For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ૬ અજીબ રીતે કરો વજન ઓછો

By KARNAL HETALBAHEN
|

ગરમી આવી ચૂકી છે. બધા જ ગરમ કપડા ફરીથી તિજોરીમાં બંધ થઈ ચૂક્યા છે. કેટલાક લોકોએ તો ફિટ દેખાવાના ચક્કરમાં જિમની મેમ્બરશિપ પણ રિન્યૂલ કરાવી લીધી હશે. ત્યાં જ ઘણા લોકોએ તો ઓઈલ ફ્રી, ઓછું સ્પાઈસી, બેસ્વાદ ખાવાનું પણ શરૂ કરી દીધું હશે. સ્લિમ અને ફિટ દેખાવા માટે લોકોએ જુદા જુદા જતન શરૂ કરી નાંખ્યા હશે.

પરંતુ આજ અમે આ આર્ટિકલમાં તમને વજન ઓછો કરવાના કેટલીક એવી અજીબોગરીબ ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે તમારા શરીરમાંથી વધુ પ્રમાણમાં વેટલોટ કરી શકો છો.

ફુદીનો, કેળા અને સેવને સૂંઘો

ફુદીનો, કેળા અને સેવને સૂંઘો

જી હાં, બિલ્કુલ સાચુ સાંભળ્યું તમે. હેલ્દી ફ્રૂટને સૂંઘવાથી જ પેટ ભરાઈ જાય છે. તેના વિશે તમે પહેલા નહી સાંભળ્યું હોય પરંતુ તમે એક વાર એક્સપેરિમેન્ટ કરીને જોવો જેટલી તમે આ ફ્રૂટ્સની ગંધને સૂંઘશો તેટલી જ તમને ભૂખ ઓછી લાગશે. તેના કારણે વજન પણ ઓછો થશે.

તમારા ખાવાની ફોટો લો

તમારા ખાવાની ફોટો લો

બિલ્કુલ સાચું. ખાવાનુ ખાતા સમયે તમે એક પિક્ચર લો હવે તેને ઈંસ્ટાગ્રામ કે ફેસબુક પર ના નાંખો તે ખાવાને ધ્યાનથી જુઓ. પછી વિચારો કે શું તમે હેલ્દી ફૂડ ખાઈ રહ્યા છો કે નહીં. તમારી બોડીને તેની જરૂર છે કે નહી.

રિલેશનશિપમાં આવી જાઓ.

રિલેશનશિપમાં આવી જાઓ.

શું...? સાંભળીને હસવાનું તો આવી જ રહ્યું હશે, પરંતુ આ સાચું છે. એક રિચર્સ મુજબ જ્યારે પણ તમે પ્રેમમાં હોય છો તો શરીરમાંથી હોર્મોન ઝડપી નીકળે છે, જેની મદદથી તમારી ભૂખ મરી જાય છે. મૂવી જોતા સમયે કે જ્યારે પણ તમે એકલા હોય તો તમને બિલ્કુલ પણ ભૂખનો અહેસાસ થશે નહી. રિચર્સમાં એ પણ સામે આવ્યું છે કે એક લાંબી કિસથી તમે એક મિનીટમાં ૨ કેલેરી સુધી વજન ઓછું કરી શકો છો. જો તમે સિંગલ છો તો આજથી જ તમારા માટે પાર્ટનર જોવાનું શરૂ કરી દો.

ફેસબુક પર રહો એક્ટિવ

ફેસબુક પર રહો એક્ટિવ

અમે આ વાત સાથે બિલ્કુલ સહમત નથી. ફેસબુકના ૭ વર્ષોમાં આજ સુધી આવું કોઈની સાથે નહી થયું હોય. પરંતુ એક રિચર્સ મુજબ ફેસબુક પર એક્ટિવ રહેનાર લોકો એટલા બિઝી થઈ જાય છે કે લોકોની પ્રોફાઈલ ચેકઆઉટઝ કરવામાં અને પોતાના નવા પિક્ચર્સ અપલોડ કરવામાં તેમને સમયનો અંદાજો પણ રહેતો નથી. અને તેમને ભૂખ પણ ઓછી લાગે છે.

બ્લૂ ઈફેક્ટ

બ્લૂ ઈફેક્ટ

એમ તો બ્લૂનો અર્થ દુખ. જ્યારે તમે દુખી હોવ છો ત્યારે કોઈ વસ્તુમાં મન લાગતું નથી. અહી સુધી કે તમે ખાવાનુ ખાવામાં પણ તમારી દિલચસ્પી ઓછી થઈ જાય છે પરંતુ એક રીસર્ચ મુજબ જ્યારે તમારા હોલ કે કલરનો રૂમ બ્લૂ હોય છે કે ત્યાં લાગેલો બલ્બ કે લાઈટનો કલર બ્લૂ હોય છે તો તમે જમવાનું ઓછુ જમો છો. કેમકે બ્લૂ લાઇટમાં ખાવાનું જોવામાં ઓછું સારું લાગે છે. એટલા માટે ખાવાનું મન થતું નથી. એટલે ઘરમાં બ્લૂ પ્લેટ અને ક્રોકરી લઈ આવો જેથી તમને ખાવામાં મન ઓછું લાગે.

મિરરની સામે બેસીને

મિરરની સામે બેસીને

મિરરની સામે બેસીને જમવાનું જમો તે વધારે મુશ્કેલ કામ નથી. જમતી વખતે તમે મોટાભાગે પોતાને જોતા રહેશો તો તમને અંદરથી અહેસાસ થશે કે તમારે કેટલું ખાવાનું ખાવું જોઈએ અને કેટલું નહીં. સાચું માનો આ ટ્રીકથી તમે પોતાના પર કંટ્રોલ કરી શકશો.

English summary
Start losing weight now with these ideas. Here are 6 ways to reduce your weight we hope you’ll never, ever try.
Story first published: Thursday, March 16, 2017, 11:10 [IST]
X
Desktop Bottom Promotion