For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ટિપ્સ અનુસાર વહેલા ઉઠવાની આદત પાડો

By Karnal Hetalbahen
|

એક કહેવત છે કે જો સોવત હૈ વો ખોવત હૈ જાગત હૈ વો પાવત હૈ. સાચુ માનો તો મોટા વડીલો સાચુ જ બોલી ગયા છે. વહેલા ઉઠવાના ઘણા બધા ફાયદા થાય છે ના ફક્ત તમે ફિટ રહો છો પરંતુ માનસિક રીતે પણ એક્ટિવ રહો છો.

વહેલા ઉઠાવાથી તમે આખા દિવસનો એક્ટિવિટિઝ પ્લાન કરી શકો છો. દિવસ પહેલાથી વધારે મોટો લાગે છે તમે વર્કઆઉટથી લઈને બીજા હાઉસહોલ્ડ વર્ક માટે સમય આપી શકો છો.

હિંદુ શાસ્ત્રોમાં પણ આ વાત કહેવામાં આવી છે જે સૂર્યોદયથી પૂર્વ ઉઠી જાય છે તે ગુણવાન હોવાની સાથે જ રૂપવતી પણ હોય છે. વહેલા ઉઠાવાથી કેટલાક સાઈન્ટિફિક બેનિફિટ્સ પણ છે. જો તમને સવારે વહેલા ઉઠવામાં સમસ્યા છે તો આવો અમે અહી કેટલીક ટિપ્સ શેર કરીએ છીએ જેને અપનાવીને તમે વહેલા ઉઠી શકો છો.

૧.

૧.

સવારે વહેલા ઉઠાવા માટે એલાર્મ સેટ કરો જોકે મોટાભાગના લોકો કરે છે. પરંતુ પછી પણ ઉઠતા નથી, પરંતુ અહીંથી આદત પાડો.

૨.

૨.

એક પ્લાન બનાવો કે, સવારે વહેલા ઉઠીને તમે શું-શું કરશો, તેનાથી તમને વહેલા ઉઠવા માટે એક મોટિવેશન મળશે જેમકે બાળકોને સ્કૂલે મૂકવા જવાનું છે કે જોગીંગ માટે જવાનું છે.

૩.

૩.

જો તમે નિશ્ચિત સમયના ૧૦ કે ૧૫ મિનીટ પહેલા કે પછીથી જાગો છો તો ફરીથી ના સૂઈ જાઓ વહેલા ઉઠો, જે પ્લાન સેટ કર્યો છે તેમાં લાગી જાઓ.

૪.

૪.

જો તમને અત્યારે પણ એલાર્મ ક્લોક સેટ કર્યા પછી પણ ઉઠવામાં સમસ્યા થાય છે તો એક કામ કરો ઘરના સદસ્યો અને ફેન્ડસને ઉઠાડવાનું કહો.

૫.

૫.

રાત્રે ઉંઘવાનો સમય નક્કી કરી લો અને સવારે ઉઠવાનો સમય નક્કી કરો, એક પર્યાપ્ત ઉંઘ લીધા પછી તમારી આંખ તેની મેળે જ ખૂલી જશે. વહેલા ઉઠવાથી તમે ખુશ રહો છો.

૬.

૬.

તમે પર્યાપ્ત ઉંઘ લો જેથી તમે રિફ્રેશ મહેસૂસ કરી શકો, રોજ લગભગ ૭-૮ કલાકની ઉંઘ લેવી યોગ્ય માનવામાં આવે છે એવું કરવાથી તમને સવારે વહેલા ઉઠવામાં સમસ્યા થશે નહી.

૭.

૭.

સવારે વહેલું ઉઠવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે શોધથી જાણવા મળ્યું છે કે સવારે વહેલા ઉઠનાર ખાસ કરીને વધારે સક્રિય અને વધારે ઉત્પાદક હોય છે. તેના ઉપરાંત સવારે વહેલા ઉઠનાર લોકો મોડા સુધી જાગનાર લોકોની તુલનામાં જીવનમાં વધારે ખુશ રહે છે.

English summary
several studies have correlated waking up early with success. heres some beneifite for early riser.
Story first published: Tuesday, March 7, 2017, 9:51 [IST]
X
Desktop Bottom Promotion