For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, ગુડી પડવામાં લીમડો અને ગોળ કેમ ખાવામાં આવે છે?

By KARNAL HETALBAHEN
|

ઉગાડી અને ગુડી પડવો ભારતમાં ઘણા રાજ્યોમાં ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગુડી બનાવીને ઘરની બહાર લગાવવામાં આવે છે અને શ્રીખંડ અને પુરી ખાવામાં આવે છે જ્યારે ભારતમાં દક્ષિણ પ્રાંતમાં આ દિવસને ઉગાડીની જેમ મનાવવામાં આવે છે. પરંતુ બન્ને પ્રાંતોમાં એક સમાનતા એ છે કે લોકો લીમડો અને ગોળ જરૂર ખાય છે.

શું તમે એ વિચાર્યું છે કે આ પ્રથા કેમ છે? એમ તો પૂર્વજોના સમયથી લીમડો-ગોળ ખાવાની પ્રથા ચાલી આવે છે, ર્ડોક્ટર પણ માને છે કે ગોળ અને લીમડો ખાવો સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયક હોય છે.

આ પ્રસંગે આ ક્ષેત્રમાં વિશેષ રીતે પણ લીમડો અને ખાંડ કે ગોળનો પ્રસાદ મળે છે. જોકે ચૈત્ર મહિનાના મૌસમમાં ઘણા બદલાવ આવે છે. સાથે જ ઘણી મૌસમી બીમારીઓ થવાનો અંદાજો લાગેલો રહે છે. લોકોના મત અનુસાર ગોળ અને લીમડો ખુશી અને દુખનું પ્રતિક હોય છે. પરંતુ સાચી રીતે લીમડો અને ગોળમાં ઘણા બધા હેલ્દી ગુણ હોય છે જે શરીરમાં સૌંદર્ય લાભ પહોંચાડવાની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ પહોંચાડે છે.

benefits of eating neem leaves in morning

લીમડાના ફાયદા
ગરમીની ઋતુ આવતા જ ઘણાં પ્રકારની ત્વચા સંબંબધી રોગ હોવાની આશંકા વધી જાય છે, લીમડો તેની સંભાવનાને ઓછી કરવામાં મદદ કરે છે. તેના ઉપરાંત લીમડામાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરની ઈમ્યુન સિસ્ટમને તંદુરસ્ત રાખવાની સાથે ડાયાબિટિઝના ખતરાને પણ ઓછો કરે છે.

લીમડો શરીરને ગરમીની ઋતુમાં બીમારીઓથી બચાવી રાખે છે, તેના ઉપરાંત તે ફેટ બર્ન કરવાની સાથે ચહેરા પરના ખીલ અને ખંજવાળથી પણ છુટકારો અપાવે છે. અને લીમડાના પાણીથી સ્નાન કરવાથી ખંજવાળ અને ફોડકી થતી નથી. અને જો લીમડાનો લેપ વાળની જડોમાં લગાવવામાં આવે તો ડ્રેંડફની સમસ્યા પણ ઓછી થઇ જાય છે.

ગોળમાં છે ચમત્કારી ગુણ
ગોળ તો ખાંડનો સૌથી હેલ્દી વિકલ્પ હોય છે. ફક્ત આ અવસર પર જ નહીં પરંતુ આખું વર્ષ તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણી રીતે લાભ પહોંચે છે. ગોળ ખાવાથી પણ ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. ગોળ ખાવાથી એસિડીટી થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

ગોળમાં મિનરલ, કાર્બોહાઈડ્રેડ અને જે પોષ્ટિક તત્વ હોય છે, તે ઋતુના બદલાવના કારણે શ્વસન સંબંધી ઘણા પ્રકારના રોગ હોય છે તેનાથી લડવામાં મદદ કરે છે. સાથે જ તે સંતુલિત આહારના વર્ગમાં આવે છે. એટલા માટે ગોળનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સૌંદર્ય ક્ષેત્રમાં પણ ખૂબ લાભ મળે છે.

કેમકે ગોળમાં જે ફાઈબર હોય છે તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે જેનાથી ત્વચામાં નિખાર આવે છે. અંતમાં: લીમડો અને ગોળ ખાઓ અને નિરોગી થવાની દિશામાં આગળ વધો.

English summary
Neem and jaggery are very healthy by their inherent nature. Here are some of their health benefits. Read this informative article on Ugadi
Story first published: Wednesday, April 19, 2017, 9:19 [IST]
X
Desktop Bottom Promotion