For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારા યૂરિનમાં બ્લડ ક્લૉટ આવે છે તો, આને જરૂર વાંચો

By Karnal Hetalbahen
|

જો તમારા યૂરિનમાં લોહીના ગઠ્ઠા આવે છે, તેને નજરઅંદાજ ન કરો. આગળ જતાં આ એક મોટી સમસ્યા બની શકે છે. યૂરિનમાં લોહીના ગઠ્ઠાનો મતલબ છે કે તમારા શરીરની અંદરના કોઇ ભાગમાં રક્તસ્ત્રાવ થઇ રહ્યો છે.

ઘણીવાર વધુ દુખાવો થાય છે અથવા ગંભીર સ્થિતિ થતાં ડોક્ટર પાસે જતાં અને લૈબ તપાસના માધ્યમથી આવી બાબતો વિશે ખબર પડે છે. જો કે ક્યારેક-ક્યારેક આ સામાન્ય વાત હોય છે પરંતુ જ્યારે પણ દુખાવો થાય તો ડોક્ટર પાસે જરૂર સલાહ લો.

ક્યારેક ક્યારેક એવું બને છે કે બહાર અથવા આંતરિક ઇજાના લીધે લોહી વહેવાના બદલે લોહીના ગઠ્ઠા બની જાય છે. જ્યારે લોહીની ગાંઠ શરીરમાં સંકુલિત થાય છે, તો લોહીના પ્રવાહને રોકવાની સાથે જ વિધ્ન ઉત્પન્ન કરે છે.

પરંતુ આ ગાંઠો યૂરિનરી સિસ્ટમમાં પ્રવેશ કરીને મૂત્ર આવતાં રોકે છે. આ કારણે દર્દ પણ થાય છે. રક્તપ્રવાહના લીધે બ્લેડર અને કિડનીની કાર્યપ્રણાલી પ્રભાવિત થઇ શકે છે. આવો જાણીએ તેની સાથે જોડાયેલા ફેક્ટ-

ફેક્ટ 1-

ફેક્ટ 1-

આ સ્થિતિને હેમટ્યૂરિયા (રક્તમેહ) પણ કહેવામાં આવે છે. આ ઉઘાડી આંખે સરળતાથી પકડમાં આવતો નથી.

ફેક્ટ-2

ફેક્ટ-2

જે લોકો ખૂબ વધુ સ્મોકિંગ કરે છે, તેના લીધે તેમના યૂરિનમાં લોહીની ગાંઠો બની જાય છે, અને તેને કિડની કેંસર થવાનો ખતરો વધી જાય છે.

ફેક્ટ 3-

ફેક્ટ 3-

યૂરિનમાં લોહીના થોડા ટીપાં દેખાવા કિડનીમાં પથરી હોવાના સંકેત પણ હોઇ શકે છે. જેના લીધે મૂત્ર સંક્રમિત થવાની સંભાવના વધી જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને એસિડિક પેય પદાર્થ નહી પીવા જોઇએ? જેમ કે કોફી, ચા, પરંતુ ફળોમાં સિટ્રસ મળી આવે છે તેને પણ નજરઅંદાજ કરવા જોઇએ. ખૂબ પાણી પીવું જોઇએ અને ડોક્ટર સાથે ચર્ચા જરૂર કરો.

ફેક્ટ 4-

ફેક્ટ 4-

બ્લેડર અથવા કિડની જેવી બિમારીઓ, તાવ આવવો બ્લેડર અને મૂત્રીય માર્ગમાં બળતરા, યૂરિન આવવામાં સમસ્યા આવવી, પ્રોસ્ટેટ કેંસર, કિડની કેંસર, બ્લેડર કેંસર, પ્રોસ્ટેટના આકારમાં ફેલાવો આવવો, કિડની ફેલ થઇ જવી, સર્જરી આંતરિક ઇજા, કિડની બાયોપ્સી અને કેટલાક તાત્કાલિક કારણોના લીધે મૂત્રમાં લોહીના ગઠ્ઠા આવવાનું શરૂ થઇ જાય છે.

ફેક્ટ 5-

ફેક્ટ 5-

કેટલાક નિશ્વિત બ્લડ ડિસઓર્ડર હોય છે જેમ કે પ્લેટેટ કાઉન્ટ ઇશ્યૂઝ, સીકલ સેલ ડિસીઝના લીધે પણ મૂઝમાં લોહીના ગઠ્ઠા જામી જાય છે.

ફેક્ટ 6-

ફેક્ટ 6-

જો દુખાવો, બળતરા, ઝણઝણાટી, તાવ, વજન ઓછું થવું, ઉલટી થવી અને ઇંટરકોર્સ દરમિયાન દુખાવો થાય છે. આ ઉપરાંત યૂરિન કરવામાં કોઇ સમસ્યા થઇ રહી છે તો એકવાર તમારા ડોક્ટરને જરૂર મળો.

ફેક્ટ 7-

ફેક્ટ 7-

ડોક્ટરને મળ્યા બાદ તમને ખબર પડશે કે આખરે બ્લડ લીકેજનું સાચું કારણ શું છે અને એક જ ઉપચારથી આ સમસ્યાનું સમાધાન મળી શકે છે. જો તમારા મૂત્રનો રંગ ઘટ્ટ છે તો તમારા ડોક્ટરને અવશ્ય મળવું જોઇએ.

English summary
When you see blood clots in urine, dont panic. Read this post and consult a doctor first.
Story first published: Wednesday, February 22, 2017, 10:06 [IST]
X
Desktop Bottom Promotion