For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આરોગ્ય સાથે વફાદાર હોય છે લાલ રંગની શાકભાજીઓ

By Super Admin
|

જેમ કે લાલ રંગ, લાલ રંગને સામાન્યતઃ સૌંદર્ય સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ આ જ લાલ રંગ જો આપણાં ડાયેટમાં જોડી દેવામાં આવે, તો તે આરોગ્યને તંદુરસ્તી સાથે નિખારી શકે છે.

તંદુરસ્ત રહેવા માટે સૌથી જૂરી છે કે આપ શું, કેવી રીતે અે ક્યારે ખાઓ છો ? આ જ સવાલનો જવાબ મળે છે ડાયેટિશિયન પાસેથી કે જે આપણને આપણાં આરોગ્ય અને જરૂરિયાત મુજબ ડાયેટ ચાર્ટ તૈયા કરીને આપે છે.

સામાન્યતઃ આ તમામ ડાયેટ ચાર્ટમાં મોટાભાગે ગ્રીન વેજિટેબલ્સ અને ફ્રૂટ્સને જોડવામાં આવે છે, કારણ કે તેનાથી આપણને વિવિધ પ્રકારનાં પોષક તત્વો મળે છે કે જે આપણી બૉડી માટે જરૂરી છે, પરંતુ તેનો મતલબ એ નથી કે આપણા ડાયેટમાં માત્ર લીલો રંગ જોડીને બાકીનાં રંગ ગાયબ કરી દેવામાં આવે.

કારણ કે દરેક રંગનાં વેજિટેબલ્સ અને ફ્રૂટ્સનું પોતાનું આગવું મહત્વ છે. જેમ કે લાલ રંગ, લાલ રંગને સામાન્યતઃ સૌંદર્ય સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ આ જ લાલ રંગ જો આપણાં ડાયેટમાં જોડી દેવામાં આવે, તો તે આરોગ્યને તંદુરસ્તી સાથે નિખારી શકે છે.

લાલ રંગનું મહત્વ કેમ ?

લાલ રંગનું મહત્વ કેમ ?

હકીકતમાં પ્રકૃતિમાં તમામ વસ્તુઓમાં ખાસ કેટલાક ખાસ કણો હોય છે કે જે તે વસ્તુનો રંગ અને રૂપ નક્કી કરે છે. એવું જ કણ છે લાઇકોપીન કે જે હકીકતમાં ક2રોટનનું મૉડિફાઇડ રૂપ છે અને આ જ કણ ગાજરનાં રંગને ડિસાઇડ કરે છે. આ જ લાઇકોપીન વડે ઓવરી અને સર્વાઇકલ કૅંસર જેવી મોટી બીમારી સામે પણ લડી શકાય છે. એટલું જ નહીં, આ લાલ રંગની શાકભાજીઓ તથા ફ્રૂટ્સમાં કૅલોરીનું પ્રમાણ પણ ઓછું હોય છે. સામાન્યતઃ આ શાકભાજીઓમાં 10થી 50 કૅલોરીા હોય છે.

કેટલીક ખાસ લાલ રંગની શાકભાજીઓ અને તેમનાં ગુણો

કેટલીક ખાસ લાલ રંગની શાકભાજીઓ અને તેમનાં ગુણો

ફાયબરથી ભરપૂર છે બીટરૂટ :

બીટરૂટ કે ચુકંદર સલાડનો સૌથી શ્રેષ્ઠ સાથી છે. તેનાથી માત્ર સલાડમાં રંગ જ નથી આવતો, પણ તે આપણા પેટ માટે બહુ સારૂં છે, કારણ કે બીટરૂટમાં ફાયબર, આયર્ન અને વિટામિન સીનું પ્રમાણ સારૂ હોય છે. આ જ કાણ છે કે બીટૂટ બ્લડ કાઉંટ વધારે છે અને એનીમિયાની રોકથામ કે છે. અહીં સુધી કે બીટૂટ્સમાં કૅરોટિન તથા મૅગ્નીઝ જેવા વાઇટલ ન્યુટ્રિશિયનનો પણ સમાવેશ થાય છે, જ્યારે એક સ્ટડીનું માનીએ તો આટલા ગુણો હોવા છતાં એનીમિયાથી પીડિત એશિયન મહિલાઓ પોતાની ડાયેટમાં બીટરૂટનો સમાવેશ જ નથી કરતી, જ્યાે બીચટૂટને રોસ્ટ કરીને, કરીનાં ફૉર્મ કે પછી સલાડ તેમજ જ્યુસ તરીકે સારી રીતે પોતાનાં ડાયેટમાં સમાવેશ કી શકો છો.

