For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાત્રે સૂતા પહેલાં ના ખાઓ આ ૨૦ આહાર

By Karnal Hetalbahen
|

શું તમે સવારે પેટના દુખાવા કે ઉબકાની સાથે ઉઠો છો? આ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે જે કાલે રાત્રે ખાધેલા ખોરાકના કારણે ઉભી થઈ છે. એવા ઘણા પ્રકારના આહાર હોય છે જેને તમે જાણે-અજાણે રાતના ભોજનમાં ખાઈ લો છો અને સવારે તમારી તબિયત થોડી બગડેલી-બગડેલી લાગવા લાગે છે. સૌથી સામાન્ય સમસ્યા જે હોય છે તે છે સવારે પેટનું ફૂલવું, ગેસ, અપચો, એસિડ બનવુ, લૂઝ મોશન અને ઉબકા મહેસૂસ થવા.

ક્યારેક ક્યારેક તો તે આહાર એટલું હેરાન કરી નાંખે છે કે માણસને રાત્રે જાગીને ઘણા કલાકો બેસીને પસાર કરવા પડે છે. આ બધી જ સમસ્યાઓ ફક્ત ત્યારે જ થાય છે જ્યારે તમે રાત્રે કંઈક અયોગ્ય જમી લો છો. તો ચાલો મિત્રો, જોઈએ એ આહારોને જે પેટમાં સમસ્યા ઉભી કરે છે.

તીખી-તળેલી વસ્તુઓ

તીખી-તળેલી વસ્તુઓ

તળેલી વસ્તુઓ ખૂબ જ મુશ્કેલીથી હજમ થાય છે. એટલે સૂતા પહેલા તેને ખાવાથી બચો.

મેકરીનો અને પાસ્તા

મેકરીનો અને પાસ્તા

તેમાં ખૂબ જ વધુ માત્રામાં કાર્બ અને ફેટી એસિડ હોય છે. જેનાથી પેટમાં એસિડિટીની સમસ્યા થાય છે એટલે તેને રાત્રે બિલકુલ પણ નહી ખાવી જોઈએ.

સોડા

સોડા

રાત્રે સોડા પીવાથી પેટમાં સમસ્યા ઉભી થાય છે. જેને કબજીયાત કે એસિડિટીની સમસ્યા હોય છે તેમને આ બિલકુલ પણ ના પીવી જોઈએ.

કોફી

કોફી

કોફી પીવાથી ઉંઘ ઉડી જાય છે. જો તમે એક સ્ટ્રોગ કપ કોફી પીધી તો તમારી ૨ કલાકની ઉંઘ ઉડી શકે છે.

આઈસક્રીમ

આઈસક્રીમ

જો તમે સૂતા પહેલા આઈસક્રીમ ખાશો તો તેમાં રહેલ શુગર તમારા શરીરનું શુગર લેવલ વધારી શકે છે અને અચાનક ઘટાડી પણ શકે છે. જો આઈસક્રીમ કેફીન યુક્ત હોય તો તમારી ઉંઘ ઉડી શકે છે.

ચોકલેટ

ચોકલેટ

ચોકલેટમાં કેફીનની માત્રા ઉચ્ચ હોય છે જેની ઉંઘ પર અસર પડી શકે છે.

બ્રેડ

બ્રેડ

બ્રેડમાં વધુ પ્રમાણમાં કાર્બ હોય છે એટલે તે સરળતાથી પચતી નથી. ઘણાં લોકોને બ્રેડ ખાઈને કબજીયાત પણ થઈ જાય છે.

મસાલેદાર ભોજન

મસાલેદાર ભોજન

મસાલેદાર ભોજન ખાવાથી છાતીમાં બળતરા થાય છે અને પેટમાં એસિડ બનવા લાગે છે. સાથે જ ક્યારેક ક્યારેક પાચનમાં ગરબડ થઈ જાય છે કે પછી લૂઝ મોશન પણ શરૂ થઈ જાય છે.

ટામેટો સોસ

ટામેટો સોસ

આ પેટમાં એસિડ બનાવે છે અને પાચન ક્રિયાને ધીમી કરી નાંખે છે. રાત્રે પિત્ઝા ના ખાઓ કેમકે તેમાં ચીજ અને ટામેટાંનો ઉપયોગ વધુ કરવામાં આવે છે.

લસણ

લસણ

રાત્રે ભોજન બનાવતી વખતે ઓછામાં ઓછું કે બિલકુલ પણ લસણનો ઉપયોગ ના કરો કેમકે તેનાથી છાતીમાં બળતરા થવાની સંભાવના વધી જાય છે.

લાલ મીટ

લાલ મીટ

રેડ મીટમાં વધુ પ્રમાણમાં પ્રોટીન અને ફેટ હોય છે જે કે પેટને મેહનત કરવા માટે મજબૂર કરી શકે છે.

ફ્રુટ સલાડ

ફ્રુટ સલાડ

ફળમાં વધુ માત્રામાં પાણી હોય છે જેને ખાવાથી તમારે આખીરાત પેશાબ કરવા માટે ઉઠવું પડશે. કેટલાક લોકો માટે ફ્રુટ સલાડ એસિડિટી પણ ઉભી કરે છે.

દૂધ

દૂધ

દૂધ પીવાથી વારંવાર પેશાબ લાગે છે. એટલે દૂધને હમેંશા સવારે જ પીવું જોઈએ.

દારૂ

દારૂ

ઘણાં લોકો દારૂને રાત્રે સારી ઉંઘ મેળવવા માટે પીતા હોય છે. પણ તેનાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે અને પેટમાં એસિડ બનવાના ચાન્સ વધી જાય છે.

બીફ

બીફ

બીફ એટલે કે ગોમાંસમાં વધુ માત્રામાં કોલેસ્ટ્રોલ અને ફેટી એસિડ હોય છે જે કે એસિડિટી અને પાચન ક્રિયાને ધીમી બનાવે છે. તેને ખાવાથી સવારે પેટની સમસ્યા થઈ શકે છે.

બ્રોકલી

બ્રોકલી

બ્રોકલીમાં એવા ફાઈબર હોય છે જે પેટમાં જઈને ખૂબ જ ધીમે ધીમે પચે છે.

નૂડલ્સ

નૂડલ્સ

તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કાર્બ અને ફેટ્સ મળી આવે છે. તે સરળતાથી હજમ નથી થતા અને જો તે ખૂબ જ મસાલેદાર છે તો તેને ખાવાથી છાતીમાં બળતરાની સમસ્યા પણ ઉભી થઈ શકે છે.

ચિપ્સ

ચિપ્સ

તે ભારે હોય છે અને તેને સરળતાથી પચાવી પણ નથી શકાતી.

English summary
To have a peaceful sleep and a healthy morning, here are the foods that you must not eat at night. Take a look at the list and make sure you remove them from the dinner menu.
Story first published: Tuesday, February 21, 2017, 9:47 [IST]
X
Desktop Bottom Promotion