અંજીરનાં ફાયદાઓ

Subscribe to Boldsky

અંજીર એક સ્વાદિષ્ટ, આરોગ્યવર્ધક અને બહુપયોગી ફળ છે. તેના પાકેલા ફળ લોકો ખાય છે. સુકવેલં પળ માવા તરીકે વેચાય છે. સુકાયેલા ફળને ટુકડા-ટુકડા કરી અથવા દળીને દૂધ તેમજ ખાંડ સાથે ખાવામાં આવેછે. તેનું સ્વાદિષ્ટ જૅમ (ફળનાં ટુકડાનો મુરબ્બો) પણ બનાવામાં આવેછે. સૂકા ફળમાં ખાંડનું પ્રમાણ લગભગ 62 ટકા તથા તાજા પાકેલા ફળમાં 22 ટકા હોય છે. તેમાં કૅલ્શિયમ તથા વિટામિન એ તથા બી ભારે પ્રમાણમાં હોય છે. અંજીરનાં સેવનથી કબજિયાત દૂર થાય છે. મન પ્રસન્ન રહે છે અને નબળાઈ દૂર થાય છે. સાથે જ ખાંસીનો પણ નાશ થાય છે.

અંજીરમાં કાર્બોહાઇડ્રેટ 63 ટકા, પ્રોટીન 5.5 ટકા, સેલ્યૂલોઝ 7.3 ટકા, ચિકાશ 1 ટકા, મિનરલ સૉલ્ટ 3 ટકા, એસિડ 1.2 ટકા, રાખ 2.3 ટકા અને પાણી 20.8 ટકા હોય છે. આ ઉપરાંત 100 ગ્રામ દીઠ અંજીરમાં લગભગ 1 ગ્રામનો ચોથો ભાગ આયર્ન, વિટામિન, થોડાક પ્રમાણમાં ચૂનો, પોટેશિયમ, સોડિયમ , ગંધક, ફૉસ્ફોરિક એસિડ તથા ગુંદર પણ હોય છે. આવો આપને જણાવીએ કે અંજીરનાં સેવનથી કયા-કયા ફાયદાઓ થઈ શકે છે.

1. એનીમિયા

અંજીરમાં આયર્ન અને કૅલ્શિયમ પ્રચૂર પ્રમાણમાં હોવાનાં કારણે તે એનીમિયામાં લાભકારક હોય છે. 10 કિસમિસ અને 8 અંજીર 200 મિલીલીટર દૂધમાં ઉકાળીને પી લો. તેનાથી રક્તમાં વધારો અને રક્ત સંબંધી વિકારો દૂર થઈ જાય છે.

2. કબજિયાત

3માંથી 4 પાકેલા અંજીરને દૂધમાં ઉકાળી રાત્રે સૂતા પહેલા ખાવો અને તે પછી તે જ દૂધ પી લો. તેનાથી કબજિયાતમાં ફાયદો થાય છે અથવા 4 અંજીરને રાત્રે સૂતી વખતે પાણીમાં નાંખીને મૂકી દો. જરાક મશલી પાણી પીવાથી કબજિયાત દૂર થઈ જાય છે.

3. અસ્થમા

અસ્થમાની બીમારીમાં અંજીરનાં પાનથી રાહત મળે છે. જે લોકો ઇંસ્યુલીન લે છે, તેમના માટે આ ખૂબ લાભકારક હોય છે. તેમાં પોટેશિયમનું પ્રમાણ સારૂ હોય છે કે જેથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

4. શરદી

પાણીમાં 5 અંજીર નાંખીને ઉકાળી લો અને આ પાણી ગાળીને ગરમ-ગરમ સવારે તથા સાંજે પીવાથી શરદીમાં ફાયદો થાય છે.

5. તાકાત વધારનાર

સૂકા અંજીરનાં ટુકડા અને છોલેલી બદામને ગરમ પાણીમાં ઉકાળો. તેને સુકવી તેમાં દાણેદાર ખાંડ, પીસેલી એલચી, કેસર, ચારોલી, પીસ્તા અને બાદામ સરખા પ્રમાણમાં મેળવી 7 દિવસ સુધી ગાયના ઘીમાં પડ્યુ રહેવા દો. દરરોજ સવારે 20 ગ્રામ સુધી સેવન કરો. તેનાથી આપની તાકાત વધશે.

 

 

6. માથાનો દુઃખાવો

વિનેગર કે પાણીમાં અંજીરનાં ઝાડની છાલની ભસ્મ બનાવી માથા પર લેપ કરવાથી માથાનો દુઃખાવો મટી જાય છે.

7. મસા

3-4 સૂકા અંજીરને સાંજનાં સમયે પાણીમાં નાંખી મૂકી દો. સવારે અંજીરને મસળી દરરોજ સવારે નરણા કોઠે ખાવાથી મસાની સમસ્યા મટી જાય છે.

8. કંમરનો દુઃખાવો

અંજીરની છાલ, સૂંઠ, ધાણા બધુ સરખા પ્રમાણમાં લો અને કૂટીને રાત્રે પાણીમાં પલાડી દો. સવારે તેના બચેલા રસને ગાળીને પી લો. તેનાથી કંમરનાં દુઃખાવામાં ફાયદો થાય છે.

9. હાડકાંને મજબૂત બનાવે

અંજીરમાં કૅલ્શિયમ ભારે પ્રમાણમાં હોય છે કે જે હાડકાંને મજબૂત કરવામાં સહાયક હોય છે. આપે બસ માત્ર દિવસ ભરમાં 4-5 અંજીર ખાવાની રહેશે અને પછી તેનાથી ફાયદો થઈ જશે.

Read more about: health, આરોગ્ય
English summary
The health benefits of figs or anjeer include treatment of constipation, indigestion, piles, diabetes, cough, bronchitis, and asthma. It also helps in gaining weight after illness
Please Wait while comments are loading...