જો પરિવારની કોઇપણ મહિલાનો મૂડ થાય છે સ્વિંગ, તો આ રીતે કરો ઉપચાર

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ઘણીવાર એવું થાય છે કે તમે તમારો સંયમ ગુમાવી બેસો છો, અથવા તણાવ અનુભવો છો અથવા અચાનક ઘણી ભાવનાઓનું વાવાઝોડું આવી જાય છે. જવા દો, આ પ્રકારના મૂડ સ્વિંગ્સના કારણે શરમ અનુભવવાની જરૂરિયાત નથી. ભલે કારણ કે કંઇપણ હોય, કેટલાક એવી રીત છે જેનાથી તમારા મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરી શકાય છે.

#1. સંતુલિત આહાર

સ્વસ્થ આહાર લો જેથી તમે ના ફક્ત ફીટ રહો પરંતુ તેનાથી તમારો મૂડ સ્વિંગ પણ કંટ્રોલમાં રહેશે. તમારા આહારમાં લીલી શાકભાજીઓ, સલાડ, અને ફળ સામેલ કરો. તેમાં જરૂરી બધા મિનરલ્સ, વિટામીન્સ (એ,સી,ઇ,) અને શરીર માટે જરૂરી પોષક તત્વ પણ હોય છે. જટિલ કાર્બોહાઇડ્રેટ યુક્ત અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો અને આ ઉપરાંત પોતાના કેફીનના સેવનને કાબૂમાં રાખવો પડશે. પોતાને ફ્રેશ રાખવા માટે સામાન્ય ચા અથવા કોફીના બદલે ગ્રી ટી અથવા હર્બલ ટીનું સેવન કરો.

#2. વર્કઆઉટ

ફક્ત સારી કસરત તમને ફીટ રાખે છે પરંતુ તમારા શરીરમાં ખુશીના હાર્મોન્સને પણ ઉત્તેજીત કરે છે. જો તમે ખૂબ ભારે કસરત કરે શકતા નથી તો યોગ કેમ્પમાં જાવ અથવા ફક્ત ડાન્સ કરો. એવી કસરત કરો જે તમારા માટે સુવિધાજનક હોય, અને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરો. ગાર્ડનમાં થોડીવાર ફરો અને તેની સાથે ઉંડા શ્વાસની કસરત કરવાથી પણ સારું પરિણામ મળે છે.

#3. સારી ઉંઘ

મહિલાઓ પર ઘણા પ્રકારની જવાબદારી હોય છે અને તેને સારી રીતે પુરી કરવા માટે સારી ઉંઘ હોવે જરૂરી છે. અધુરી ઉંધથી ચિડીયાપણું અને માથાના દુખાવાની સમસ્યા આવી શકે છે. ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઉંઘ ખૂબ જ જરૂરી છે. તો આ મુજબ દિનચર્યા બનાવો.

#4. પાણી પીવો

પાણી તમારા શરીરમાંથી ગંદકી કાઢે છે અને તમને ઉર્જા આપે છે. જ્યારે પણ તમે સંપૂર્ણપણે થાક અનુભવો છો તો બે ગ્લાસ પાણીમાં ગ્લૂકોઝ મિક્સ કરીને પીવાથી તમને તાજગી અનુભવો છો. કેફીન અને આલ્કોહોલના સેવનથી પણ મૂડ સ્વિંગ્સ થઇ શકે છે માટે તમારે તેનું સેવન ટાળવું જોઇએ. તેના બદલે સૂપ અથવા જ્યૂસ પીવો. આ ઉપરાંત તમે સુંદર ત્વચા અને સ્વસ્થ શરીર ઇચ્છો છો તો પણ પાણી તમારા માટે ઉપયોગી છે.

#5. સૂર્યના પ્રકાશનો આનંદ ઉઠાવો

ઘણીવાર સૂર્ય તમારી ત્વચાનો દુશ્મન હોય છે, પરંતુ મૂડ સ્વિંગ્સ માટે આ એક સારો ડૉક્ટર છે. થોડીવાર સુધી સૂર્યના પ્રકાશમાં બેસવાથી તણાવ અને નકારાત્મક વિચારથી દૂર થઇ જાય છે. તમારા મૂડને સામાન્ય બનાવવા માટે સૂર્યની રોશનીમાં 15 મિનિટ સુધી વોક કરો. વોક સવારના સમયે કરો કારણ કે આ સૂર્યનો પ્રકાશ તેજ હોતો નથી.

English summary
No matter what the reason is, there are ways to bring your mood swings under control. Take a look at some of them.
Please Wait while comments are loading...