For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કામના સ્થળે ભારે વસ્તુઓ ઉઠાવવાથી મહિલાઓ બની શકે છે વાંઝ

By Karnal Hetalbahen
|

હમણાં જ થયેલી એક શોધ પરથી જાણવા મળ્યું છે કે જે મહિલાઓ પોતાના કામના સ્થળ પર ભારે વસ્તુઓ ઉચકે છે તેમની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે અને આ તે મહિલાઓ સાથે વધારે થાય છે જેનો વજન કાં તો વધારે હોય છે કે પછી તેમની ઉંમર વધુ હોય છે.

એવું જાણવા મળ્યું છે કે જે મહિલાઓ વધારે ભારે વસ્તુ ઉચકે છે તેમનામાં તે મહિલાઓની તુલનામાં જે બિલ્કુલ પણ ભાર નથી ઉંચકતી, ૮.૮ ટકા ઓછા અંડા બને છે અને ૧૪.૧ ટકા ઓછા અંડા પરિપક્વ થાય છે. અને રાત્રે કામ કરવાથી કે રોટેટીંગ શિફ્ટમાં કામ કરનાર મહિલાઓની પ્રજનન ક્ષમતા પણ ઓછી હોય છે.

Physically Demanding Job

''અમારી શોધ અનુસાર જે મહિલાઓ માં બનવા ઈચ્છે છે, તેને આ વાતની જાણકારી હોવી જોઈએ કે ભારે વસ્તુ ઉઠાવવાથી અને રાતની શિફ્ટમાં કામ કરવાથી તેમના પર ખોટો પ્રભાવ પડી શકે છે,'' હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રમુખ ઓથર લીડિયા મિન્ગુએઝ-અલાર્કોને કહ્યું.

ભારે સામના ઉઠાવવાથી અને પરિપક્વ અંડા ના બનવાની પરિસ્થિતીનો સામનો મોટી અને વધારે ઉંમરની મહિલાઓ કરે છે જેમની ઉંમર ૩૭ વર્ષથી વધુ છે. પહેલી થયેલી શોધમાં કામના ટાઇમ ટેબલ, કામ પર થનાર શારિરીક શ્રમ અને પ્રજનનની ક્ષમતાને એકબીજાથી જોડ્યા છે.

'' અમારી શોધ એવી પહેલી છે જે કહે છે કે કામ પર ભારે વસ્તુ ઉઠાવવાથી અને રાત્રે કામ કરવાથી અંડાની ઉત્પત્તિ અને ગુણવત્તા પર અસર પડે છે ના કે ગર્ભાશયની ઉંમર વધે છે,'' હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિચર્સ સહયોગી ઓડ્રે ગસ્કિંસએ ઉમેર્યું હતું.

નવી શોધ માટે જે ઓક્યુપેશનલ અને એન્વાયરમેન્ટલ મેડિસીન જર્નલમાં છપાયેલું, ટીમે વર્ષ ૨૦૦૪ અને ૨૦૧૫ની દરમિયાન લગભગ ૫૦૦ મહિલાઓને તપાસી એમરિકાના માસચેસેટ્સ જનરલ હોસ્પિટલમાં બાળક ના થવા પર ટ્રીટમેન્ટ કરાવી રહ્યા હતા. જો કે , આ વાતની જાણ હજુ સુધી નથી થઇ કે ભારે વજન ઉઠાવવાથી અંડાની ગુણવત્તા પર કેમ અસર પડે છે.

જ્યાં સુધી દિવસમાં કામ ના કરીને રાતની શિફ્ટમાં કામ કરવાથી અંડાની પેદાવારીમાં ઉણપની વાત આવે છે તો એવું કહી શકાય કે આ સિરકાડીયન રિધમ ડિસરપશનના કારણે થાય છે, શોધકર્તાઓએ કહ્યું.

English summary
Women who lift heavy loads at work may be at risk of harming their fertility, with the effect appearing stronger among overweight and older women, according to a new study.
Story first published: Thursday, February 23, 2017, 9:42 [IST]
X
Desktop Bottom Promotion