For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પરીક્ષા પહેલા બાળકોએ શું ખાવું જોઇએ

|

યોગ્ય આહાર આપવાનો ફાયદો
પરીક્ષા આપતા પહેલા દરેક બાળક તણાવમાં હોય છે. આખા વર્ષનો અભ્યાસ અને છેલ્લા ઘણા દિવસોથી દિવસ રાતના અભ્યાસથી તેમને ખરાબ રીતે થકાવી દે છે. એવામાં જો આપ પોતાના બાળકના ખાનપાનનો યોગ્ય રીતે ખ્યાલ નહીં રાખો તો માત્ર તેમની તબિયત જ ખરાબ નહી થાય પરંતુ પરીક્ષા આપતી વખતે તેમને આળસ અને થાક પણ અનુભવાશે.

યોગ્ય આહાર આપના બાળકના બ્રેઇન ડેવલપમેન્ટમાં યોગદાન કરી શકે છે. પરીક્ષા દરમિયાન આપનું બાળક તણાવથી ના ઘેરાયેલા રહે તેના માટે યોગ્ય આહાર આપો. યોગ્ય આહાર આપવાથી બાળકોનું દિમાગ શાંત રહેશે, અને શરીર એક્ટિવ રહેશે તેમજ આળસથી દૂર રહેશે.

student
પરીક્ષા પહેલા શું ખાવું જોઇએ
બાળકોને ઓછી ગ્લાઇસેમિક ઇંડેક્સવાળા આહાર ખાવા જોઇએ જેનાથી તેમનું બ્લડ સુગર લેવલ ઓછુ ના થાય, અને તેમને પરીક્ષા ખંડમાં ઊંઘ ના આવી જાય. આની સાથે તેમને વધારેને વધારે ન્યૂટ્રિયંટવાળો આહાર ખાવો જોઇએ. બાળકોને મેવા, ફળોથી તૈયાર સ્મૂદી અને ચીજ વેજીટેબલવાળી સેંડવિચ ખવડાવી જોઇએ.

પરીક્ષા પહેલા શું ના ખાવું જોઇએ
પરીક્ષા આપતા પહેલા બાળકોને એવા આહાર ના આપવા જોઇએ જેનાથી તેમને ઊંઘ આવી જાય. જેનાથી તે પરીક્ષામાં સારા માર્ક્સ નથી લાવી શકતા. એવું ના બને એટલા માટે આપે તેમને વધારે મીઠી ચીજો, ઉચ્ચ વસા અને પેકેટ વાળા આહાર ના આપવા જોઇએ. જેમકે પેકેટ ફ્રૂટ જ્યૂસ, જંક ફૂડ, પિત્ઝા, બર્ગર, વધારે તળેલુ ભોજન જેમકે સમોસા, ફ્રાઇ વગેરે...

આવા આહાર બ્રેઇનના સેલ્સને ડેમેજ કરી દે છે. આ પરીક્ષા ભવનમાં બાળકોને તણાવથી વધારે ઘેરાઇ શકે છે. આવા આહાર બાળકોના પેટ પર ભારે પડી શકે છે. બાળકોને ઘરે બનાવેલ ભોજન જ આપો. આ ઉપરાંત તેમને વધારે પાણી પીવવાનું કહો, જેથી તેમનું શરીર દરેક વખતે હાઇડ્રેટ રહે.

English summary
Exams are just around the corner and preparations are in full swing. In order to help them perform their best, it is important that they eat the right diet as nutrition is also a contributing factor in how well they do in exams.
Story first published: Thursday, February 26, 2015, 21:15 [IST]
X
Desktop Bottom Promotion