For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુબળાપણાથી હેરાન છો તો આવી રીતે વધારો વજન

By KARNAL HETALBAHEN
|

વજન વધવાની સમસ્યાથી દરેકજણ હેરાન છે પરંતુ ઘણા લોકો એવા પણ છે જે વજન ના વધવાની સમસ્યાથી પણ હેરાન છે, ઘણી વખત એવું થાય છે કે દુબર્લતાના કારણે લોકોના મજાકના પાત્ર બનવું પડે છે. વજન ના વધવો પણ એક રીતની બીમારી જ છે. આજે આ આર્ટિકલ દ્વારા વજનની ઉણપ દૂર કરવા માટે તમારે કેટલાક ખાસ ખાદ્ય પદાર્થને તમારા રોજિંદા ભોજનમાં શામેલ કરવા જોઈએ. અમે તમને જાણાવીશું કે કંઈ વસ્તુને ખાવાથી તમે સરળતાથી તંદુરસ્ત શરીર મેળવી શકો છો.

૧. બટાટા

૧. બટાટા

બટાટા કાર્બોહાઈડ્રેટનો એક સારો અને સંપૂર્ણ સ્ત્રોત છે, બટાટા ખાવાથી મોટાપો વધે છે. તમારે બટાટાને બાફીને તેને દૂધ સાથે ખાવા જોઈએ, તેનાથી તમને જલ્દી ફાયદો થશે.

૨. દાડમ

૨. દાડમ

દાડમ વિટામીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ઘણા બધા ગુણોથી ભરપૂર દાડમ તમારા શરીરમાં લોહીને વધારે છે. ઘણા સ્વાસ્થ્ય સલાહકાર, સારા સ્વાસ્થ્યની દષ્ટિથી તેને એક મહત્વપૂર્ણ ફળ માને છે. દાડમનું નિયમિત રીતે સેવન કરવાથી લોહીની સંચાર ગતિ પણ વધે છે અને તમારો મોટાપો વધે છે.

૩. બદામ

૩. બદામ

રોજ રાત્રે બદામના પાંચથી સાત નંગ લઈને પાણીમાં પલાળીને રાખી દો અને સવારે તેની છાલ ઉતારીને તેને પીસીને, તેમાં લગભગ ૩૦ ગ્રામ માખણ અને મિશ્રી મેળવીને આ મિશ્રણને ડબલ રોટી કે સામાન્ય રોટીની સાથે ખાઓ. વજન વધારવા માટે તમે તેને ખાધા પછી ફરી એક ગ્લાસ ગરમ દૂધ પણ પી શકો છો. નિયમીત એવું કરવાથી વજન વધવાની સાથે-સાથે તમારી યાદશક્તિ પણ તેજ થાય છે.

૪. દૂધ અને રોટી

૪. દૂધ અને રોટી

જે લોકો મોટા નથી અને પોતાનું વજન વધારવા ઈચ્છે છે તેમને રોજ દૂધની સાથે રોટલી ખાવી જોઈએ.

૫. ઘી

૫. ઘી

મોટાપા માટે ઘી ખૂબ જ ફાયદાકારક અને આવશ્યક છે. વજન વધારવા અને મોટા થવા માટે તમારે ગરમ રોટલી અને દાળમાં ઘી મિક્સ કરીને ખાવું જોઈએ. તેના ઉપરાંત ખાંડમાં ઘી મિક્સ કરીને ખાવાથી પણ મોટાપો વધે છે.

૬. પનીર

૬. પનીર

પનીર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે -સાથે પ્રોટીનનો પણ એક સારો સ્ત્રોત છે, એટલા માટે જો તમે તમારો વજન વધારવા ઈચ્છો છો તો નિયમીત રીતે પનીર ખાવાનું શરૂ કરી દો.

૭. કિસમીસ

૭. કિસમીસ

પોષ્ટિક તત્વોથી ભરપૂર કિસમીસ તમારા શરીરમાં લોહી બનાવે છે અને તેને વધારવામાં પણ મદદ કરે છે. રોજ રાત્રે સૂતા પહેલાં, એક ગ્લાસ દૂધમાં કિસમીસને ઉકાળીને તેને પીવાથી ચરબી વધે છે અને શરીર સ્વસ્થ દેખાય છે.

૮. દાળ અને શાકભાજી

૮. દાળ અને શાકભાજી

મોટા થવાની ઈચ્છા રાખનાર લોકોએ છાલવાળી અડદની દાળ, અંકુરિત દાળ, કાચા ચણા, મગફળી, વટાણા, ગાજરનો રસ, આંમળાનું વધારે સેવન કરવું જોઈએ. આ બધા વજન વધારનાર ખાદ્ય પદાર્થ છે.

૯. સોયાબીન

૯. સોયાબીન

સોયાબીન, કેલેરી, પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, વિટામીન બી અને આયરનથી ભરપૂર હોય છે. સોયાબીન એક એવો પદાર્થ છે, જે મોટાપો વધારવાનો અને ઓછો કરવાનો બન્ને કામ કરે છે.

૧૦. કેળા

૧૦. કેળા

કેલેરિઝ, કાર્બોહાઈડ્રેટ્ઝ અને પોટેશિયમ વગેરે ઉર્જાના સ્ત્રોત કેળામાં ભરપૂર માત્રામાં હોય છે, જો તમે સાચે જ પોતાનો વજન વધારવા ઈચ્છો છો તો રોજ એક ગ્લાસ ગરમ દૂધની સાથે બે કેળા જરૂર ખાઓ.

English summary
Here are 10 more tips to gain weight.
Story first published: Thursday, April 20, 2017, 9:31 [IST]
X
Desktop Bottom Promotion