For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પગમાં અચાનકથી કેમ આવી જાય છે સંકોચન અને કેવી રીતે તેનાથી છુટકારો મેળવશો

By KARNAL HETALBAHEN
|

તમારી સાથે ઘણી વખત એવું થતું હશે જ્યારે તમે જાગતા હોય અને તમને તમારા પગમાં દુખાવો અને સંકોચન અનુભવાય છે. આ સમયે ઘણી વખત સમજમાં નથી આવતું કે અચાનક આ કેવી રીતે થઈ ગયું. એટલા માટે આ આર્ટિકલમાં અમે તમને તેની પાછળન કારણો અને યોગ્ય નિદાન જણાવીશું જેથી તમે તરત લાભ મેળવી શકો.

leg cramps causes

પગમાં સંકોચન થવાનું કારણ કયું છે?

જો તમારા પગમાં ભયાનક દુખાવો કે સંકોચન થાય તો તમારે ઘણી વાતો પર ધ્યાન આપવાની જરૂરત છે. જેમ કે શરીરમાં સોડિયમ, પોટેશીયમ, મેગ્નેશિયમ અને પાણીની ઉણપ થવાથી આવું થાય છે. આ પોષક પદાર્થોની ઉણપ થવા પર માંસપેશિયોમાં તણાવ આવી જાય છે અને આ સંકોચનનું કારણ હોય છે.

જોકે, ઘણી વખત થાકના કારણે કે વધારે કસરત વગેરે કરવાથી પણ પગમાં સંકોચન થવા લાગે છે. ઘણી વખત તો તમારી માંસપેશીઓમાં મોટું કંઈ હોય એવું અનુભાવાય છે. એમ તો તમને જાણીને નવાઈ લાગશે કે દારૂનું સેવન ના કરનાર લોકોમાં, દારૂનું સેવન કરનાર લોકોની અપેક્ષાએ ઓછું દર્દ થાય છે.

શું આ ગંભીર સમસ્યા છે?

એમ તો આ કોઈ ગંભીર સમસ્યા કે બીમારીની તરફ સંકેત નથી કરતા. પરંતુ તમને આવું દર્દ અવાર નવાર દિવસમાં થાય તો તમારે ર્ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. થઇ શકે કે આ કોઈ બીજી સમસ્યાની ઈંગિત કરી રહ્યું હોય.

કયા પ્રકારે પગની સંકોચન દૂર કરી શકો છો?

આ જાણવું ખૂબ જરૂરીછે કે થોડી સાવધાની રાખવાની સાથે તમે આ દર્દને હંમેશા માટે બંધ કરી શકો છો. સૌથી પહેલા તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે જેમકે:

1

હંમેશા હાઈડ્રેટ રહો- પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરો. તમારા યૂરિનનો કલર ક્યારેય ડાર્ક કે ઘાટા રંગનો ના થવો જોઇએ.

2.

દારૂનું સેવન કરવાથી બચો.

3.

ડાયેટ પ્લાન ફોલો કરો. વિટામીન અને મિનરલ્સનું સેવન કરો. એવા ભોજન પદાર્થોને તમારા ખોરાકમાં જગ્યા આપો જેમા મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ઈલેક્ટ્રોલાઇટ્સ ઉપસ્થિત હોય.

૧. સ્ટ્રેચિંગ:

જ્યારે પણ તમારા પગમાં દુખાવો થાય તો તમે સ્ટ્રેચિંગ કરો. તેનાથી તમને ઘણો આરામ મળશે.

૨. મસાજ કરવી:

તમને પગમાં જ્યા પણ દુખાવો થઈ રહ્યો હોય, તમે ત્યા ઓઈલ લગાવીને મસાજ કરો. તેનાથી તમને દર્દમાં ઘણી રાહત મળશે.

૩. હોટ શોવર:

પગમાં વધારે દર્દ થવા પર તમે ગરમ પાણીમાં પગને પલાળીને રાખી લો. તેનાથી તમને દર્દમાં રાહત મળશે અને માંસપેશિઓમાં સંકોચન પણ નહી થાય.

૪. ઈલેક્ટ્રોલાઇટ્સનું સેવન

ઈલેક્ટ્રોલાઈટ્સનું સેવન તમે નારિયેળ પાણીના રૂપમાં કરી શકો છો જેનાથી તમારા પગના દુખવામાં આરામ મળશે.

૫. હોટ સોક:

પગને ગરમ પાણીમાં ૧૦ મિનીટ માટે ડુબાડીને રાખવાથી પણ દર્દમાં આરામ મળે છે.

૬. હરો-ફરો

જો પગમાં સંકોચન થઈ રહ્યું હોય તો બેસવાની જગ્યાએ તમે થોડા ફરો. તેનાથી માંસપેશિઓનો તણાવ દૂર થશે.

૭. શીતકાલીન તેલ કે વિંટરગ્રીન ઓઈલ

૪ ચમચી સરસોનું તેલ અને એક ચમચી વિંટરગ્રીન ઓઈલ લો. તેને દર્દ થનાર જગ્યા પર લગાવી લો. તેનાથી પગમાં રક્ત સંચાર યોગ્ય થશે. સાથે જ દુખાવમાં તરત જ આરામ મળી જશે.

૮. વિટામીન ઈ

જો તમને મોટાભાગે પગમાં રાત્રે દુખાવો થાય છે તો તમે વિટામીન ઈ કે સપ્લીમેન્ટ ટેબલેટને ર્ડોક્ટરની સલાહ લઈને લો.

૯. વર્કઆઉટ દરમ્યાન પાણી પીવું

જ્યારે પણ વર્કઆઉટ કરો, ત્યારે પાણી પીતા રહો. નહીતર તમને પગમાં દુખાવો થઈ શકે છે.

૧૦. સંકોચનનું કેન્દ્રની તપાસ કરો

તમે તમારા પગમાં તે જગ્યા શોધો જ્યા સૌથી વધારે દુખાવો થઈ રહ્યો હોયે ત્યાં અંગૂઠાથી દબાવીને પ્રેશર આપો. તેનાથી તમને ઘણો આરામ મળશે.

English summary
Leg cramps are caused due to tightening of the muscles. This can be prevented and treated in very simple ways.
Story first published: Saturday, May 20, 2017, 11:55 [IST]
X
Desktop Bottom Promotion