For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુરૂષોને પણ થઇ શકે છે બ્રેસ્ટ કેન્સર, જાણો શું છે કારણ?

By KARNAL HETALBAHEN
|

શું પુરૂષોને બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે? જો તમે પણ આ પ્રશ્નનો જવાબ જાણવા માંગો છો તો તેનો જવાબ છે હા માં છે. બ બ્રેસ્ટ કેન્સર ફક્ત મહિલાઓને જ થતું નથી. આ પુરૂષોમાં પણ થઇ શકે છે.

જો કે આ સંભાવના 400 પુરૂષોમાંથી ફક્ત એક પુરૂષને છે પરંતુ ફક્ત તે દર્દીની બચવાની સંભાવના 73% જ છે. આજ આ આર્ટીકલના માધ્યમથી અમે જણાવી રહ્યાં છીએ કે કયા કારણોના લીધે પુરૂષોમાં પણ બ્રેસ્ટ કેન્સર થઇ શકે છે. આ કારણોને જાણીને તમે પણ સમય જતાં અવેયર થઇ જશો.

ઉંમર વધવાના લીધે

ઉંમર વધવાના લીધે

વધતી જતી ઉંમર પણ બ્રેસ્ટ કેન્સર કેન્સરનું કારણ હોઇ શકે છે. જેમ જેમ પુરૂષોની ઉંમર વધે છે તેમ તેમ તેમનામાં બ્રેસ્ટ કેન્સરને લઇને ખતરો વધવા લાગે છે. મોટાભાગના કેસોમાં 68 વર્ષની ઉંમરની આસપાસ પુરૂષોને ખબર પડે છે કે તેમને બ્રેસ્ટ કેન્સર છે.

ફિમેલ રિલેટિવ્સ હિસ્ટ્રી

ફિમેલ રિલેટિવ્સ હિસ્ટ્રી

કોઇ મહિલા સંબંધીના બ્રેસ્ટ કેન્સરથી પીડિત હોવાથી તમારા માટે ખતરો વધુ રહે છે. મહિલાઓની માફક પુરૂષોને પણ માતા, દાદી-નાની, બહેન અથવા લોહીના સંબંધવાળી મહિલાના બ્રેસ્ટ કેન્સર પીડિત હોવાથી આ બિમારીનો ખતરો વધુ રહે છે.

વિકિરણોના લીધે

વિકિરણોના લીધે

એવું પણ જોવા મળ્યું છે કે છાતી (લંગ કેન્સર અથવા લિમ્ફોમા)ના સતત વિકિરણના સંપર્કના લીધે પુરૂષોને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધુ થઇ જાય છે. જો કે વિકિરણ અથવા રેડિએશનના લીધે સામાન્યથી વધુ કોશિકાઓને કેન્સર કોશિકાઓમાં ફેરવવા માટે કારક બને છે.

આલ્કોહોલના લીધે

આલ્કોહોલના લીધે

વધુ માત્રામાં દારૂ પીવાથી પણ પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સરની સંભાવના વધી જાય છે. આ એટલા માટે પણ કારણ કે તેના લીધે લીવર પર અસર થવા લાગે છે.

એસ્ટ્રોજન હાર્મોનમાં વૃદ્ધિ થવાના લીધે

એસ્ટ્રોજન હાર્મોનમાં વૃદ્ધિ થવાના લીધે

શું તમને ખબર છે કે લીવરની ગંભીર બિમારીઓ અથવા લીવર સિરોસિસથી પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે? જો કે લીવર સિરોસિસના લીધે એસ્ટ્રોજન હાર્મોન્સના સ્તરમાં વધારાના લીધે બને છે, અને તેનાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે. એટલું જ નહી હાર્મોન એસ્ટ્રોજનથી ભરપૂર પદાર્થોનું વધુ સેવન અથવા એવી દવાઓ જેમાં એસ્ટ્રોજન હોય, તે જીનને સક્રિય બનાવીને એસ્ટ્રોજનના ખતરાને ઉત્પન્ન કરી શકે છે.

ક્લાઇનફેલ્ટર સિંડ્રોમ

ક્લાઇનફેલ્ટર સિંડ્રોમ

એક એવી સ્થિતિ છે જેમાં પુરૂષ એક્સ ગુણસૂત્ર (47, XXY)ની એક વધારાની પ્રતિ સાથે પેદા થાય છે. જો તમે ક્લાઇનફેલ્ટર સિંડ્રોમ નામના આ દુર્લભ આનુવંશિક ગરબડથી પીડિત છો, તો તમને બ્રેસ્ટ કેન્સરનો ખતરો થઇ શકે છે.

મમ્પ્સ ઓકૉઇટિસ

મમ્પ્સ ઓકૉઇટિસ

મમ્પ્સ ઑર્કઇટિસ જેવા અંડકોષના રોગ, જેમાં પુરૂષના એક અથવા બંને ટેસ્ટિકલ્સમાં મમ્પ્સ વાયરસના કારણે સોજો થઇ જાય છે, અથવા પછી અવાંછિત ટેસ્ટિકલના લીધે પણ પુરૂષોમાં સ્તન કેન્સરનો ખતરો વધી શકે છે.

English summary
We dont yet completely understand the causes of breast cancer in men, but researchers have found several factors that may increase the risk of getting it.
Story first published: Friday, May 26, 2017, 9:55 [IST]
X
Desktop Bottom Promotion