કાચું જ ખાવો રેડ કૉબિજ

કાચું જ ખાવો રેડ કૉબિજ

કૉબિજ જેવી દેખાતું રેડ કૉબિજ હકીકતમાં પર્પલ કલરની હોય છે. આ કૉબિજમાં પણ બાકીની ગુણકારી શાકભાજીઓની જેમ ફાયબર, વિટામિન્સ અને જરૂી પોષક તત્વોનો સમાવેશ થાય છે. રિચ એંટીઑક્સાઇડથી ભરપૂર આ રેડ કૉબિજનાં તમામ ગુણોને સારી રીતે કંઝ્યુમ કરવાની સૌથી શ્રેષ્ઠ રીત છે કે તેને વાટી લો કે પછી પાતળું-પાતળું કાપી કાચું જ ખાવો.

ગુણોનો ભંડાર છે લાલ ટામેટા

ગુણોનો ભંડાર છે લાલ ટામેટા

સલાડ અને શાકભાજીઓમાં સૌથી કૉમન અને સૌથી વધુ યૂઝમાં લેવાતા ટામેટા વિટામિન સી તથા પોટેશિયમનાં ગુણોનો ભંડાર છે. આપ ઇચ્છો, તો ટામેટાને સલાડ સાથે હળવાક ઑલિવ ઑયલમાં ટોસ્ટ કીને પણ ખાઈ શકો છો, કાણ કે એવું કરવાથી ટામેટાનાં તમામ ગુણો આપની બૉડીમાં સરળતાથી જશે.

રૅડિશમાં મળશે મિનરલ્સ

રૅડિશમાં મળશે મિનરલ્સ

ભારતમાં શિયાળામાં લગભગ તમામ ઘરોમાં રૅડિશ એટલે કે મૂળો મહત્વનો ભાગ હોય છે. જોકે તેનું ટેસ્ટ થોડુક તીખું હોય છે, પરંતુ તેમાં વિટામિન સી અને પોટેશિયમ જેવા મિનરલ્સ બહુ સારી સંખ્યામાં હોય છે.

સુપર ફૂડ છે બૅલપેપર

સુપર ફૂડ છે બૅલપેપર

સ્વાદમાં મરચા કરતા ઓછી તીખી હોવાનાં કારણે મોટાભાગે ડાયેટમાં સામેલ થનારી બૅલપેપર એટલે કે શિમલા મરચું અસલિયતમાં સુપર ફૂડની કૅટેગરીમાં સામેલ છે, કારણ કે તેમાં એંટી-ઑક્સીડંટ અને કૅંસર સામે લડતા ગુણો ભારે પ્રમાણમાં છે. એટલુ જ નહીં, વિટામિન સી, બીટા કૅરોટિન, બીટા ક્રાઇપોથિન જેવા કણો લંગ કૅંસર સામે લડવામાં સક્ષમ છે. તેથી શક્ય હોય, તો આ સુપર ફૂડને વધુમાં વધુ પ્રમાણમાં પોતાનાં ડાયેટામાં સામેલ કરો.

ઇમ્યુનિટી વધારતી લાલ ડુંગળી

ઇમ્યુનિટી વધારતી લાલ ડુંગળી

કોઈ પણ શાકની બેસ્ટ ફ્રેન્ડ તરીકે જાણીતી લાલ ડુંગળી શઆકભાજીઓનું ટેસ્ટ વધારવાની સાથે જ આપણાં આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. લાલ ડુંગળીમાં ઑર્ગોસુલર તથા ફાઇટોકેમિકલ છે કે જે ઇમ્યુનિટીને પ્રોત્સાહન આપવા તથા ખરાબ કૉલેસ્ટ્રૉલને ઓછું કરવામાં મદદ કરે છે. પોષણ તથા ડાયેટિશિયન એકેડેમીનું માનીએ, તો લાલ ડુંગળી પણ એલિલ સલ્ફાઇડથી ભરપૂર છે કે જે કૅંસર અને હૃદય રોગ જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે.

English summary
Red vegetables have a special place in the scheme of vegetable nutrition although we do not talk about them as much as green vegetables. Lycopene is found only in red vegetables. To know what this type of vegetables do for you..
Story first published: Tuesday, May 30, 2017, 12:47 [IST]
X
Desktop Bottom Promotion