For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કામુકતા વધારવા માટે કરો અશ્વગંધાનો ઉપયોગ

By Karnal Hetalbahen
|

અશ્વગંધા એક ચમત્કારી ગુણોવાળી ઔષધિ છે, જે શરીરને ઘણા પ્રકારના લાભ પુરા પાડે છે. તે મગજ અને મનને સ્વસ્થ રાખે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કામુકતા વધારે છે અને યૌવન પ્રદાન કરે છે.

આર્યુવેદમાં અશ્વગંધાનું વિશેષ સ્થાન છે, તેને ભારતમાં ઘણી જગ્યાએ ભારતીય ગિનસેંગ પણ કહેવામાં આવે છે. તેની મૂળિયાનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવામાં માટે કરવામાં આવે છે. ઘણીવાર શક્તિવર્ધક દવાઓ બનાવામાં પણ તેનો ઉપયોગ થાય છે.

દુનિયામાં લોકોને સેક્સ સંબધિત સમસ્યાઓ સૌથી વધારે હોય છે. એવું માનવામાં આવે છે કે સેક્સ પ્રોબ્લેમમાં અશ્વગંધા રામબાણ દવા હોય છે. તેમાં એવા-એવા ગુણ હોય છે જે શરીરને ઉર્જા અને ક્ષમતા પ્રદાન કરે છે જેનાથી વ્યક્તિમાં યૌન ક્ષમતાનો વિકાસ થાય છે અને તેની સમસ્યાઓ દૂર થઈ જાય છે. અશ્વગંધાથી નીચે પ્રમાણે લાભ થાય છે:

પ્રજનન ક્ષમતા વધારો

પ્રજનન ક્ષમતા વધારો

અશ્વગંધાનું સેવન કરવાથી પ્રજનનમાં વધારો થાય છે. તેનાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને વીર્ય પણ સારી માત્રામાં બને છે.

જોશ આપે:

જોશ આપે:

અશ્વગંધા, શરીરને જોશ આપે છે જેનાથી આખા શરીરમાં આળસ રહેતી નથી અને સેક્સ કરતી વખતે થાક પણ લાગતો નથી. જે લોકોને સેક્સ દરમ્યાન થાક લાગતો હોય તેને અશ્વગંધાનું સેવન કરવાથી સારો એવો લાભ મળે છે.

જવાની રાખે યથાવત

જવાની રાખે યથાવત

અશ્વગંધા નામની ઔષધીમાં જવાનીને યથાવત રાખવાની સારી એવી શક્તિ હોય છે. તે શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે.

બ્લડ પ્રેશર બરાબર રાખે:

બ્લડ પ્રેશર બરાબર રાખે:

આ હર્બ શરીરમાં રક્તસંચારને એકદમ સારુ રાખે છે. તેને ખાવાથી તણાવ પણ ઓછો થાય છે.

ડાટાબીટીસ ઘટાડે અને કોલેસ્ટ્રોલ ઓછો કરે:

ડાટાબીટીસ ઘટાડે અને કોલેસ્ટ્રોલ ઓછો કરે:

આ ઔષધીમાં ડાટાબિટીસને ઓછી કરવા અને કોલેસ્ટ્રોલને ઘટાડવાની ક્ષમતા હોય છે.

વા ને દૂર કરે

વા ને દૂર કરે

અશ્વગંધા ખાવાથી વા નો દુખાવો દૂર થઈ જાય છે.

પાચન ક્રિયા સારી કરે:

પાચન ક્રિયા સારી કરે:

અશ્વગંધામાં પેટ સાફ કરવાનો ગુણ હોય છે જેનાથી પાચનક્રિયા સ્વસ્થ: દુરસ્ત થઈ જાય છે.

અનિંદ્રા:

અનિંદ્રા:

જો કોઈને ઉંઘ ના આવતી હોય તો અશ્વગંધાનુ સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે.

લ્યુકોરિયા:

લ્યુકોરિયા:

જે મહિલાઓને યોનીમાંથી હમેશા સફેદ ચિકણો પદાર્થ નીકળતો રહેતો હોય તે જો અશ્વગંધાનું સેવન કરે તો તેમને ખૂબ જ આરામ મળશે.

બીજા ઉપયોગ:

બીજા ઉપયોગ:

૧- તણાવ અને સડામાંથી મુક્તિ મળે છે.

૨- ટીબીની બિમારી થતાં પણ અશ્વગંધા લાભકારી હોય છે.

૩- તેના સેવનથી શરીરમાં આયરનની માત્રા વધી જાય છે.

૪- મહિલાઓમાં પણ તેના સેવનથી પ્રજનન ક્ષમતા વધી જાય છે.

English summary
Ashwagandha is a very powerful aphrodisiac available on earth. When consumed, it increases the sexual power, especially in males.
Story first published: Tuesday, January 17, 2017, 14:21 [IST]
X
Desktop Bottom Promotion