For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તજની ચા પીને વધતી ફાંદને કહો બાય બાય

By Karnal Hetalbahen
|

તજનો ઉપયોગ ફક્ત પદાર્થોનો સ્વાદ વધારવા માટે જ નથી થતો. શું તમે જાણો છો કે તજનો ઉપયોગ વજન ઓછું કરવા માટે પણ કરી શકાય છે?

તેના માટે તમારે ફક્ત તજની ચા બનાવવાની છે. પરંતુ ઘણાં લોકો તેને ખોટી રીતે બનાવે છે અને અમે તમને જણાવી રહ્યા છીએ તજની ચા બનાવવાની રીત-

Cinnamon Tea Weight Loss

તજની મદદથી પ્રાકૃતિક રીતે વજન ઓછો કરી શકાય છે. તે કોઈપણ પ્રકારના દુષ્પરિણામ વગર તમને દુબળા બનાવે છે. તેના ઉપરાંત તે તમારા મેટાબોલિજ્મની કામ કરવાની શક્તિને પણ વધારે છે. જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે વજન ઓછું કરવાની વાત આવે છે તો તમારે તમારા ગ્લાઈસેમિક સૂચનોને ધ્યાનમાં રાખવા જોઈએ.

તજની ચા હોર્મોનમાં ઈન્સુલિનને અચાનક વધતાં રોકે છે. આ ચા માં કેલેરી હોતી નથી તથા તે વધારે કેલેરીને ઓછી કરવામાં મદદરૂપ થાય છે. જો એક કપ સોડામાં ૧૨૬ કેલેરીઝ હોય છે તો તજની ચા માં ફક્ત ૨ કેલેરીઝ હોય છે.

આ કારણથી વજન ઓછું કરવા માટે આ એક સારું પીણું છે. વજન ઓછું કરનાર આ તજની ચા બનાવાની યોગ્ય રીત જાણવા માટે આગળ વાંચો.

જરૂરી સામગ્રી:

૧ લીટર પાણી

૧ તજની સ્ટિક/ ૫ ચમચી તજનો પાવડર

૧/૨ ચમચી મધ

બનાવવાની રીત-

એક વાસણમાં પાણીને ગરમ કરો અને તજને નાંખીને આ મિશ્રણને ધીમી આંચ પર પાંચ મિનીટ સુધી રાખો. આ ચાને ઠંડી થવા દો અને પછી તેમાં મધ મેળવો. બધા જ પદાર્થોને સારી રીતે મેળવી દો. આ પ્રકારે તમે વજન ઓછું કરનાર તજની ચા બનાવી શકો છો.

દરરોજ સવારે, બપોરે અને રાત્રે ત્રણ કપ ચાનું સેવન કરો. તમે તેને ઠંડી કે ગરમ પી શકો છો.

English summary
Cinnamon is among the best natural weight-loss components. It helps you slim down without any side effects.
Story first published: Tuesday, February 14, 2017, 8:48 [IST]
X
Desktop Bottom Promotion