જાણવા માટે ર્ડોક્ટર પાસે સલાહ લો. આયરનની ઉણપનું આ સૌથી વિશિષ્ટ લક્ષણ છે જેના વિશે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે જેથી તમે મેડિકલ એક્સપર્ટ (ચિકિત્સા વિશેષજ્ઞ)ની સલાહ લઈ શકો.

English summary
When the body lacks in iron, it can give rise to several health problems. Hence one should be very careful.
Please Wait while comments are loading...