For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુપ્તાંગના વાળ સફેદ થવાનું કારણ, કેમ પ્યૂબિક હેર સફેદ થઇ જાય છે?

By KARNAL HETALBAHEN
|

શું તમારા પ્યૂબિક હેર સફેદ થવા લાગ્યા છે, અને તમે ચિંતામાં પડી ગયા છો કે હવે શું કરવું? ગભરાશો નહીં પ્યૂબિક હેરનું સફેદ થવું પણ માથાના વાળની જેમ સફેદ થવા જેવી સામાન્ય બાબત છે. જો તમારા પ્યૂબિક હેર ઝડપથી સફેદ થઇ રહ્યા હોય તો તમે એક વખત ર્ડોક્ટરને મળી શકો છો.

ઘણી વખણ એવું થાય છે કે અનિયમિત ખાન-પાન અને તણાવના કારણે માથાના વાળ સફેદ અને પાતળા થવા લાગે છે એવી જ રીતે પ્યૂબિક હેર પણ સફેદ અને પાતળા થવા લાગે છે. ખાન-પાનને નિયમિત કરવાથી તેના પર નિયંત્રણ મેળવી શકાય છે. તેની પહેલાં કે તમે તેને ઉખાડવા કે નીકાળવા લાગો, અમે તમને પહેલા જ જણાવી દઈએ કે તે ખૂબ જ સામાન્ય સ્થિતી છે.

જેમ ઉંમર મુજબ માથાના વાળ સફેદ અને પાતળા થવા લાગે છે એવી રીતે જ પ્યૂબિક હેર પણ ઉંમરના મુજબ પાતળા અને સફેદ થવા લાગે છે. આવો જાણીએ કે કયા મૂળ કારણોથી પ્યૂબિક હેર સફેદ થઈ જાય છે?

pubic hair

અનિયમિત ખાન-પાન
પ્યૂબિક હેર ઘણી વખણ અનિયમીત ખાન-પાન અને જીન્સમાં ગરબડ કે આનુવાંશિક રીતે પણ સફેદ અને પાતળા થવા લાગે છે.

વિટામીનની ઉણપના કારણે
પ્યૂબિક વાળનું અકાળે સફેદ થવાના ઘણા કારણ હોઈ શકે છે. ઘણી વખત વિટામીનોની ઉણપથી પણ એવું થાય છે. તેની પાછળ વિટામીન B12 અને થાયરાઈડમાં ગ્લૈંડ ડિસઓર્ડર કારણ હોઈ શકે છે. કે પછી ઘણી વખત વિટલીગો જેવી બીમારીના કારણે પણ ત્યાંના વાળ સફેદ થઈ જાય છે. એવું ત્યાં વ્હાઈટ પૈચેસ પડવાના કારણે થાય છે. ઘણી શોધમાં આ કારણોને અકાળે પ્યૂબિક વાળને સફેદ થવાના પાછળનું કારણ માનવામાં આવે છે.

આનુવાંશિકતાના કારણે
આનુવાંશિકતાના કારણે પણ તમારા વાળ સફેદ થઇ શકે છે.

કેવી રીતે રોકી શકાય
તો તેને કેવી રીતે રોકી શકાય? વાળનું સફેદ થવું જેનેટિકલી છે જેને રોકવું મુશ્કેલ હોય છે. પરંતુ તેને રોકવા માટે સૌથી પહેલા તમારી સ્મોકિંગની આદત પર રોક લગાવો. એક સ્ટડી અનુસાર સ્મોકર્સ પોતાની સ્મોકિંગની આદતો પર રોક લાગવીને 2.5 ગણા વાળને ફેદ થવા પર રોક લગાવી શકે છે. સાથે જ ખાવામાં વિટામીન B12 યુક્ત ભોજન વધારેમાં વધારે શામેલ કરો.

English summary
amazing facts of pubic hair, shaving pubic hair men, the truth about pubic hair, female pubic hair.
Story first published: Tuesday, May 9, 2017, 10:12 [IST]
X
Desktop Bottom Promotion