For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ રીતે વધારો તમારો બ્રેન પાવર

By Karnal Hetalbahen
|

તંદુરસ્ત અને એક્ટીવ રહેવા માટે તમારા મગજને એક્ટિવ રાખો. તેના માટે યોગ્ય ખાન-પાન અને એક્સસાઈઝ, પૂરતી ઉંઘ, શાંતચિત રહેવું ખૂબ જ જરૂરી છે. બ્રેન એક લર્નિંગ મશીન છે. ઝડપથી શીખવાની કોશિશ કરો અને તેને એક્ટિવ રાખો. તેના ઉપરાંત પણ બ્રેનની સ્પીડ અને એક્યુરેસી સાંભળવાથી અને ભાષા શીખવાથી પણ વધે છે. તમારે વધારેમાં વધારે હોબીઝ રાખવી જોઈએ, જેનાથી બ્રેન તેના માટે સક્રિય બની રહે.

અપનાવો આ ટિપ્સને

આ રીતે વધારો તમારો બ્રેન પાવર

૧. કરો એરોબિક એક્સસાઈઝ-
બ્રેનને તંદુરસ્ત અને યંગ રાખવા માટે એરોબિક એક્સસાઈઝ કરો. એક સાઈકોલોજીના પ્રોફેસરનું કહેવું છે કે, એક્સસાઈઝ બ્રેનને તંદુરસ્ત રાખે છે અને મેમરીને પણ રિસ્ટોર કરી શકે છે. તેનાથી બ્રેનની બ્લડ સપ્લાઈ વધે છે અને ત્યાં વધુ પોષણ અને ઓક્સિજન પહોંચે છે. એરોબિક ફિટનેસ વધારે છે અને ઉંમરમાં માણસોનાં બ્રેન ટિશૂને ઘટાડે છે. તેના ઉપરાંત મગજને સતેજ પણ કરે છે.

૨. બ્રેન માટે ખાવો-
મગજ વધારવા માટે તમારે એંટીઓકસ્સીડેંટ યુક્ત ભોજન કરવું જોઈએ. એવા ભોજન જે નુકશાનકારક ફ્રી રેડિક્સને ન્યુટ્રિલાઈઝ કરી શકે. એવું સંતુલિત ભોજન કરો જે હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હાઇ કોલેસ્ટોલ અને મોટાપાથી તમને બચાવે, આ બીમારીઓ મગજની દુશ્મન માનવામાં આવે છે.

૩. શાંતચિત્ત રહો-
તમારા મગજને શાંત રાખવું પણ જરૂરી છે. ક્રોનિક સ્ટ્રેસથી મગજનો મહત્વપૂર્ણ ભાગ હિપ્પોકેંપસ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. એટલા માટે ફની અને મનોરજંક ગતિવધિઓથી દોસ્તી કરી લો.

૪. મગજને આરામ આપો-
જો તમે કોઈ નિર્ણયને લઈને દુવિધાની સ્થિતીમાં છો તો, મસ્તીભરી ભરપૂર ઉંઘ લો. બીજી સવારે ખૂબ જ ક્રિએટિવ સોલ્યુશન મળી જશે અને તમારી સમસ્યા હલ થઈ જશે.

૫. સામાજિક બનો-
જોક્સ સાંભળો, કોમેડી ફિલ્મો કે પ્રોગ્રામ જોવો અને ખૂબ મજા કરો. તેનાથી મગજને ઉર્જા મળશે. સામાજિક માણસ બનો. સાથે જ લોકોની સાથે હળવા-મળવાનું શરુ કરો.

English summary
Here are tips you can do starting today to help you think faster, improve memory, comprehend information better and unleash your brain’s full potential.
Story first published: Monday, January 30, 2017, 9:08 [IST]
X
Desktop Bottom Promotion