For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરમાં આરારૂટ પાવડર રાખવાના ૭ ફાયદા

By Karnal Hetalbahen
|

આરારૂટ જેના વિશે આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં જાણીએ છીએ કે તે એક પ્રકારનો હર્બલ પાવડર છે જે વર્ષોથી સ્વાસ્થ્યના ફાયદા માટે વાપરવામાં આવે છે. જેવી રીતે બાળકોના ખાદ્ય પદાર્થોમાં તે નાખવાના આવે છે કેમકે તે શરીરમાં થતાં દુખવાથી રાહત અપાવે છે.

તે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનથી ભરપુર હોય છે. તેમાં વિટામીન બી કોમ્પલેક્સ અને પોટેશિયમ, કૈલ્યિશમ, જિંક અને મૈગ્નેશિયમ જેવા મિનરલ પણ મળી આવે છે. એટલું જ નહીં આરારૂટમાં ફાઈબર પણ હોય છે જેના કારણ થી કોઈ પણ ખાદ્ય પર્દાથને જાડો કરી નાખે છે. તેના બીજા પણ સ્વાસ્થ્યના ફાયદા છે આવો જાણીએ.

વજન ઓછો કરવામાં સહાય કરે છે

વજન ઓછો કરવામાં સહાય કરે છે

તેમાં અમીલોપેક્ટિન અને અમીલોસે નમક બે સ્ટાર્ચ મળી આવે છે જે કેલેરીમાં ઓછી અને પ્રોટીનમાં વધારે હોય છે. આ તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે જે પોતાનું વજન ઓછું કરવા માંગે છે. એક આરારૂટના ફળમાંથી મળેલા સ્ટાર્ચમાં ૬૫ કૈલેરી હોય છે.

નવજાત બાળકો અને ગર્ભવતી માતાઓ માટે સારો

નવજાત બાળકો અને ગર્ભવતી માતાઓ માટે સારો

આરારૂટ પાવડરમાં ફોલેટ મળી આવે છે જે નવજાત બાળકો માટે ખૂબ જ સારો હોય છે, કેમકે તે નવી કોશિકાઓના નિર્માણમાં મદદ કરે છે. આ જ કારણ છે કે જે મહિલાઓ માં બનવાની હોય છે તે આરારૂટ ખાય છે. તે ગર્ભના વિકાસમાં પણ મદદ કરે છે.

પાચનતંત્ર સુધારે

પાચનતંત્ર સુધારે

આરારૂટ પાચનક્રિયા સુધારવામાં ખૂબ જ વપરાય છે. તે પાચનક્રીયાને સરળ બનાવીને પૂરા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને ઝાડાથી બચાવે છે. તેમાં ગ્લુટિન એટલે કે લસ નથી હોતું જેના કારણથી પાચનતંત્રથી જોડાયેલી એલર્જીથી છુટકારો મળે છે.

ઘા ભરવામાં મદદ કરે છે

ઘા ભરવામાં મદદ કરે છે

આરારૂટનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘા ભરવામાં મદદ કરે છે. આરારૂટના પાવડરને ઘા પર સારી રીતે લગાડવાથી ઘા જલદી રૂઝાઈ જાય છે. આ જ નહી જો તમને પેઢાંમાંથી લોહી આવતું હોય તો તેનાથી સવારે બ્રશ કરો.

હદય સ્વસ્થ રાખે

હદય સ્વસ્થ રાખે

આરારૂટ હદય માટે ખૂબજ ફાયદાકારક છે, કેમકે તેમાં પોટેશિયમની ઉચ્ચ માત્રા હોય છે. તે બ્લડપ્રેશરને સામાન્ય રાખે છે અને લોહીના પ્રવાહને સારો રાખે છે.

યુ ટી આઈ

યુ ટી આઈ

યરનેરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન મોટાભાગે એલોપેથિક દવાના ઉપયોગ કર્યા પછી પણ આ બિમારી ફરી આવી જાય છે. આરારૂટના પાઉડરનો તેમાં સારો ફાયદો કરે છે. તેને થોડા દિવસોના અંતરે ખાવાથી આ બિમારી દૂર થઈ શકે છે.

સનર્બન્સ

સનર્બન્સ

આરારૂટનો પાવડર સનર્બન્સથી તાત્કાલિક રાહત આપે છે.

English summary
Arrowroot powder is a lesser known herbal powder but has been used for its health benefits for centuries. Here are a few health benefits that we can obtain from arrowroot powder.
Story first published: Saturday, February 18, 2017, 10:40 [IST]
X
Desktop Bottom Promotion