દારૂ પીવાના શોખીન લોકો જાણો હેંગઓવર ઉતારવાની આ રીતો

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

દારૂ પીવાના શોખીન લોકો માટે હેંગઓવર એ કોઈ અજાણ્યું નામ રહ્યું નથી. હેંગઓવરની અસર એટલી જ ખરાબ થઈ શકે છે કે તે તમારી દિનચર્યાને અસ્ત વ્યસ્ત કરી નાખે છે. જે લોકો દારૂ પીવે છે તે હેંગઓવરથી બચાવાના કોઈને કોઈ ઉપાય શોધતા જ રહેતા હોય છે. દારૂ પીધા પહેલા કે પછી એવું શુ ખાવુ કે શું કરવું, જેનાથી હેંગઓવાર ના થવાય, આજે અમે તમને તેના વિષેની માહિતી આપીશું.

કેટલાક લોકો દારૂ ના ચડે તેના માટે ચીઝનો ઉપયોગ કરશે અને કેટલાક લોકો તે દરમ્યાન સ્મોકિંગથી દૂર રહેશે. જો તમે પણ ઈચ્છો છો કે દારૂની ખુમારી બીજા દિવસે માથાનો દુખાવો, થાક, ચક્કર કે વોમેટિંગ લઈને ના આવે તો જરૂરી છે કે આ જાણી લેવું જોઈએ કે હેંગઓવરથી કેવી રીતે બચવું.

આવો જાણીએ એવી સરળ ટ્રિક જેથી તમે હેંગઓવર થવાથી બચી શકો છો.

ધ્રુમપાન ના કરો

જો તમે ઈચ્છતા નથી કે બીજા દિવસે તમારું માથું ભારે લાગે તો, સારુ રહેશે કે તમે ડ્રિંક લેતા સમયે સ્મોકિંગ ના કરો.

ચીઝનો ઉપયોગ કરો

ડ્રિંક કરતા સમયે ચીઝનો ઉપયોગ પણ કરવો જોઈએ. તેનાથી દારૂ પુરી રીતે ચઢે નહી અને હેંગઓવરની સમસ્યા થશે નહી.

સોડાની બદલે જ્યુસ

ડ્રિંક કરતાં પહેલાં દારૂમાં સોડાની જગ્યાએ જ્યુસ મિક્સ કરો.

ખાલી પેટ ના પીવો

દારૂ પીતા પહેલા થોડું ઘણું જમી લેવું જોઈએ. ભૂખ્યા પેટે દારૂ પીવાથી તમે થોડાક હાર્ઈ થઈ શકો છો.

વિટામિન ખાઓ

જો તમે હેંગઓવરથી બચવા માંગો છો તો, વિટામિનની ગોળીઓનું સેવન જરૂર કરો. આ વિટામીનની ગોળીઓ પ્રાકૃતિક રૂપથી દારૂના લેવલના પ્રભાવને ઓછો કરી નાખશે.

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલમાં રહેલી ચરબી તમારા શરીરને દારૂ અવશેષિત કરવાથી રોકશે. દારૂની પહેલા ઓલિવ ઓઇલનું સેવન કોઈપણ પ્રકારે કરવું જોઈએ.

હર્બલ ટી ના પીવો

દારૂ પીધા પછી તમારે કોઈ પણ પ્રકાની હર્બલ ચાનું સેવન ના કરવું જોઈએ. હર્બલ ટીમાં રહેલ એંસેસ દારૂના પ્રભાવને વધારે વધારી શકે છે, જેનાથી તમે થોડા વધુ હાઈ અનુભવી શકો છો.

બે ઈંડા ખાઓ

દારૂ પીધા પછી તમારે બે બાફેલા ઈંડાનું સેવન કરવું જોઈએ. તેનાથી દારૂ શરીરમાં જઈને બેલેન્સ થઈ જશે અને તમને હેંગઓવર નહી થાય.

એનર્જી ડ્રિંક

દારૂ પીધા પછી શરીરમાં એલેક્ટ્રોલાઈટ્સની ઉણપ થઈ જાય છે અને શરીર નબળું થઈ જાય છે. એટલા માટે કાં તો નારિયેળ પાણીનું સેવન કરો કે પછી એનર્જી ડ્રિંકનુ. તમે ઈચ્છો તો સંતરાનો જ્યુસ પણ પી શકો છો.

કોફી ના પીવો

દારૂ પીધા પછી બીજા દિવસે સવારે પહેલા કોફી ના પીવો. તેનાથી શરીરે વધારે પડતું ડીહાઈડ્રેટ થઈ જાય છે.

વધુ પાણી પીવો

ડ્રિંક કર્યા પછી સારી એવી માત્રામાં પાણીનું સેવન કરો, તેનાથી તમારું શરીર ડીહાઈડ્રેટ નહી થાય અને દારૂ વધારે નહી ચડે.

ટોસ્ટનું સેવન કરો

ટોસ્ટનું સેવન કરવાથી દારૂનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

English summary
Over drinking can lead to a heavy head the next day. To prevent such nasty hangovers, these home remedies are the best to try out.
Please Wait while comments are loading...