For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

40ની ઉંમર બાદ વજન ઓછું કરવું કેમ હોય છે મુશ્કેલ ?

By Super Admin
|

40ની ઉંમર બાદ મહિલાઓનાં શરીરમાં ઘણા ઉતાર-ચઢાવ થાય છે. તેના કારણે ચાહીને પણ વજન આ ઉંમરમાં ઓછુ નથી થઈ શકતું.

આપે ક્યારેય નોટિસ કર્યું છે કે મોટાભાગની મહિલાઓ 35ની ઉંમર બાદ પોતાનાં વજનને લઈને ચિંતિત થવાનું શરૂ કરી દે છે, કારણ કે એક વાત ધ્યાન રાખવા જેવી છે કે 20ની ઉંમર બાદ જેટલુ જલ્દી વજન ઘટે છે, તેટલું 40ની ઉંમર બાદ નથી ઘટી શકતું. 40ની ઉંમર બાદ મહિલાઓનાં શરીરમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે.

એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરૉન હૉર્મોનનું લેવલ લો થઈ જાય છે કે જેનાં કારણે પેટમાં ચરબી જામવા લાગેછે. તેથી ચાહીને પણ વજન આ ઉંમરમાં ઓછુ નથી થઈ શકતું.

આવા કારણો વિશે જાણવા માટે આવો વાંચીએ આ વિશે :

weight loss after 40

બ્રેકફાસ્ટ ન કરવું
સામાન્ય લોકો રાત્રે વધુ ખાઈ લેવાનાં કારણે સવારનો નાશ્તો નથી કરતા, પરંતુ સચ્ચાઈ એ છે કે ભૂખ લાગવા માટે એક સંતુલિત પ્રમાણમાં કૅલોરીનું બર્ન થવું પણ જરૂરી હોય છે અને નાશ્તો નહીં કરતા લોકો બાદમાં હદથી વધારે ખાઈ લે છે કે જે વજન વધવાનું મૂળ કારણ બની જાય છે.

મસલ માસ ઓછું થવા લાગવું
આ તો આપને ખબર જ હશે કે મસલ્સ કૅલોરી બર્ન કરીને મેટાબૉલિઝ્મને સંતુલિત રાખે છે, પરંતુ મુશ્કેલી એ વાતની છે કે 40ની ઉંમર બાદ મસલ માસ ઓછું થવા લાગે છે. મતલબ એ છે કે 20થઈ 30ની ઉંમર વચ્ચે જેવી કૅલોરી આપ લેતા હતા, જો આજે પણ તેવી જ રીતે લો, તો આપનું વજન ઘટી શકે.

મેટાબૉલિઝ્મ માટે
સામાન્યતઃ 40ની ઉંમર બાદ વેટ લિફ્ટિંગ કરવું મુશ્કેલ બની જાય છે કે જેથી મસલ્સનું બનવું રોકાઈ જાય છે. તેથી મેટાબૉલિઝ્મને સ્ટેબલ કરવા માટે 2-3 વખત વેટ લિફ્ટિંગ જરૂર કરો.

ચરબી જામવી શરૂ થઈ જાય છે
40ની ઉંમર પહેલા આપનું પેટ સપાટ હતું, પરંતુ આ ઉંમર આવતા જ પેટમાં ચરબી જામવા લાગે છે. તેનો મતલબ એ છે કે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરૉન હૉર્મોનનું લેવલ લો થઈ જાય છે કે જેથી પેટમાં ચરબી જામવા લાગે છે. તેનાથી બચવા માટે પોતાનાં ડાયેટમાં પ્રોટીનનો સમાવેશ કરવાની જરૂર હોય છે.

English summary
So if you're over 40 and want to shed a few pounds, here are some things you should know.
Story first published: Monday, April 3, 2017, 10:10 [IST]
X
Desktop Bottom Promotion