For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Trick: આ તેલને ચોખાની સાથે મિક્સ કરીને રાંધો અને રહો ફિટ

By Lekhaka
|

ઘણા બધા લોકો એવા છે જે આજકાલ પોતાની ફિટનેસ માટે કંઇપણ કરવા માટે તૈયાર છે. જિમ જવાની વાત હોય કે પછી જોગિંગ કરવાની વાત. પરંતુ ત્યારે એવા લોકોની કોઇ કમી નથી જે ભોજન ઓછું કરવા કે પછી પ્રોપર ડાયટિંગ કરીને પોતાનું વજન ઓછું કરવા માટે આકરી મહેનત કરી રહ્યાં છે. જે લોકો ખરેખર પોતાના વધતા વજનને લઇને ગંભીર હોય છે અથવા જે લોકો કોઇપણ ભોગે પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય છે તમે જોયું હશે કે ખાદ્ય પદાર્થોથી દૂર ભાગે છે.

તળેલા હોય કે પછી વધુ તૈલી ભોજન, મસાલેદાર હોય કે પછી વધુ કેલરીવાળું ભોજન મોટાભાગે તમે જોયું હશે કે ડાયટ કોન્શિયન્સ લોકો આવા ભોજનથી દૂર રહેવાનું પસંદ કરે છે. ભાત એ પણ એક ભોજન છે, જેનાથી દૂર રહેવાનું પસંદ કરી શકાય છે.

સામાન્ય રીતે ભાત બધાને પસંદ હોય છે પરંતુ શરીરમાં ફેટ અને શુગરની માત્રા વધવાના લીધે જ લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ આર્ટિકલના માધ્યમથી એક ઉપાય બતાવવામાં આવી રહ્યાં છે જેને અપનાવ્યા બાદ તમારા ખાધા બાદ ભાત કોઇપણ રીતે તમારું વજન વધારશે નહી.

cooking rice with coconut oil in rice cooker

માંડ
જો ભાતમાંથી ઓસામણ કાઢીને, તેને ઉકાળીને ખાવાથી સ્વાસ્થ માટે ફાયદાકારક હોય છે. તેના માધ્યમથી ફેટ અને શુગર દૂર થઇ શકે છે.

નારિયેળ તેલમાંથી સ્ટાર્ચ મોલીક્યૂલ નિકળી જાય છે
વિશેષજ્ઞોનું કહેવું છે કે ભાત બનાવતી વખતે જો તમે તેમાં થોડા નારિયેળના તેલના ટીપા નાખો છો તો તે ભાત તમારા શરીરને વધારશે નહી અને તમારા શરીરમાં ગ્લુકોજની માત્રા વધારશે.

આ રીત કેવી રીતે કામ કરે છે? આ પ્રશ્નનો જવાબ પણ અમે આપી શકીએ છીએ. જો કે ચોખા ઉકાળતી વખતે જ્યારે તમે તેમાં કોકેનેટ ઓઇલ એટલે કે નારિયેળના તેલના ટીપા નાખો છો તો આપણા શરીરમાં હાજર એંજાઇમ્સ જે પાચન માટે ઉત્તરદાયી હોય છે તે શુગરને તોડવામાં સક્ષમ રહેતું નથી. જેના લીધે આપણા શરીરમાં શુગર પહોંચી શકતું નથી જે કેલેરી શરીરને મળવાની હોય છે તે મળી શકતી નથી.

જો ઉકાળ્યા બાદ ઓછામાં ઓછા 12 કલાક સુધી ચોખાને અલગ રાખવામાં આવે તો આ વધુ ફાયદો પહોંચાડે છે કારણ કે સ્ટાર્ચ મોલીક્યૂલ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થઇ જાય છે.

શુગર ફ્રી ચોખા
તો ચાલો જાણીએ તમે કેવી રીતે કેલરી અને શુગર ફ્રી ચોખા બનાવી શકો છો. ઉકાળેલા પાણીમાં એક ચમચી નારિયેળનું તેલ નાખો. જ્યારે તે તેલ સંપૂર્ણ રીતે પાણીમાં મિક્સ થઇ જાય તો તે પાણીમાં ચોખા નાખીને ઉકાળવા માટે મુકી દો. 0-25 મિનિટમાં તમારા ભાત બનીને તૈયાર થઇ જશે. તેને 12 કલાક સુધી ફ્રીજમાં રાખ્યા બાદ તેને ખાશો તો વિશ્વાસ નહી કરો તમને કોઇ પસ્તાવો થશે નહી. જે લોકોને બ્લડ શુગરની સમસ્યા છે તેમના માટે આ ખૂબ સારી ટ્રીક છે.

English summary
Cooking the rice with coconut oil, and then cooling it for 12 hours in the fridge, more than halved the number of calories in the rice when it was eaten.
Story first published: Saturday, March 11, 2017, 11:51 [IST]
X
Desktop Bottom Promotion